સિડનીઃ યુનિવર્સિટી ઓફ સાઉથ ઑસ્ટ્રેલિયાના ડૉ. એશલે એલિઝાબેથ સ્મિથ અને ડૉ. એલેક્ઝાન્ડ્રા વેડે મેડિસન મેલોના અહેવાલમાં જણાવાયું છે કેે લગભગ 5 લાખ ઑસ્ટ્રેલિયનો ડિમેન્શિયા (Reduce the risk of dementia) સાથે જીવે છે. આ આંકડો 2058 સુધીમાં 1 કરોડ 10 લાખ સુધી પહોંચવાની અપેક્ષા છે.
2058 સુધીમાં ઓસ્ટ્રેલિયામાં 1 કરોડ 10 લાખ થશે
જ્યારે આપણે મનોભ્રંશ- ડિમેન્શિયા વિશે વિચારીએ છીએ ત્યારે આ રોગને કાબૂમાં રાખી શકાતો નથી એવું વિચારીને પરેશાન થઈએ છીએ. પરંતુ આશ્વાસનદાયક સમાચાર એ છે કે જો આપણે સ્વાસ્થ્યની આદતો બદલીએ તો 40 ટકા સુધી મનોભ્રંશ અટકાવી શકાય છે અથવા વિલંબિત (strengthen the heart by changing lifestyle ) થઈ શકે છે. લગભગ 5 લાખ ઓસ્ટ્રેલિયનો ડિમેન્શિયા સાથે જીવે છે. સારવાર વિના 2058 સુધીમાં આ આંકડો એક કરોડ 10 લાખ સુધી પહોંચવાની આશા છે. ડિમેન્શિયા માટેના જોખમી પરિબળોમાં હાઈબ્લડ પ્રેશર, હાઈબ્લડ શુગર, વધારે વજન અને ધૂમ્રપાન સહિત હૃદય અને રક્તવાહિનીઓની સમસ્યાઓનો સમાવેશ થાય છે.
જીવનશૈલીમાં ફેરફાર કરશે મદદ
બળતરા અને ઓક્સિડેટીવ તણાવ (જ્યાં રક્ષણાત્મક એન્ટીઑકિસડન્ટો હાનિકારક ફ્રી રેડિકલ સામે લડાઈ હારી જાય છે) અન્ય કારણો છે, જે રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડે છે અને મગજમાં લોહી અને ઓક્સિજનના પ્રવાહને ઘટાડે છે. પર્યાપ્ત ઓક્સિજન વિના મગજના કોષો અસરકારક રીતે કાર્ય કરી શકતા નથી અને આખરે નાશ પામે છે. રક્ત પ્રવાહમાં ઘટાડો ડિમેન્શિયામાં મગજમાં જોવા મળતી છારી અને ટેંગલ્સ માટે પણ સંવેદનશીલ બનાવે છે. પરંતુ આપણી આદતો બદલીને હૃદયની તંદુરસ્તી સુધારી (Reduce the risk of dementia) શકીએ છીએ અને ડિમેન્શિયાનું જોખમ ઘટાડી શકીએ છીએ. અહીં જીવનશૈલીના એવા પાંચ ફેરફાર જણાવીએ છીએ જે આ બાબતે મદદરૂપ (Foods that fight dementia) થઈ શકે છે.
1. અઠવાડિયામાં 2-3 વખત તેલયુક્ત માછલી ખાઓ : સૅલ્મોન, સાર્ડીન અને મેકરેલ ઓમેગા-3 પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડથી ભરપૂર હોય છે. ઓમેગા -3 ની બળતરા વિરોધી અસર હોય છે અને તે બ્લડ પ્રેશરને નોંધપાત્ર રીતે (Foods that fight dementia) ઘટાડે છે. આપણા મગજના કોષોની રચના અને કાર્યને જાળવવા માટે પણ ઓમેગા-3ની જરૂર પડે છે અને તેમાં 'આવશ્યક પોષક તત્વો' હોય છે. આનો અર્થ એ છે કે તેને આપણા આહારમાંથી મેળવવાની (Reduce the risk of dementia) જરૂર છે. આ ખાસ કરીને વધતી જતી ઉંમર પ્રમાણે મહત્વપૂર્ણ બને છે કારણ કે ઓમેગા-3ના સેવનમાં ઘટાડો જ્ઞાનાત્મક ઘટાડાના ઝડપી દર સાથે જોડવામાં આવે છે.
2. દરેક ભોજન સાથે છોડમાંથી મેળવેલ ખોરાક ખાઓ - પાંદડાવાળા શાક, ઓલિવ ઓઈલ, બ્લૂબેરી, સૂકા મેવા અને દાળ જેવા છોડમાંથી મળતા (Foods that fight dementia) ખોરાકમાં પોલિફીનોલ્સ, ફ્લેવોનોઈડ્સ, કેરોટીનોઈડ્સ, વિટામિન સી અને વિટામિન ઈ સહિત વિટામિન્સ અને ખનીજોની શ્રેણી હોય છે. આ સૂક્ષ્મ પોષકતત્ત્વોમાં એન્ટીઑકિસડન્ટ અને બળતરા વિરોધી અસરો હોય છે જે આપણી રક્તવાહિનીઓના કાર્યને સુરક્ષિત કરી તેમાં (Reduce the risk of dementia) સુધારો કરે છે. છોડમાંથી મેળવેલ આહાર બ્લડ પ્રેશર, ગ્લુકોઝ નિયમન અને શરીરની રચનાને સુધારવામાં મદદરૂપ હોવાનું જણાયું છે, અને તે જ્ઞાનાત્મક ઘટાડા, મગજના સ્વાસ્થ્યમાં સુધારો અને ડિમેન્શિયાના ઓછા જોખમ સાથે પણ સંકળાયેલા છે.
