ETV Bharat / sukhibhava

Prevent Cancer : મોસંબીની છાલનો ગુણધર્મ કેન્સર સહિતની બીમારીઓથી બચાવી શકે, જોણો કેવી રીતે...

author img

By

Published : Jan 10, 2022, 1:16 PM IST

સાધારણ 'મોસંબી' અથવા મીઠું લીંબું (sweet lime benefits) કહીએ છીએ તે હવે કેન્સરથી બચવા (Mosambi peels can help prevent cancer) માટે વાપરી શકાય છે. IIT (BHU) ના સંશોધકો દાવો કરે છે કે 'મોસંબી' (Citrus limetta)ની છાલનો ઉપયોગ પાણીમાંથી ભારે ધાતુઓને દૂર કરવા અને કેન્સર અને અન્ય જીવલેણ બિમારીઓને રોકવા માટે કરી શકાય છે.

Prevent Cancer : મોંસબીના આ ગુણધર્મ બચાવશે

સ્કૂલ ઓફ બાયોકેમિકલ એન્જિનિયરિંગ, IIT (BHU) ના સંશોધકોએ પર્યાવરણને અનુકૂળ અને ખર્ચ બચાવતાં શોષકનું સંશ્લેષણ કર્યું છે. જેનાથી દૂષિત પાણી અને ગંદાપાણીમાંથી હેક્સાવેલેન્ટ ક્રોમિયમ જેવા ઝેરી હેવી મેટલ આયનોને દૂર કરી શકે છે.

આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત અહેવાલ

ડો. વિશાલ મિશ્રા, એસોસિયેટ પ્રોફેસર, સ્કૂલ ઓફ બાયોકેમિકલ એન્જિનિયરિંગ (IIT School of Biochemical Engineering ) અને તેમના વિદ્યાર્થી વીર સિંઘનો અભ્યાસ, કેવી રીતે મોસંબીની છાલ કેન્સરને રોકવામાં મદદ (Mosambi peels can help prevent cancer) કરી શકે છે, તે આંતરરાષ્ટ્રીય જર્નલ 'સેપરેશન સાયન્સ એન્ડ ટેકનોલોજી'માં પ્રકાશિત થઈ ચૂક્યો છે.

ઇકો-ફ્રેન્ડલી ઉત્પાદન

મિશ્રાએ જણાવ્યું હતું કે હેક્સાવેલેન્ટ ક્રોમિયમ મનુષ્યમાં કેન્સર, લિવર અને કિડની રોગ અને લિવરની ખરાબી અને ત્વચાની સમસ્યાઓ જેવી અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે જવાબદાર છે. "આ એક નવું ઇકો-ફ્રેન્ડલી ઉત્પાદન છે, જે સાઇટ્રસ લિમેટાના (મોસંબી) પીલ્સ બાયોમાસમાંથી સંશ્લેષિત છે. આ શોષક અન્ય પરંપરાગત પદ્ધતિઓની તુલનામાં ગંદાપાણીમાંથી હેક્સાવેલેન્ટ ક્રોમિયમને દૂર કરવા માટે ખૂબ અસરકારક છે અને હેક્સાવેલેન્ટ ક્રોમિયમને જલીય દ્રાવણમાંથી અલગ (Mosambi peels can help prevent cancer) કરવામાં ઓછો સમય લે છે. "

