હૈદરાબાદ: દર વર્ષે તારીખ 25 નવેમ્બરના (november 25 special day) રોજ સમગ્ર વિશ્વમાં ઈન્ટરનેશનલ મીટલેસ ડે (International Meatless Day) ઉજવવામાં આવે છે. તેને આંતરરાષ્ટ્રીય શાકાહારી દિવસ પણ કહેવામાં આવે છે. આ દિવસ માંસાહારનો ત્યાગ કરવા, શાકાહારી ખોરાક અપનાવવા અને પ્રાણીઓ અને પક્ષીઓ પ્રત્યે દયાળુ બનવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ સાધુ ટી.એલ. વાસવાણીના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે.
પશુ અધિકાર દિવસ: તેઓ એક મહાન ભારતીય શિક્ષણશાસ્ત્રી હતા અને તેમણે ભારતીય શિક્ષણ પ્રણાલીને સુધારવા માટે મીરા ચળવળ શરૂ કરી હતી. તેમણે હૈદરાબાદમાં સેન્ટ મીરા સ્કૂલની સ્થાપના કરી. ઇન્ટરનેશનલ મીટલેસ ડે (આંતરરાષ્ટ્રીય માંસ રહિત દિવસ) અભિયાન વર્ષ 1986માં સંત વાસવાણી મિશન દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. સાધુ વાસવાણી મિશન માનવ સમાજની સેવા કરવાના આધ્યાત્મિક ઉદ્દેશ્ય સાથે એક સામાજિક સેવા સંસ્થા છે. એ જ રીતે એનિમલ રાઈટ્સ ગ્રુપ માટે પણ આ દિવસ મહત્વનો છે. કારણ કે, આ દિવસને પશુ અધિકાર દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.
ઇતિહાસ: વર્ષ 1986 માં સંત વાસવાણીના જન્મદિવસ નિમિત્તે તારીખ 25 નવેમ્બરને આંતરરાષ્ટ્રીય મીટલેસ ડે તરીકે જાહેર કરવામાં આવ્યો. તેમણે રાજ્યના તમામ નાગરિકોને શાકાહારી આહાર અપનાવવા અનુરોધ કર્યો હતો. મિશનની શરૂઆતમાં વાસવાણીને ખૂબ જ સહયોગ મળ્યો હતો. આ ઉપરાંતે તેમના મિશનને મોટી સફળતા મેળી હતી.
માંસની દુકાન બંધ કરાવી: બધા લોકોએ તેમની સલાહ લીધી અને પ્રાણીઓના રક્ષણ માટે સ્વૈચ્છિક સંસ્થાની રચના કરી હતી. તેમણે લોકોને શીખવ્યું કે, દરેક મનુષ્ય અને પ્રાણી સમાન છે. ઘણા લોકો તેમના સંદેશથી પ્રભાવિત થયા અને માંસ આહારને નકારી કાઢ્યો હતો. સૌથી મોટી વાત એ છે કે, આપણા દેશની ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને કર્ણાટક સરકારોએ તારીખ 25 નવેમ્બરે તમામ માંસની દુકાનો બંધ રાખવાની સૂચના જારી કરી છે.
મીરા ચળવળ: તારીખ 25 નવેમ્બર 1879 ના રોજ હૈદરાબાદ સિંધમાં જન્મેલા સંત વાસવાણી એક સમકાલીન સંત છે. જેમણે તેમની કારકિર્દીની શરૂઆત શૈક્ષણિક ક્ષેત્રે કરી હતી અને પછીથી તેઓ શિક્ષક બન્યા હતા. તેમણે મહિલાઓને સશક્તિકરણ અને શિક્ષિત કરવા માટે મીરા ચળવળ શરૂ કરી. હવે સાધુ વાસવાણી મિશન તરીકે ઓળખાય છે. એક બિન સાંપ્રદાયિક, બિન લાભકારી સંસ્થા છે. જે તમામ ધર્મોની એકતામાં માને છે અને તમામ ધર્મોના મહાન લોકોનું સન્માન કરે છે.
વાસવાણીની જન્મજયંતિ: વર્ષ 1966માં સંત વાસવાણીનું અવસાન થયું હતુ. પરંતુ સંત વાસવાણી મિશનના ભૂતપૂર્વ આધ્યાત્મિક વડા દાદા જેપી વાસવાણી દ્વારા વર્ષ 1986માં સંત વાસવાણીની જન્મજયંતિ તારીખ 25 નવેમ્બરના રોજ ઈન્ટરનેશનલ મીટલેસ ડે મનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. ત્યારથી આ દિવસ ઉજવવામાં આવે છે.