ETV Bharat / sukhibhava

Gardening Benefits for Health: માળીકામ કરવુ શારીરિક અને માનસિક સ્વાસ્થ માટે લાભકારી

author img

By

Published : Mar 15, 2022, 11:23 AM IST

આ તણાવભર્યા જીવનનમાં લોકોને બાગકામ કરવું જોઇએ (Gardening Benefits for Health) જ્યારે ઘણા લોકોનો બાગકામ કરવુ એક શોખ હોય છે. હાલ તો બાગકામને વ્યકિતઓ પ્રોફેશનલ નજરથી પણ જોવા લાગ્યા છે. બાગકામ કરવાનો ફાયદો એ છે કે, તે વ્યકિતને મનનની શાંતિનો અહેસાસ કરાવે છે અને બાગકામ શારીરિક સ્વાસ્થ અને માનસિક સ્વાસ્થ બન્ને માટે લાભદાયક (gardening beneficial for physical and mental health) છે.

Gardening Benefits for Health: માળીકામ કરવુ સ્વાસ્થ અને માનસિક સ્વાસ્થ માટે લાભકારી

કહેવાય છે કે, વ્યિકિતની હોબી હોવી એ તેના માનસિક સ્વાસ્થ માટે ખુબ લાભકારી હોય છે. જો વ્યકિત તેની આ હોબીનુ પાલન કરવા લાગે છે તો તે તણાવથી રાહત અનુભવશે સાથે જ ખુશીનો પણ અનુભવ કરશે. બાગકામ પણ એક એવી જ હોબી છે, પરંતુ તેના ફાયદા માત્ર ખુશી આપવી કે માનસિક સ્વાસ્થને બહેતર બનાવવા પૂરતુ મર્યાદિત નથી. બાગકામ શરીરને ઘણી રીતે લાભ પહોંચાડે (Gardening Benefits for Health) છે. ખાસ કરીને વૃદ્ધોમાં બાગકામની હોબી હોવી એ શ્રેષ્ઠ સમય વિતાવા સાથે આદર્શ (Gardening Benefits for Health) કાર્ય પણ માનવામાં આવે છે.

બાગકામ એક પ્રકારની થેરેપી છે

ડૉ.રેણુકા શર્મા આ અંગે જણાવે છે કે, જે લોકો નિયમિતપણે ગાર્ડનિંગ કરે છે તેમના પર વૃદ્ધત્વ, શારીરિક સમસ્યાઓ કે માનસિક સમસ્યાઓની અસર ઓછી જોવા મળે છે અને તેઓ વધુ ખુશ અને સંતુષ્ટ અનુભવે છે. ખરેખર બાગકામ એક પ્રકારની થેરેપી (Gardening is a type of therapy) છે. સાથે જ માટીની ગંધ, વૃક્ષો, છોડની સુગંધ અને ક્યારેક તેના પર ઉગેલા ફૂલોની સુગંધ તથા ફૂલો સહિત પાંદડાને સ્પર્શવાની લાગણી આપણા સંવેદનાત્મક અંગોને અસર કરે છે અને તેની અસરના પરિણામ સ્વરૂપ શરીરમાં હોર્મોન્સનું ઉત્પાદન અથવા સક્રિયકરણ વધે છે, જે તમને ખુશી પ્રદાન કરે છે.

બાગકામ ક્યારેક એન્ટીડિપ્રેસન્ટ દવાની જેમ શરીર પર કામ કરે છે

એવું કહેવું ખોટું નહીં હોય કે, બાગકામ ક્યારેક એન્ટીડિપ્રેસન્ટ દવાની જેમ આપણા શરીર અને મન પર અસર દર્શાવે છે. એટલું જ નહીં, નિયમિત ગાર્ડનિંગ કરવાની આદતથી વ્યક્તિમાં આત્મસંતોષ, આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતામાં વધારો થાય છે. આ સિવાય ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે, જે લોકો ધૂમ્રપાન, માદક દ્રવ્યો કે અન્ય કોઈ પણ પ્રકારના વ્યસનનો ભોગ બને છે તેમના માટે બાગકામ તેમના મૂડને સ્થિર કરવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: Animal to human transplantation: શું ભવિષ્યમાં પ્રાણીથી માનવ પ્રત્યારોપણ સફળ થઈ શકે છે?

