ETV Bharat / sukhibhava

નિયમિત કસરતથી કુદરતી કારણોસર મૃત્યુનો ભય ઓછો કરી શકે છે: અભ્યાસ - Effect of air pollution

CMAJ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ જો વ્યાયામ નિયમિત રીતે કરવામાં આવે તો ઉચ્ચસ્તરીય પ્રદૂષણ ધરાવતા વિસ્તારોમાં પણ ઘણી શારીરિક સમસ્યાઓ અથવા રોગોનું જોખમ ઘટે છે અને કુદરતી મૃત્યુનું જોખમ પણ ઘટે છે. જોકે ઓછા પ્રદૂષણવાળા વિસ્તારમાં રહેવું દરેક રીતે વધુ સારું છે.

નિયમિત કસરતથી કુદરતી કારણોસર મૃત્યુનો ભય ઓછો કરી શકે છે: અભ્યાસ

author img

By

Published : Aug 21, 2021, 1:21 PM IST

  • CMAJ માં પ્રકાશિત થયો નિયમિત કસરત અંગે અભ્યાસ
  • નિયમિત કસરત કુદરતી મૃત્યુના જોખમને ઘટાડે છે કે કેમ તેનો અભ્યાસ
  • પ્રદૂષિત વાતાવરણ પણ નિયમિત કસરત અંગે તારણો સામે આવ્યાં

કેનેડિયન મેડિકલ એસોસિએશન જર્નલ CMAJ માં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ નિયમિત કસરતની આદત કુદરતી કારણોસર મૃત્યુના જોખમને તમામ રીતે ઘટાડી શકે છે. ભલે તે એવી જગ્યાએ કરવામાં આવે જ્યાં હવામાં વધુ પ્રદૂષણ હોય. આ અભ્યાસમાં ચાઇનીઝ હોંગકોંગ યુનિવર્સિટીના સંશોધક જિયાંગ કિયાન લાઓએ જણાવ્યું હતું કે, જો કે જાણીતું છે કે વાયુ પ્રદૂષણ સામાન્ય રીતે મૃત્યુનું જોખમ વધારે છે, પરંતુ વ્યક્તિને નિયમિત કસરતની આદત હોય તો તેને કુદરતી મૃત્યુ માટે પણ સંવેદનશીલ બનાવે છે. જ્યાં વાયુ પ્રદૂષણનું સ્તર ઊંચું હોય તો પણ ત્યાં એક્સપોઝર સામે રક્ષણ આપી શકે છે.

3,84,130 પુખ્ત વયના લોકોના સ્વાસ્થ્ય પરનો સર્વે

તેઓ સૂચવે છે કે પ્રદૂષણને કારણે મૃત્યુદર ઘટાડવાના ઉદ્દેશ સાથે લોકોમાં નિયમિત કસરતની ટેવને પ્રોત્સાહન આપવું જોઈએ, ભલે તે વ્યક્તિ જ્યાં પ્રદૂષણનું સ્તર પ્રમાણમાં ઊંચું હોય ત્યાં રહે છે. આ અભ્યાસના ભાગરૂપે સંશોધકોની ટીમે તાઇવાનમાં 2001 થી 2016 (15 વર્ષ) સુધીના 3,84,130 પુખ્ત વયના લોકોના સ્વાસ્થ્ય પર નજર રાખી હતી. જેમાં કુદરતી કસરતોથી મૃત્યુના જોખમ પર નિયમિત કસરત અને લાંબા સમય સુધી સંપર્કમાં રહેલી અસરને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સામૂહિક પરિણામો દર્શાવે છે કે કસરત લાભકર્તા

સંશોધક જિયાંગ કિયાન લાઓ સમજાવે છે કે અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો નિયમિતપણે સારી કસરત કરે છે અને ઓછામાં ઓછા પ્રદૂષણના વાતાવરણમાં રહે છે તેમને કુદરતી મૃત્યુનું જોખમ ઓછું હોય છે. તે જ સમયે વધુ પ્રદૂષિત સ્થળોએ રહેતાં અને નિયમિત કસરત પ્રત્યે ઉદાસીન રહેતા લોકો આવા મૃત્યુનું ઊંચું જોખમ ધરાવે છે. નોંધપાત્ર રીતે આ અભ્યાસે યુ.એસ., ડેનમાર્ક અને હોંગકોંગમાં હાથ ધરવામાં આવેલા અન્ય કેટલાક નાના અભ્યાસોના પરિણામોને પણ જોડી દીધાં. જેના સામૂહિક પરિણામો દર્શાવે છે કે પ્રદૂષિત વિસ્તારોમાં પણ નિયમિત કસરત ફાયદાકારક હોઈ શકે છે.

તેઓ સમજાવે છે કે "જેમ જેમ લોકો કસરત કરે છે તેમ તેમ તેમનું વેન્ટિલેશન રેટ વધે છે, જેનાથી લોકો વધુ વાયુ પ્રદૂષકો શ્વાસમાં લે છે. આ સ્થિતિ વાયુ પ્રદૂષકોની પ્રતિકૂળ આરોગ્ય અસરોને વધારી શકે છે. નિયમિતપણે વ્યાયામ કરવો કેટલું સલામત છે તે સમજવા માટે વાયુ પ્રદૂષણ અને કસરત વચ્ચે જોખમ-લાભ સંબંધનું મૂલ્યાંકન કરવું અગત્યનું છે.

કેટલાક અભ્યાસમાં વિપરતિ તારણ પણ છે

હકીકતમાં આ અભ્યાસથી વિપરીત, કેટલાક અન્ય અભ્યાસોએ પણ જાહેર કર્યું છે કે વાયુ પ્રદૂષણની અસર પ્રદૂષિત વાતાવરણમાં કસરત કરતી વખતે વ્યાયામના ફાયદાને ઘટાડી અથવા દૂર કરી શકે છે. જેના કારણે વ્યાયામ કરનારના શરીર પર લાંબા ગાળાની અથવા ટૂંકા ગાળાની અસર બીમારીના રૂપમાં જોવા મળે છે.

વાયુ પ્રદૂષણની અસરો ઘટાડવામાં નિયમિત કસરતનું મહત્ત્વ

અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે કે વાયુ પ્રદૂષણના લાંબા ગાળાના સંપર્ક અને માનવ સ્વાસ્થ્ય પર આવા વાતાવરણમાં નિયમિત કસરતની આદત વિશેની મર્યાદિત માહિતી ઉપલબ્ધ છે. આ સંશોધનમાં લેખકો જણાવે છે કે "વધુ ગંભીર વાયુ પ્રદૂષણ ધરાવતા વિસ્તારોમાં વધુ અભ્યાસો અમારા તારણોની ઉપયોગિતાને ચકાસવા માટે જરૂરી છે". "શરીર પર વાયુ પ્રદૂષણની અસરો ઘટાડવા માટે અમારો અભ્યાસ નિયમિત વ્યાયામના મહત્વને મજબૂત કરે છે".

આ પણ વાંચોઃ જીવલેણ મચ્છરોથી સુરક્ષિત રહો અને સાવચેતી રાખો: વિશ્વ મચ્છર દિવસ

આ પણ વાંચોઃ સીડીઓ ચડીને સ્વાસ્થ્ય સુધારો, બસ થોડુંક ધ્યાન રાખજો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.