ETV Bharat / sukhibhava

Male Fertility HealthProblems: બાળકનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો આરોગ્ય ઉપર વધુ ધ્યાન આપે પુરુષ! - માનસિક સ્વાસ્થ્યની પુરુષની પ્રજનન ક્ષમતા પર અસર

પુરુષોના પ્રજનન સ્વાસ્થ્યમાં સમસ્યા (Problems in Male Fertility Health) માટે બેઠાડુ જીવન અને તણાવપૂર્ણ જીવનશૈલી તથા આહારમાં અનુશાસનહીનની સાથે જ અન્ય અનેક કારણો પણ જવાબદાર માનવામાં આવી (Effects on fertility due to lifestyle and stress) શકે છે, પરંતુ કેટલીક વાતોને ધ્યાનમાં રાખી પુરુષ પોતાની માનસિક (The effect of mental health on male fertility) અને શારીરિક સ્વાસ્થ્યની સાથે જ પોતાની પ્રજનન ક્ષમતાને પણ સારી રાખી શકે છે. ખાસ કરીને તેવા પુરુષો જે નજીકના ભવિષ્યમાં પિતા બનવાની તૈયારી કરી રહ્યા છે. તેમને પોતાના સ્વાસ્થ્ય અંગે વધુ સાવધ રહેવાની (BE MORE CAUTIOUS ABOUT THEIR HEALTH) આવશ્યકતા છે.

બાળકનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો આરોગ્ય ઉપર વધુ ધ્યાન આપે પુરુષ!

author img

By

Published : Dec 13, 2021, 12:23 PM IST

  • ગર્ભાવસ્થામાં વિલંબ માટે માત્ર મહિલાઓને દોષ આપવો ખોટો
  • કેટલીક વાતોને ધ્યાનમાં રાખી પુરુષ પ્રજનન ક્ષમતાને સારી રાખી શકે છે
  • નજીકના ભવિષ્યમાં પિતા બનવાની તૈયારી કરતા પુરુષોએ સાવધ રહેવાની આવશ્યકતા

ન્યૂઝ ડેસ્કઃ ગર્ભાવસ્થામાં વિલંબ માટે માત્ર મહિલાઓને દોષ આપવો એ ખોટું છે. સ્ત્રીની સગર્ભાવસ્થામાં વિલંબ અથવા ગર્ભ ધારણ કરવામાં નિષ્ફળતા માટે પુરૂષો પણ જવાબદાર (Men are responsible for the failure to conceive) હોઈ શકે છે. પુરૂષના પ્રજનન સ્વાસ્થ્ય સાથેની સમસ્યાઓ, ખાસ કરીને તેના શુક્રાણુઓની સંખ્યા અથવા ગુણવત્તામાં ઘટાડો, સ્ત્રીઓ માટે વિલંબ અથવા સમસ્યાઓનું કારણ બની શકે છે. હકીકતમાં સ્ત્રીઓ ત્યારે જ ગર્ભ ધારણ કરી શકે છે. જ્યારે પુરૂષોના શુક્રાણુને સ્ત્રીઓના અંડપિંડ સાથે ફલિત કરવામાં આવે છે, પરંતુ જો પુરૂષના શુક્રાણુની ગુણવત્તા નબળી હોય અથવા તેની સંખ્યામાં ઘટાડો થતો હોય તો મહિલાઓ માટે સામાન્ય રીતે ગર્ભ ધારણ કરવો શક્ય નથી અથવા બહુ મુશ્કેલ નથી. માત્ર શારીરિક રોગો જ નહીં, પરંતુ જીવનશૈલીના અન્ય ઘણા પરિબળો પણ પુરૂષ પ્રજનન સ્વાસ્થ્યની સમસ્યાઓ (Effects on fertility due to lifestyle and stress) માટે જવાબદાર હોઈ શકે છે.

પુરુષોએ દિનચર્યા અને આહર પ્રત્યે સભાન રહેવાની જરૂર

બેંગલુરુના એન્ડ્રોલોજિસ્ટ ડૉ. શેખર કે. રાવે આ અંગે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં પ્રજનન સ્વાસ્થ્યની સમસ્યાઓ (Problems in Male Fertility Health), ખાસ કરીને શુક્રાણુ સંબંધિત સમસ્યાઓ પુરુષોમાં એકદમ સામાન્ય બની ગઈ છે, જેના માટે તેમનું બેઠાડુ જીવન, તેમનું વર્ક કલ્ચર અને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે બહુ સભાન ન રહેવાની ટેવ પણ જવાબદાર ગણી શકાય. આવી સ્થિતિમાં નજીકના ભવિષ્યમાં પિતા બનવાની તૈયારી કરી રહેલા પુરુષો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે, તેઓ સ્વાસ્થ્યપ્રદ આદતો અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવે અને તેમની દિનચર્યા અને આહાર પ્રત્યે સભાન રહે.

સ્પર્મમાં સમસ્યાના કારણ

હાલમાં, તમામ પ્રકારની સરકારી અને ખાનગી નોકરીઓમાં મોટા ભાગના કામ કરવા નિયત સમયગાળો અનુસરવામાં આવતો નથી. આ ઉપરાંત કાર્યસ્થળ પર વધેલી હરિફાઈ અને અન્ય કારણોને લીધે ઉત્પન્ન થતો તણાવ વ્યક્તિના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય તેમ જ તેના પ્રજનન સ્વાસ્થ્યને અસર કરે છે.