બાગકામ યાદશક્તિ અથવા એકાગ્રતા વધારે છે

શારીરિક સ્વાસ્થ્ય માટે ડૉક્ટર રેણુકા જણાવે છે કે, "જે લોકો નિયમિતપણે બાગકામ કરે છે, તેઓમાં યાદશક્તિ અથવા એકાગ્રતા સંબંધિત સમસ્યાઓ પ્રમાણમાં ઓછી જોવા મળે છે. આ સિવાય બાગકામ તણાવ, ડિપ્રેશન અને ચિંતા જેવી માનસિક સમસ્યાઓમાં પણ રાહત આપે છે. પરિણામે, હાઈ બ્લડ પ્રેશર, માંસપેશીઓમાં તણાવ, સ્થૂળતા અને પેટના રોગો વગેરે જેવી સમસ્યાઓના કારણે સર્જાતા રોગોમાં પણ રાહત મળે છે. ઉપરાંત, બાગકામ દરમિયાન શારીરિક પ્રવૃત્તિ પણ રહે છે, જેના કારણે સ્નાયુઓની કસરત પણ થાય છે.

દર અઠવાડિયે ઓછામાં ઓછા 10 મિનિટ બાગકામ કરવુ આવશ્યક

ઉલ્લેનીય છે કે, બ્રિટિશ જનરલ ઓફ સ્પોર્ટ્સ મેડિસિનમાં પ્રકાશિત એક સંશોધનમાં દર્શાવાયુ છે કે, દર અઠવાડિયે ઓછામાં ઓછા 10 મિનિટ બાગકામ કરવાથી સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડે છે અને હૃદય રોગનું જોખમ ઘટાડે છે. ઉપરાંત, બાગકામ કરવાથી માત્ર હાથ-પગ જ મજબૂત નથી થતા, ચરબી ઓછી થવી, શરીરમાં એનર્જીનો વધુ સારો સંચાર પણ થાય છે અને ઘણી વખત, જ્યારે લોકો સૂર્યપ્રકાશમાં ગાર્ડનીંગ કરે છે, ત્યારે તેમના શરીરને વિટામિન ડી પણ મળે છે, જેના કારણે તેમના હાડકા પણ મજબૂત બને છે.

વૃદ્ધ લોકોએ નિવૃતિમાં આ પ્રવૃતિ કરવી જોઇએ

વૃદ્ધ લોકો, ખાસ કરીને જે નિવૃત્ત થઇ ગયા છે, તેમને સૌથી મોટી સમસ્યા સમય કાઢવાની હોય છે, જ્યારે નિવૃત્તિ પછી સતત ચાલતા જીવન પર રોક આવી જાય છે, ત્યારે વૃદ્ધો, પછી તે સ્ત્રી હોય કે પુરૂષો. આ સંજોગોમાં તે ઘણા પ્રકારની શારીરિક અને માનસિક સમસ્યાઓનો શિકાર થવા લાગે છે. ઘણી વખત આવી સ્થિતિમાં, તેઓ અન્ય લોકોથી કપાયેલા અનુભવવા લાગે છે અને તેઓ આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતામાં પણ ઘટાડો કરવા લાગે છે. જેના કારણે તેઓ ક્યારેક ચિડાઈ જાય છે, ગુસ્સે થાય છે અને તણાવમાં રહેવા લાગે છે. આ સંજોગોમાં બાગકામની આદત તેમને તેમના સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં મદદ કરી શકે છે. સાથે જ તેમના માનસિક સ્વાસ્થ્યને વધુ સારી રાખવામાં પણ મદદ કરે છે, ખાસ કરીને ચીડિયાપણું અને તણાવ જેવી સમસ્યાઓનો સામનો કરવો નથી પડતો.

આ પણ વાંચો: work from home tips: કામ કરતી વખતે આટલી બાબતોની તકેદારી રાખવી જરૂરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.