ગંદા તત્વો અને પાણીને જુદાં કરી શકે છે

વીર સિંહના જણાવ્યા અનુસાર આ શોષકને ધાતુ દૂર કરવાની પ્રક્રિયા પછી જલીય માધ્યમથી સરળતાથી અલગ કરી શકાય છે. સંશોધકોએ કૃત્રિમ સિમ્યુલેટેડ ગંદાપાણીમાં આ શોષકની હેક્સાવેલેન્ટ ક્રોમિયમ દૂર કરવાની ક્ષમતાનું પરીક્ષણ કર્યું છે અને તેના સંતોષકારક પરિણામો (Mosambi peels can help prevent cancer) મળ્યા છે. આ શોષકની ભારે ધાતુ દૂર કરવાની કાર્યક્ષમતા અન્ય ભારે ધાતુના આયનો માટે પણ ચકાસવામાં આવી હતી, જેમ કે લીડ, કોપર અને કેડમિયમ, અને આ શોષકની ભારે ધાતુ દૂર કરવાની કાર્યક્ષમતા જોવા મળી હતી. ભારે ધાતુઓમાં કાર્સિનોજેનિક ગુણધર્મો હોય છે જે તમામ પ્રકારના કેન્સરનું કારણ બને છે. પ્રક્રિયા સમજાવતા તેમણે કહ્યું, "અમે મોસંબીની છાલ એકઠી કરીએ છીએ, તેને સૂકવીએ છીએ, તેને ગ્રાન્યુલ્સ બનાવીએ છીએ અને પછી તેને બાયોપોલિમર ચિટોસન વડે સુધારીએ છીએ. આ પછી છાલને પાણીમાં નાખવામાં આવે છે અને તે ભારે ધાતુઓને અલગ કરવાનું શરૂ કરે છે."

આ પણ વાંચોઃ black raisins benefits: જો તમે રોજ કાળી કિશમિશનું સેવન કરશો તો રહેશો તુંદુરસ્ત

પાણીજન્ય રોગો ઘણાં દેશોની સમસ્યા છે

તેમણે કહ્યું કે વિકાસશીલ દેશોમાં પાણીજન્ય રોગો મુખ્ય સમસ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, દર વર્ષે 3.4 મિલિયન લોકો, મોટાભાગે બાળકો, પાણી સંબંધિત રોગોથી મૃત્યુ પામે છે. યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (UNICEF) ના મૂલ્યાંકન મુજબ દરરોજ 4,000 બાળકો બેક્ટેરિયાથી દૂષિત પાણીના સેવનને કારણે મૃત્યુ પામે છે. ડબ્લ્યુએચઓ અહેવાલ આપે છે કે 2.6 બિલિયનથી વધુ લોકો માટે સ્વચ્છ પાણીનો અભાવ છે, જે વાર્ષિક આશરે 2.2 મિલિયન મૃત્યુ માટે જવાબદાર છે, આમાંથી 1.4 મિલિયન બાળકો છે.

મોટી સંખ્યામાં ભારતીય વસતી દૂષિત પાણી પીવે છે

પાણીની ગુણવત્તામાં સુધારો (Mosambi peels can help prevent cancer) કરવાથી વૈશ્વિક પાણીજન્ય રોગો ઘટાડી શકાય છે. હેક્સાવેલેન્ટ ક્રોમિયમ અને અન્ય હેવી મેટલ આયનોને કારણે કેન્સર એ વિશ્વભરમાં ગંભીર સમસ્યા છે. જળ સંસાધન મંત્રાલયના અહેવાલમાં જણાવાયું છે કે મોટી સંખ્યામાં ભારતીય વસતી ઝેરી ભારે ધાતુઓના ઘાતક સ્તર સાથેનું પાણી પીવે છે.

આ પણ વાંચોઃ પેટના દુખાવા તેમજ અપાચનને ન ગણવું સામાન્ય, થઇ શકે છે કેન્સર!

ક્લિનિકલ ટ્રાયલ ટૂંકસમયમાં શરુ થશે

આ સંશોધનના સામાજિક-આર્થિક પાસાં વિશે ડો. વિશાલ મિશ્રાએ જણાવ્યું હતું કે મોસંબીની છાલ ફળોના કચરા તરીકે સરળતાથી ઉપલબ્ધ છે. આમાંથી શોષક સંશ્લેષણ અને ચિટોસન એ કરકસરયુક્ત અને પર્યાવરણને અનુકૂળ પદ્ધતિ છે. એક પ્રશ્નના જવાબમાં મિશ્રાએ જણાવ્યું હતું કે સંશોધનમાં સફળ પરિણામો (Mosambi peels can help prevent cancer) જોવા મળ્યા છે અને તેઓ હવે તેને મોટાપાયે લઈ જવા અને તેને ઓછી કિંમતના ખર્ચવાળા બનાવવાની યોજના ધરાવે છે. તેમણે કહ્યું કે ક્લિનિકલ ટ્રાયલ ટૂંક સમયમાં જ લેબ સ્તરે શરૂ થશે અને પછી તેનું પ્રમાણ વધશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.