પુરુષોની સમસ્યામાં થયો છે વધારો

ડો. શેખરે વધુમાં ઉમેર્યું હતું કે, વર્તમાન સમયમાં મોટા ભાગના લોકો માટે ખોરાક ખાવાનો અને ઊંઘનો સમયગાળો નિશ્ચિત નથી હોતો. બીજી તરફ સમયના અભાવના કારણે મોટી સંખ્યામાં પુરુષો પણ કસરતથી દૂર રહે છે. પરિણામે આહાર, દિનચર્યા અને જીવનશૈલીમાં અસંતુલનના કારણે ઘણા પ્રકારના માનસિક અને સમસ્યાઓના લક્ષણો જેમ કે, કોલેસ્ટ્રોલ, સ્થૂળતા, ડાયાબિટીસ અને હૃદય રોગ લોકોમાં ખૂબ વહેલા દેખાવા લાગે છે, જે પુરુષોના પ્રજનન સ્વાસ્થ્ય પર પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અસર કરે છે અને તેમના શુક્રાણુઓની સંખ્યા અને ગુણવત્તાને પણ અસર કરે છે. આ જ કારણ છે કે, વર્તમાન સમયમાં મોટી સંખ્યામાં પુરૂષો વંધ્યત્વ અને તેનાથી સંબંધિત ઘણી સમસ્યાઓ જોવા લાગ્યા છે.

સૌથી પહેલા જીવનશૈલી સુધારવાની જરૂર

ડો. શેખરે જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ બાળક માટે પ્લાનિંગ કરી રહી હોય તો તે ખૂબ જ જરૂરી છે કે, સૌથી પહેલાં તેણે પોતાની જીવનશૈલીમાં સુધારો કરવો (Effects on fertility due to lifestyle and stress) જોઈએ. પુરૂષોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને (The effect of mental health on male fertility)જાળવવા યોગ્ય સમયે સંતુલિત આહાર અને કસરત ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ સિવાય પુરૂષોના પ્રજનન સ્વાસ્થ્યને સુધારવા (Problems in Male Fertility Health) માટે કેટલીક અન્ય બાબતોનું ધ્યાન રાખી શકાય છે, જે નીચે મુજબ છે.

નિયમિત કસરત

ખાસ કરીને કસરતની વાત કરીએ તો, જરૂરી નથી કે, વ્યક્તિ દરેક દિવસે કસરત કરે. સપ્તાહમાં ત્રણ કે ચાર દિવસ કોઈ પણ પ્રકારના યોગ કે કસરત ફક્ત શારીરિક જ નહીં, પરંતુ માનસિક સ્વાસ્થ્યને પણ ફાયદો પહોંચાડી શકે છે, જેની સકારાત્મક અસર પુરુષોના પ્રજનન સ્વાસ્થ્ય (Problems in Male Fertility Health) પર પણ પડી શકે છે.

સંતુલિત આહાર

આહાર શિસ્ત માત્ર પુરુષો માટે જ નહીં, પરંતુ દરેક માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. નિયમિત સમયે પોષણથી ભરપૂર પૌષ્ટિક અને સારી રીતે સંતુલિત આહાર શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ થાય તે પહેલા અટકે છે. આ ઉપરાંત શરીરની તમામ પ્રણાલીઓને પોષણ આપવા સિવાય તે તેમને સરળ રીતે કાર્ય કરવામાં પણ મદદ કરે છે. તો બીજી તરફ જંક ફૂડનું વધુ પડતું સેવન (Avoid junk food to increase fertility), સમયસર ખોરાક ન ખાવાની આદત અથવા હંમેશા મસાલેદાર મરચા, મસાલા અથવા વધુ તૈલી ખોરાક ખાવાથી પણ શરીરને નુકસાન થાય છે અને અનેક રોગો થાય છે.

માત્ર અસંતુલિત આહાર જ નહીં, પરંતુ ધૂમ્રપાન અથવા ડ્રગની આદત પણ લોકોમાં હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, સ્થૂળતા અને કોલેસ્ટ્રોલનું કારણ બની શકે છે. ચિંતાની વાત એ છે કે, માત્ર આ સમસ્યાઓ જ નહીં, પરંતુ કેટલીક વાર અમુક સમસ્યાઓ માટે આપવામાં આવતી દવાઓ પણ પુરુષોની પ્રજનન ક્ષમતાને અસર (Problems in Male Fertility Health) કરી શકે છે. એટલા માટે પુરૂષો તેમના જીવનમાં આહાર શિસ્ત અપનાવે તે ખૂબ જ જરૂરી છે.

તણાવથી બચો

ઓફિસમાં કામનું દબાણ ઓછું કરવું મોટા ભાગે શક્ય નથી હોતું, પરંતુ એ દબાણને કારણે ઊભી થતા તણાવ, ચિંતા અને ગભરામણ જેવી સમસ્યાઓને ઓછી કરવાના પ્રયાસો કરી શકાય છે. આ કાર્યમાં કસરતની સાથે સાથે મેડિટેશન પણ ખૂબ મદદરૂપ થઈ શકે છે. ડો. શેખરે વધુમાં સમજાવતા કહ્યું હતું કે, કેટલીક વાર શરીરમાં કોઈ જરૂરી પોષક તત્ત્વોની અછત પ્રજનન સ્વાસ્થ્યને પણ અસર (Problems in Male Fertility Health) કરી શકે છે. આથી જો કોઈ માણસ બાળકનું આયોજન કરે છે, પરંતુ તેમાં કુદરતી રીતે વિલંબ થાય છે તો તેણે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને તેના દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ.

આ પણ વાંચો- વેગનિઝમ એ જીવનશૈલીનો મુખ્ય ભાગ છે, સુંદરતાની કાળજી વેગન સ્કિન કેર રૂટીન વિશે જાણો...

આ પણ વાંચો- common health problems faced by women : હળવી સ્વાસ્થ્ય સમસ્યાઓને વણજોઇ કરવી મહિલાઓને પડી શકે છે ભારે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.