ધાર્મિક માન્યતા અનુસાર મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ઉત્તરાયણમાં જાય છે. આ તહેવાર દેશના વિવિધ ભાગોમાં ઉજવવામાં આવે છે. સંક્રાંતિનો તહેવાર તમિલનાડુમાં પોંગલ, કેરળમાં મકર વિલક્કુ, કર્ણાટકમાં 'ઈલુ બિરોધુ', ગુજરાતમાં ઉત્તરાયણ, પંજાબમાં માઘી અને લોહરી, બિહારમાં તિલ સંક્રાંતિ અથવા દહી ચૂડા, ઉત્તર ભારતમાં મકર સંક્રાંતિ અને આસામમાં માઘ બિહુ અથવા ભોગલી બિહૂ તરીકે (Makarsankranti Special 2022) ઉજવવામાં આવે છે.
શરીરને ગરમી આપતી વસ્તુઓનો ઉપયોગ
આંધ્રપ્રદેશમાં પણ આ તહેવાર ત્રણ દિવસ સુધી ઉજવવામાં આવે છે. પરંતુ રાજ્ય ગમે તે હોય આ તહેવાર પર તૈયાર કરવામાં આવતા આહારમાં તલ, ગોળ, કઠોળ, ચોખા અને ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. જે શિયાળાની ઋતુમાં શરીરને ગરમી તો આપે જ છે સાથેસાથે સ્વાસ્થ્યને અન્ય અનેક ફાયદાઓ (healthy foods) પણ આપે છે.
આ દિવસે ખવાતા ખાદ્યપદાર્થોના પોષક તત્વો અને ફાયદા
પોષણ વિશેષજ્ઞ ડૉ. દિવ્યા શર્મા જણાવે છે કે મકરસંક્રાંતિના તહેવાર (Makarsankranti Special 2022) પર દેશના મોટાભાગના ભાગોમાં શિયાળો જામેલો હોય છે. આવી સ્થિતિમાં આ તહેવાર પર તૈયાર કરવામાં આવેલો અને ખાવામાં આવેલો ખોરાક માત્ર શરીરને કુદરતી ગરમી જ નથી પ્રદાન કરતો, તે શરીર પર હવામાનની અસરો જેવા ચેપનું જોખમ, આળસ અને ઊર્જાનો અભાવ વગેરેે પણ ઘટાડે છે. અમારા નિષ્ણાતોના મતે મકરસંક્રાંતિના તહેવાર પર ખાવામાં આવતી ખાદ્યપદાર્થોના પોષક તત્વો અને ફાયદા (healthy foods)નીચે મુજબ છે.
તલ
ડૉ. દિવ્યા શર્મા જણાવે છે કે તલમાં ડાયેટરી પ્રોટીન અને એમિનો એસિડ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે હાડકાં અને સ્નાયુઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેની અસર ગરમ છે અને તેમાં સેસમીન નામનું એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે. આ સિવાય તલમાં ફાઈબર, મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયર્ન, ઝિંક, સેલેનિયમ, બી કોમ્પ્લેક્સ સહિત ઘણાં પોષક તત્વો (health benefits of sesame) જોવા મળે છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ પણ હોય છે. તલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તે શરીરમાં સારા કોલેસ્ટ્રોલની માત્રામાં વધારો કરે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. જેનાથી હૃદયની બીમારીઓનું જોખમ ઓછું થાય છે. આ સિવાય તલને ભૂખ વધારવાનો ખોરાક પણ માનવામાં આવે છે. તલ બે પ્રકારના હોય છે, સફેદ અને કાળા, બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને ગોળ સાથે તલનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે.
ગોળ
ગોળને સ્વાસ્થ્યનો ખજાનો માનવામાં આવે છે. ખાસ કરીને શિયાળામાં તેના સેવનથી શરીરને ઘણો ફાયદો થાય છે કારણ કે તેની અસર ખૂબ જ ગરમ હોય છે. ગોળમાં વિટામીન, આયર્ન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે શરીરને આંતરિક પોષણ આપવાની સાથે લોહીની ઉણપને પણ દૂર કરે છે. તે પાચનતંત્ર માટે પણ સારો છે અને ગળા અને ફેફસાના ચેપમાં પણ ફાયદો (healthy foods) કરે છે. જે શિયાળાની ઋતુમાં સામાન્ય છે. આ સિવાય ગોળમાં આવા મિનરલ્સ પણ જોવા મળે છે, જે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ (benefits of jaggery) અને મેટાબોલિઝમને મજબૂત બનાવે છે.