3. પ્રોસેસ્ડ ફૂડ ઓછું ખાઓ : સેચ્યુરેટેડ ફેટ- સંતૃપ્ત ચરબી, પ્રોસેસ્ડ કાર્બોહાઇડ્રેટ્સ અને લાલ અને પ્રોસેસ્ડ માંસ બળતરાનેે ટ્રિગર કરવાવાળા માનવામાં (Foods that fight dementia) આવે છે. ખૂબ પ્રોસેસ્ડ ખોરાક હાઈબ્લડ પ્રેશર, ટાઇપ2 ડાયાબિટીસ અને મેદસ્વિતા સાથે જોડાયેલા છે.
આ પણ વાંચોઃ યાદશક્તિ વધારવાના 7 સરળ ઉપાય
4. મનોરંજક શારીરિક પ્રવૃત્તિઓમાં વધારો કરો : શારીરિક પ્રવૃત્તિ રક્તવાહિનીઓની કામગીરીમાં સુધારો કરતી વખતે બળતરા અને બ્લડ પ્રેશર ઘટાડી શકે છે. જે શરીરને મગજમાં વધુ ઓક્સિજન પહોંચાડવામાં મદદ કરે છે, યાદશક્તિમાં સુધારો કરે છે અને ડિમેન્શિયાથી પ્રભાવિત અન્ય જ્ઞાનાત્મક કાર્યો (Reduce the risk of dementia) સુધારે છે. માર્ગદર્શિકાઓ સૂચવે છે કે પુખ્ત વયના લોકોએ વધુ શારીરિક પ્રવૃત્તિમાં જોડાવું જોઈએ, નિષ્ક્રિય રહેવાનો લાંબો ગાળો (જેમ કે ટીવી જોવું) છોડી દેવો નાખવું જોઈએ અને તેમની દિનચર્યામાં કેટલીક પ્રતિકારક કસરતોનો સમાવેશ કરવો જોઈએ. લાંબા ગાળાની કસરતની આદતો કેળવવાની ગુરુચાવી એ છે કે તમે માણી શકો તેવી શારીરિક પ્રવૃત્તિઓ પસંદ કરો અને ધીમે ધીમે એ પ્રવૃત્તિમાં વધારો કરો. કોઈપણ એવી પ્રવૃત્તિ જે હૃદયના ધબકારા વધારે છે તેને શારીરિક પ્રવૃત્તિ તરીકે વર્ગીકૃત કરી શકાય છે, જેમાં બાગકામ, ચાલવું અને ઘરના કામકાજ પણ શામેલ છે.
5. ધૂમ્રપાન છોડો : ધૂમ્રપાન ન કરનારાઓ કરતાં ધૂમ્રપાન કરનારાઓને ડિમેન્શિયા થવાની સંભાવના 60 ટકા વધુ હોય છે. તેંનું કારણ એ છે કે ધૂમ્રપાન બળતરા અને ઓક્સિડેટીવ તણાવમાં વધારો કરે છે. આ આપણી રક્તવાહિનીઓની રચના અને કાર્યને નુકસાન પહોંચાડે છે. ધૂમ્રપાન છોડવાથી આ અસરો ઉલટાવી (Reduce the risk of dementia) શકાય છે. વાસ્તવમાં ધૂમ્રપાન છોડનારાઓમાં ધૂમ્રપાન કરનારાઓ કરતાં જ્ઞાનાત્મક ઘટાડા અને ડિમેન્શિયાનું જોખમ નોંધપાત્ર રીતે ઓછું થાય છે, આ એ લોકોની સમાન છે જેમણે ક્યારેય ધૂમ્રપાન કર્યું નથી.
આ પણ વાંચોઃ Research on Household work and memory : ઘરના કામો જાતે કરો છો? યાદશક્તિ સતેજ થાય છે
બહુ મોડું તો નથી થઈ ગયું ને?
તમારી દિનચર્યામાં આ ફેરફારો કરવાનું શરૂ કરવામાં ક્યારેય વહેલું કે મોડું હોતુંં નથી. આધેડ વયમાં મેદસ્વિતા અને હાઈબ્લડ પ્રેશર એ ડિમેન્શિયા માટેના મુખ્ય જોખમી પરિબળો છે. જ્યારે ડાયાબિટીસ, શારીરિક નિષ્ક્રિયતા અને ધૂમ્રપાન વૃદ્ધાવસ્થામાં તેનું કારણ બની જાય છે. નાની ઉંમરે નિયમિત શારીરિક પ્રવૃત્તિ બ્લડપ્રેશર ઘટાડી શકે છે અને ડાયાબિટીસનું જોખમ ઘટાડી શકે છે. ધૂમ્રપાન છોડવાની જેમ જીવનના કોઈપણ તબક્કે જીવનશૈલીમાં ફેરફાર બળતરા ઘટાડી શકે છે અને આપને માટે ડિમેન્શિયાના જોખમને (Reduce the risk of dementia) બદલી શકે છે.