સામાન્ય ધોરણે, યોગ્ય રીતે મોઢાના અંદરના ભાગની યોગ્ય સ્વચ્છતા ન થવી અથવા હાઇજીનના કારણે પણ શ્વાસમાં દુર્ગંધનું પ્રમાણ વધી જાય છે. જો કે, ક્યારેક ખરાબ સ્વાસ્થ્ય પણ શ્વાસની દુર્ગંધનું કારણ બની શકે છે. લિવરમાં કોઇ સમસ્યા હોય, ખાસ કરીને ફેટી લિવરની સમસ્યા (Fatty liver Problem) હોવાથી પણ શ્વાસમાં દુર્ગંધની સમસ્યા નોંધપાત્ર રીતે વધી શકે છે.
જાણો આ બીમારીના લક્ષણો
પ્રારંભિક તબક્કામાં, ફેટી લિવરના લક્ષણો (Fatty liver Symotoms) દેખાતા નથી, પરંતુ જો ધીમે ધીમે સમસ્યા વધે છે, તો પીડિતને પેટમાં દુખાવો અથવા ભારેપણું, વજનમાં ઘટાડો, ભૂખ ન લાગવી, ત્વચા અથવા આંખોના રંગમાં ફેરફાર, ઉબકા કે ઉલટી જેવી લાગણી, ખૂબ કે નબળાઇ અનુભવાય છે, ઉપરાંત પગમાં સોજા જેવા લક્ષણો દેખાવા લાગે છે. આ દરમિયાન ઘણી વખત પીડિતાના મોઢામાંથી અજીબ ગંધ પણ આવવા લાગે છે.
ફેટી લિવરમાં લિવર ફૂલવા લાગે
આ સાથે ફેટી લિવરની સમસ્યાને પરિણામે લિવર ફૂલવા લાગે છે અને તેના ટિશ્યૂઝને નુકસાન પહોંચાડે છે, જેની તકેદારી રાખવામાં આવશે નહીં તો સિરોસિસ, લિવર ફેલ્યોર અને લિવર કેન્સર સહિત અન્ય બીમારીઓ થવાની સંભાવના રહે છે. ખરેખર તો ફેટી લિવરને જીવનશૈલીનો રોગ માનવામાં આવે છે, પરંતુ ક્યારેક કોઇ બીમારી પણ આ સમસ્યા માટે જવાબદાર હોઈ શકે છે. ફેટી લિવરને બે કેટેગરીમાં (Fatty liver Types) વહેંચવામાં આવે છે.
1. આલ્કોહોલિક ફેટી લિવરઃ આ સંજોગોમાં મોટાભાગના લોકોને વધુ પડતા આલ્કોહોલ પીવાથી લીવરમાં સમસ્યા ઉત્પન્ન થાય છે.
2. નોન-આલ્કોહોલિક ફેટી લિવર: આ કેટેગરી સામાન્ય રીતે સ્થૂળતા, બેઠાડુ જીવન, ખરાબ ખાવાની કુટેવો, પ્રકાર 2, મેટાબોલિક સિન્ડ્રોમ વગેરે જેવી સમસ્યાઓ અને રોગોને જવાબદાર છે.
શરીરના અવયવોમાંનું એક મહત્વનું અંગ છે લિવર
ઉલ્લેખનીય છે કે, શરીરના અવયવોમાંનું એક મહત્વનું અંગ છે લિવર. કારણ કે તે આપણા ચયાપચયની પ્રક્રિયાને સવસ્થ રાખે છે, ઊર્જાના સંગ્રહમાં મદદ કરે છે તેમજ શરીરમાંથી ઝેરી અને હાનિકારક પદાર્થોને દૂર કરે છે અને લોહીને ફિલ્ટર કરવામાં પણ મદદ કરે છે.
આ પણ વાંચો: World Birth Defects Day: નવજાત બાળકની આ ખાસ વાત વિશે દરેક માં-બાપે જાણવું
ફેટી લિવરની સમસ્યા વધે છે, ત્યારે શ્વાસમાં....
ડૉ. રાજેશ અવગત કરે છે કે, જેમ જેમ ફેટી લિવરની સમસ્યા વધે છે, ત્યારે શ્વાસમાં સતત દુર્ગંધની સમસ્યા દર્દીઓમાં જોવા મળે છે. ખરેખર, જ્યારે લિવરમાં સમસ્યા ઉદ્ભવે છે, ત્યારે શરીરમાં વિષાક્ત પદાર્થોના ફિલ્ટરિંગમાં સમસ્યા ઉત્પન્ન થાય છે. આ સંજોગોમાં, જે ઝેર યોગ્ય રીતે ફિલ્ટર નથી થતું અને તે શ્વસનતંત્ર અથવા શરીરના બીજા ભાગોમાં પ્રવેશ કરે છે. જેના લીધે, ઉદ્ભવતી સમસ્યાઓ શ્વાસમાં એક વિચિત્ર ગંધ લાવે છે, જેને 'ફેટર હેપેટિકસ (Fetter Hepetics)' કહેવાય છે. આ ગંધ કોઈ વસ્તુ સડી ગયાની વાસ આવતી હોય છે તેવી આવે છે. મોટે ભાગે આ ગંધ ક્ષણિક નથી, પરંતુ પીડિતના મોંમાંથી દિવસભર આવતી રહે છે. આ ગંધ માટે ડાયમિથાઈલ સલ્ફાઇડ (Dimethyl sulfide) જવાબદાર માનવામાં આવે છે.
આ બીમારીથી પીડાતા દર્દીઓને આનો કરવો સંપર્ક
ડૉ. રાજેશ જણાવે છે કે, સામાન્ય રીતે ફેટી લિવરને કારણે મોંમાંથી આવતી ખરાબ ગંધ બદલાતી નથી. તેથી, જો લાંબા સમય સુધી મોઢામાંથી આવી જ દુર્ગંધની સાથે ફેટી લિવરને લગતા લક્ષણો જોવા મળે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આ સિવાય જો ફેટી લિવરની સમસ્યા કન્ફર્મ થાય છે, તો મહત્વનું એ છે કે, જીવનશૈલીમાં અનુશાસન લાવીને ખાવા-પીવાની અને અન્ય આદતોને સુધારવી, સંતુલિત અને નિયમિત કરવી જોઈએ. જો આ સમસ્યાથી પીડિત હોય, તો દારૂ કે ધૂમ્રપાનનો ત્યાગ જરૂરી છે, સાથે જ દિનચર્યા, પ્રવૃત્તિ, નિયમોમાં શિસ્ત, ડૉક્ટર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન અને દવાઓ લેવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.