મગફળી
ગરમ તાસીરની મગફળી આ શિયાળાની ઋતુમાં શરીરને આંતરિક ગરમી તો આપે જ છે, તો તેમાં જોવા મળતા કુદરતી તેલ અને અન્ય પોષક તત્વો શરીરને પોષણ પ્રદાન કરે છે. મગફળીમાં વિટામીન, મિનરલ્સ, પોષક તત્વો અને એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે, જેના કારણે શરીરને એનર્જી મળે છે. તેમાં વિટામિન બી કોમ્પ્લેક્સ, નિયાસીન, રિબોફ્લેવિન, થાઈમીન, વિટામિન બી6, વિટામિન બી9 અને પેન્ટોથેનિક એસિડ હોય છે. મગફળીના સેવનથી કબજિયાત સહિત પાચન સંબંધી અન્ય સમસ્યાઓમાં પણ રાહત મળે છે. તેનું સેવન મહિલાઓ માટે પણ સારું માનવામાં આવે છે, કારણ કે તે પ્રજનન ક્ષમતામાં સુધારો કરવામાં મદદ કરે છે. ગોળ સાથે મગફળીનું સેવન કરવાથી તેનું પોષણ (healthy foods) બમણું થાય છે.
આ પણ વાંચોઃ Foods That Help In Weight Loss : વજન ઘટાડવામાં લાભદાયી બની શકે રાઈનો ઉપયોગ
ખીચડી-ખીચડો
મકરસંક્રાંતિએ (Makarsankranti Special 2022) વિવિધ દાળની ખીચડી-મગની દાળ અડદની દાળની ખીચડી બને છે. ગુજરાતમાં ખીચડો બનાવવાનો રિવાજ છે જેમાં આખા અનાજ અને કઠોળ વાપરવામાં આવે છે. તો દાળો, ચોખા અને શાકભાજી ઉમેરીને બનાવાયેલી ખીડચીમાં પ્રોટીન વસા આયર્ન, ફોલિક એસિડ, વિટામિન્સ, મિનરલ્સ અને ફાઈબર ભરપૂર માત્રામાં મળી આવે છે, જે પાચનતંત્રને સ્વસ્થ રાખવાની સાથે સાથે શરીરને પોષણ (healthy foods) પણ આપે છે. તે પૌષ્ટિક અને સુપાચ્ય છે અને પેટ માટે ફાયદાકારક છે. તેમાં ઘી નાખવાથી એનર્જી મળે છે સાથે જ સાંધાના દુખાવામાં આરામ મળે છે.
ઘી
સંક્રાંતિના (Makarsankranti Special 2022) દિવસે મોટાભાગના લોકો ઘીમાં બનેલી વાનગીઓ, ખાસ કરીને ખીચડી, લાડુ અને મીઠાઈઓનું સેવન કરે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ઘી અથવા તેલ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. પરંતુ સંતુલિત માત્રામાં ઘીનો ઉપયોગ હંમેશા શરીરને લાભ (healthy foods) આપે છે. હકીકતમાં ઘી એ વિટામિન A, D ના મુખ્ય સ્ત્રોતોમાંથી એક છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ અને ચયાપચયને સુધારવામાં મદદ કરે છે.
ખજૂર
સંક્રાન્તિ પર (Makarsankranti Special 2022) બનતી મીઠાઈઓમાં ખજૂરનો પણ ઘણો ઉપયોગ થાય છે. ખજૂર પોટેશિયમનો એક ખાસ સ્ત્રોત છે જે શરીરના બ્લડપ્રેશરને જાળવવામાં મદદ કરે છે. તેમજ શરીરને એનર્જી અને વધારાની શક્તિ પ્રદાન કરે છે. આ સિવાય તેના એન્ટીઓક્સીડેન્ટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ વગેરે પોષક તત્વો હાડકાંને મજબૂત બનાવવામાં (healthy foods) મદદ કરે છે.
આ પણ વાંચોઃ Prevent Cancer : મોસંબીની છાલનો ગુણધર્મ કેન્સર સહિતની બીમારીઓથી બચાવી શકે, જોણો કેવી રીતે...