ધ ન્યુ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડીસીનમાં પ્રસીદ્ધ થયેલા અહેવાલ પ્રમાણે ખાંડ અને ગળપણ વાળા પીણાઓનું વધુ માત્રામાં સેવન વજન વધારવા માટે કારણભૂત બને છે અને તેનાથી ડાયાબીટીસ થઈ શકે છે. જે એક મીઠા ઝેર સીવાય કશુ નથી તેવા આ વાયુયુક્ત પીણાના વપરાશના પરીણામે દાંતની સમસ્યાઓ, મેદસ્વીતા, ડીહાયડ્રેશન અને નબળા હાડકા સબંધીત બીમારીઓ થાય છે જેના પરીણામે કામવાસનાની કમી વર્તાય છે.
શું શું ખાવુ જોઈએ ?
- લસણ
લસણ એ પ્રાચીન કાળથી તેના સ્વાસ્થ્યને લગતા લાભો માટે જાણીતુ છે અને જાતીય સમસ્યાને દુર કરવાની તેની ક્ષમતા માટે તે જાણીતુ છે. તેનો ઉપયોગ પુરૂષોની શક્તિમાં વધારો કરે છે. લસણ રક્તવાહિનીઓને શુદ્ધ કરે છે અને લોહી પાતળુ કરે છે જેના પરીણામે રક્તના પ્રવાહમાં વધારો થાય છે. લસણમાં રહેલુ એલીસીન શરીરના રક્તપરીભ્રમણને વેગ આપે છે જે જાતીય ઉત્તેજનામાં વધારો કરે છે. આ ઉપરાંત તેના ઔષધીય ગુણધર્મો શરીરને ઘણા પ્રકારના ચેપથી પણ સુરક્ષીત રાખે છે માટે પુરૂષ અને સ્ત્રી બંન્નેએ તેના નીયમીત આહારમાં લસણને સામેલ કરવુ જોઈએ.
- કેસર
જાતીય ઉત્તેજનાને વધારવા માટે કેસરનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવે છે. કેસર કુદરતી રીતે જ જાતીય ઉત્તેજનાને વધારનારા પદાર્થ તરીકે જાણીતુ છે. માટે સ્વસ્થ જાતીય જીવન માટે તેનો ઉપયોગ કરવો હિતાવહ છે. ભારતમાં ઘણી જગ્યાઓ પર લગ્ન બાદ તેમની પહેલી રાતે દંપતીને કેસર વાળુ દુધ આપવાની પરંપરા છે.
- એવોકાડો
વિદેશોમાં વધુ પ્રખ્યાત અને ભારતમાં પણ જેની આયાત થાય છે તેવા એવોકાડોમાં એવા ગુણધર્મો છે જે જાતીય ઉત્તેજનાઓને વધારવામાં મદદ કરે છે. એવોકાડો ફોલીક એસીડ અને પોટેશીયમથી ભરપુર છે જેનાથી શક્તિ અને તાકતમાં વધારો થાય છે.
- તરબૂચ
એવુ માનવામાં આવે છે કે તરબૂચના સેવનથી પણ જાતીય ઇચ્છાઓમાં વધારો થાય છે. તરબૂચમાં સીલુટીન નામનું એમીનો એસીડ હોય છે જે આપણા શરીરમાં પ્રવેશ કરે ત્યારે આર્જિનિન એમીનો એસીડમાં પરીવર્તીત થાય છે. તેના પરીણામે કે રક્તવહિનીઓને હળવી બનાવે છે અને જાતીય સુખની ઇચ્છાને મજબૂત કરે છે. તરબૂચ શરીરમાં એ જ રીતે કાર્ય કરે છે જે રીતે વાયગ્રા ઇરેક્ટાઇલ ડીસફંકશનને રોકવા માટે કાર્ય કરે છે.
- ચોકલેટ
ચોકલેટને હંમેશા રોમાન્સ સાથે જોડવામાં આવે છે અને માનવામાં આવે છે કે જાતીય સુખ માણતા પહેલા ચોકલેટ ખાવાથી જાતીય સુખની તીવ્રતામાં વધારો થાય છે. ચોકલેટનું સેવન સેરોટોનીન નામનું એક હોર્મોન ઉત્પન્ન કરે છે જેનાથી મુડમાં સુધારો થાય છે. તે તનાવને દુર કરે છે અને જાતીય સુખની ઉત્તેજનામાં વધારો કરે છે. આ ઉપરાંત તેમાં રહેલુ ફેનેલીથીલેમાઇન જાતીય સુખની તીવ્રતામાં વધારો કરે છે. નિષ્ણાંતો જણાવે છે કે સ્ત્રીઓ જ્યારે ચોકલેટ ખાય છે ત્યારે ઉત્પાદીત થતા એન્ડોર્ફિનની સંખ્યા ફોરપ્લે દરમીયાન ઉત્પન્ન થતા એન્ડોર્ફિન કરતા ચારગણી વધારે હોય છે.
