ન્યુઝ ડેસ્ક: ડોકટરો અને ચિકિત્સકોનું સન્માન કરવા અને ચોવીસ કલાક નિઃસ્વાર્થપણે લોકોની સેવા કરનારા તબીબી વ્યાવસાયિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા દર વર્ષે 1 જુલાઈએ ભારતમાં રાષ્ટ્રીય ડૉક્ટર દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ડૉ બિધાનચંદ્ર રોયની જન્મ અને મૃત્યુ જયંતિને પણ ચિહ્નિત કરે છે, જેઓ જાણીતા ડૉક્ટર, સ્વાતંત્ર્ય સેનાની અને પશ્ચિમ બંગાળના બીજા મુખ્ય પ્રધાન પણ હતા.
આ પણ વાંચો: શું છે ડ્રાય શેમ્પૂ અને ક્યા છે તેના ફાયદા-ગેરફાયદા ?
ભારતરત્નથી પણ નવાજવામાં આવ્યા: ડૉ. બિધાનને 1961માં ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી પણ નવાજવામાં આવ્યા હતા. ડૉ. બિધાને સમાજના કલ્યાણ માટે ખૂબ જ યોગદાન આપ્યું હતું અને ભારતમાં ઘણી તબીબી સંસ્થાઓ, ખાસ કરીને મેડિકલ કાઉન્સિલ ઑફ ઈન્ડિયા (Medical Council of India) અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (Indian Medical Association)ની સ્થાપના કરવામાં મદદ કરી હતી. આ દિવસ દેશ માટે તેમના યોગદાનને યાદ કરે છે.
આજના દિવસની થીમ: 1991માં ભારત સરકાર દ્વારા દર વર્ષે 1 જુલાઈએ ડોક્ટર્સ ડેની સ્થાપના કરવામાં આવી હતી અને તેની ઉજવણી કરવામાં આવી હતી. માત્ર ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં ડૉક્ટર્સ ડે ઉજવવામાં આવે છે, જો કે, તારીખો અલગ-અલગ છે. આ વર્ષે, આપણા દેશમાં આ દિવસની થીમ ''ફેમિલી ડોકટર્સ ઇન ધ ફ્રન્ટ લાઇન'' (Family Doctors in the Front Line) સાથે ઉજવવામાં આવી રહી છે. ડૉક્ટરો 'ઉમદા વ્યવસાય' કરવા માટે જાણીતા છે, જેમાં તેઓ સમાજની સેવા કરવા અને જીવન બચાવવા માટે અસંખ્ય બલિદાન આપે છે. પરંતુ આપણે તેમની કેટલી કિંમત કરીએ છીએ? આ વર્ષની થીમ એ પર જ ભાર મૂકે છે.
આ પણ વાંચો: જાણો ભારતમાં ગર્ભપાતના કાયદા, પ્રક્રિયા અને આડ અસરો...
બીજી વેવમાં 730 ડોકટરો ગુમાવ્યા: જો આપણે દવાના ક્ષેત્રે થયેલી પ્રગતિની વાત કરીએ તો ભારત ઘણું આગળ વઘ્યું છે અને ટેકનોલોજીની રીતે પણ આગળ વધ્યું છે. જો કે, આપણા દેશમાં રોગો અને આરોગ્યની સ્થિતિમાં અનિવાર્ય વધારા સાથે, ડોકટરોની જરૂરિયાત સતત વધી રહી છે. છેલ્લા બે વર્ષોને ધ્યાનમાં લેતા, જ્યારે વિશ્વ COVID-19 રોગચાળાથી ત્રાટકી ગયું હતું અને ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં અચાનક તેજી આવી હતી, ત્યારે ડોકટરોએ પોતાને જોખમમાં મૂકીને લાખો લોકોના જીવન બચાવવા માટે અવિરત કામ કર્યું હતું. ડોકટરો ઘાતક વાયરસના ખૂબ જ સંપર્કમાં આવ્યા હતા અને ઘણા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો. IMA (Indian Medical Association)સાથે સંકળાયેલા એક ડોક્ટરે જણાવ્યું હતું કે,ગયા વર્ષે સમગ્ર ભારતમાં 748 ડોકટરોનો કોવિડ-19નો ભોગ બન્યા હતા, જ્યારે વર્તમાનમાં બીજી વેવમાં, ટૂંકા ગાળામાં અમે 730 ડોકટરો ગુમાવ્યા છે.
તેથી, આ દિવસ આપણને તેમનો આભાર માનવાની અને તેમના વ્યવસાયને મૂલ્યવાન કરવાની તક આપે છે. ઉપરાંત, આ દિવસે જાગૃતિ લાવવા અને વ્યાવસાયિકોનું સન્માન કરવા માટે મફત તબીબી તપાસ અને આરોગ્ય શિબિર મૂકવામાં આવે છે.