ETV Bharat / sukhibhava

વાંચન વિશેષ: જાણો મેદસ્વિતાના કારણો અને સારવાર વિશે

મેદસ્વિતા દુનિયાની સૌથી મોટી શારીરિક સ્વાસ્થ્યને લગતી બિમારીઓમાંની એક છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHOનું માનીએ તો મેદસ્વિતા અથવા વધુ વજનની સમસ્યાને લીધે દુનિયાભરમાં દર વર્ષે આશરે 2.8 મિલિયન લોકો પોતાનો જીવ ગુમાવે છે. આ સિવાય ડાયાબિટીસના લગભગ 44 ટકા કેસ, હ્રદયરોગના લગભગ 23 ટકા કેસ અને કેન્સર જેવી બિમારીઓના 7 થી લઇને 41 ટકા જેટલા કેસમાં બિમારીનું કારણ મેદસ્વિતા છે તેમ જોવા મળ્યું છે.

જાણો મેદસ્વિતાના કારણો અને સારવાર વિશે
જાણો મેદસ્વિતાના કારણો અને સારવાર વિશે
author img

By

Published : Dec 14, 2020, 5:28 PM IST

  • મેદસ્વિતા છે વિશ્વની ગંભીર બિમારીઓમાંથી એક
  • શું છે મેદસ્વિતાના કારણો અને સારવાર?

મેદસ્વિતા દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓમાંની એક છે. તેનાથી શરીરમાં પાચનક્રિયાની સમસ્યા, હ્રદયરોગ, હાઇ બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને ખરાબ લિપીડ પ્રોફાઇલ જેવી સમસ્યાઓ પેદા થાય છે. જે આપણા સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરે છે. સામાન્ય વજન ધરાવતા વ્યક્તિઓની સરખામણીમાં મેદસ્વી લોકોમાં આ બિમારીઓ થવાનું જોખમ વધુ જોવા મળે છે. વિશ્વભરમાં લોકોને આ બિમારી અંગે જાગૃત કરવાના હેતુથી દર વર્ષે 26 નવેમ્બરે 'એન્ટી ઑબેસિટી ડે' એટલે કે 'વિશ્વ મેદસ્વિતા દિવસ' ઉજવવામાં આવે છે. આ બિમારીનું જેટલું જોખમ વયસ્કોને છે તેટલું જ જોખમ બાળકોને પણ છે.

શારીરિક, માનસિક અને જાતીય સ્વાસ્થ્ય પર પણ અસર

મેદસ્વિતા આપણા શરીરને રોગનું ઘર તો બનાવે જ છે. તેની સાથે સાથે તે આપણા માનસિક સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર કરે છે. મેદસ્વિતા કોમોરબિડ બિમારીઓ સિવાય તમામ પ્રકારની બિમારીઓમાં જોખમ ઉભું કરે છે. જેથી વ્યક્તિના સ્વસ્થ થવાની ગતિ તો ઘટે જ છે, પરંતુ તેની સાથે માનસિક સ્વાસ્થ્ય પણ જોખમાય છે. સમાજમાં મેદસ્વિ વ્યક્તિઓ અન્ય લોકોની મજાકનો શિકાર બનતા તે માનસિક તણાવનો ભોગ બને છે.

મેદસ્વિતા વ્યક્તિના જાતીય જીવનને પણ પ્રભાવિત કરે છે. તેને લીધે શરીર અશક્ત થાય છે જેથી શારીરિક સંબંધોમાં રસ અને તે માટેની ક્ષમતા ઓછી થઇ જાય છે. મેદસ્વિતાનો ભોગ બનેલ વ્યક્તિ તેની શારીરિક સંરચનાને લીધે હીનભાવનાથી પણ પીડાય છે.

મેદસ્વિતાના કારણો

સ્વસ્થ જીવનશૈલીનો અભાવ

આનુવાંશિકતા

ખાવા-પીવામાં સમયપાલનનો અભાવ

અસ્વસ્થ આદતો

આળસુ જીવનશૈલી

પૂરતી ઉંઘનો અભાવ

ભાવનાત્મક તણાવ

દવાઓ

સ્વાસ્થ્યને લગતી અન્ય સમસ્યાઓ હોવી

ગર્ભાવસ્થા

મેદસ્વિતાથી કેવીરીતે બચી શકાય?

ફક્ત મેદસ્વિતા જ નહિ પરંતુ કોઇપણ પ્રકારની બિમારીઓથી બચવા માટે એ જરૂરી છે કે આપણી ખાનપાનની આદતો સ્વસ્થ હોય. આથી સમય પર ભોજન કરવું જોઇએ અને પૌષ્ટિક ખોરાક ખાવો જોઇએ. એકસાથે વધુ પણ ન ખાઇ લેવું કારણકે એવી કહેવત છે કે સ્વસ્થ શરીર માટે પેટ ભરીને ખાઓ, મન ભરીને નહિ. સ્વાદના સક્કરમાં સ્વાસ્થ્યની અવગણના ભારે પડી શકે છે.

નિયમિત વ્યાયામ જરૂરી

યોગ, એરોબિક્સ, કોઇપણ એવી રમત જેમાં ભાગવું કે દોડવું પડે તેમ હોય, જીમ, વ્યાયામનો કોઇપણ પ્રકારનો રોજિંદી દિનચર્યામાં સમાવેશ થવો જોઇએ. વ્યાયામ ફક્ત મન માટે જ નહિં, તન માટે પણ એટલું જ જરૂરી છે. દિવસમાં ઓછામાં ઓછું 30 થી 45 મિનિટ સુધી વ્યાયામ કરવો જોઇએ.

ગતિવાન દિનચર્યા

છેલ્લા કેટલાક મહિનાઓમાં કોરોનાને કારણે વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઇન શાળા અને ટ્યુશનના કલ્ચરે જીવનશૈલી પર સૌથી વધુ અમારી અસર કરી છે. આ નવી ગોઠવણોને કારણે બાળકો તેમજ વયસ્કોનો મોટાભાગનો સમય કોમ્પ્યુટર સામે બેસીને નીકળતો હતો જેના પરિણામે આપણી જીવનશૈલી ખૂબ જ નિષ્ક્રીય બની ગઈ. આથી, આ સમયગાળા દરમિયાન, બાળકો અને પુખ્ત વયના લોકોમાં મોટા પ્રમાણમાં મેદસ્વીપણા અને તેને લગતી સમસ્યાઓ જોવા મળી. આવી પરિસ્થિતિને ટાળવા માટે જરૂરી છે કે આપણું શરીર પ્રગતિમય રહે. ઓનલાઇન કામગીરી કરતા લોકો પણ વચ્ચે બ્રેક લેતા રહી ચાલવાની પ્રવૃત્તિઓ કરી શકે.

તાણમુક્ત રહો અને સારી નિંદ્રા મેળવો

અતિશય તણાવ અને હતાશા પણ સ્થૂળતાની સમસ્યામાં વધારો કરે છે. આથી ધ્યાન કરો, સારી નિંદ્રા લો અને તમારા મગજને હળવા રાખવાનો પ્રયાસ કરો. જો તમે કોઈ પ્રકારના ભાવનાત્મક સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યા હોવ, તો પણ તાણનો ભોગ બન્યા વિના બહારનું અથવા બિન આરોગ્યપ્રદ આહારની ટેવને ટાળો, માત્ર તાણથી નહીં, કોઈપણ પ્રકારની શારીરિક અને માનસિક સમસ્યાથી બચવું મહત્વપૂર્ણ છે. પુષ્કળ ઉંઘ મેળવો. સારી ઉંઘ વડે આપણી તમામ સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.