- ઈંડા
નિયમીત ઈંડાનું સેવન કરવાથી જાતીય જીવન પર સકારાત્મક અસર પડે છે. ઈંડામાં રહેલા વીટામીન B5 અને B6 તનાવને ઘટાડવામાં મદદ કરે છે જેના કારણે જાતીય જીવનમાં ફાયદો થાય છે. પ્રોટીન ઉપરાંત ઈંડામાં અનેક પોષક તત્વો આવેલા છે જેનાથી શરીર સ્વસ્થ અને એનર્જેટીક બને છે.
- અન્ય ફળો
આ ઉપરાંત કેટલાક એવા ફળો પણ છે જે જાતીય જીવનની ગુણવત્તા સુધારવામાં મદદરૂપ થાય છે. સફરજન, કેળા, ચેરી, નાળીયેર, ખજૂર, અંજીર, દ્રાક્ષ, કેરી, પપૈયા, જમરૂખ, દાડમ અને રાસબરી જેવા ફળો એ માટે જાણીતા છે.
- અન્ય શાકભાજી
વધતી કામવાસના અને જાતીય સબંધો સાથે સબંધીત સંશોધનના પરીણામો જણાવે છે કે ગાજર, ડુંગળી, કાકડી, રીંગણ અને પાલખ જેવા તાજા શાકભાજી આરોગ્યને વધારે છે તેમજ જાતીય ઉત્તેજના વધારવાના તેના ગુણધર્મોને કારણે જાતીય જીવનમાં સુખાકારી માટે મદદરૂપ થાય છે.
- કાળા અડદ
કાળા અડદની દાળ જાતીય જીવન માટે સારી માનવામાં આવે છે. નિષ્ણાંતો માને છે કે દુધમાંથી બનાવેલી અડદ દાળની ખીર અથવા અડદ દાળના લાડુ ખાવાથી શક્તિમાં વધારો થાય છે અને જાતીય સમાગમ દરમીયાન ફાયદો થાય છે.
અન્ય ઉપચારો:
- દુધમાં પલાડેલી ખજૂર અને અંજીરથી જાતીય ઉત્તેજનામાં વધારો થાય છે.
- મગફળી અને પલાળેલા ચણા જાતીય જીવનને સુધારવા માટે જાણીતા છે.
- સુતા પહેલા ઓછી ખાંડ વાળા દુધ સાથે માખણ કે ઘી પણ ફાયદાકારક નીવડે છે.
- દુધ સાથે પાકેલા કેળા અને મલાઈ ખાવાથી પણ શક્તિમાં વધારો થાય છે.
- શું ન ખાવુ જોઈએ?
- ભારે, મસાલેદાર અને તળેલો ખોરાક આપણી પાચનશક્તિને અસર કરે છે માટે તે આપણા જાતીય જીવન માટે પણ નુકસાનકારક માનવામાં આવે છે.
- કેફિનયુક્ત પીણા અને ખોરાક પણ જાતીય જીવન પર નકારાત્મક અસર પહોંચાડે છે.
- MSGથી ભરપૂર એટલે કે મોનો-સોડીયમ ગ્લુટામેટ યુક્ત ખોરાકથી રક્તવાહીનીઓની સમસ્યા થાય છે અને હતાશા આવી શકે છે જે જાતીય સુખની ઇચ્છાને ઓછી કરે છે.
- આલ્કોહોલ અને ડ્રગ્સનું સેવન સેક્સ હોર્મોન્સને અસર કરે છે અને સેક્સ પાવરને ઘટાડે છે. કેટલાક સંશોધનો બાદ એ સાબીત પણ થયુ છે કે જે પુરૂષ વધારે પ્રમાણમાં આલ્કોહોલનું સેવન કરે છે તેમનામાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર નીચુ હોય છે જે જાતીય જીવનને અસર કરે છે.
- સેક્સ પહેલા માંસ અને માખણ જેવી ચરબી વાળી વસ્તુઓ ન ખાવી જોઈએ કારણ કે તેનાથી શરીરમાં લોહીનું પરીભ્રમણ ધીમુ થાય છે અને જાતીય ઇચ્છામાં ઘટાડો થાય છે.