ન્યૂઝ ડેસ્ક: દુનિયાભરમાં મોટી સંખ્યામાં લોકોને બેડ ટી પીવાની આદત (Disadvantages of milk tea) હોય છે. ધીમે ધીમે લોકોમાં આ આદત એટલી વધી ગઇ હોય છે કે, ચા પીધા વિના તે પોતાના રોજિંદા કામ કરી શકતા નથી. આ આદત શહેરી વિસ્તાર પૈકી ગામડાઓ અને નગરોમાં રહેતા મોટાભાગના લોકોમાં પણ જોવા મળે છે. ડોક્ટરોના મતે આ આદત સારી નથી. દિવસમાં વારંવાર ખાલી પેટ ચા પીવાની આદત અનેક બીમારીઓ અને સમસ્યાઓને (Empty Stomach tea unhealthy) સામેથી બોલાવે છે.
ખાલી પેટ દૂધવાળી ચા પીવાની કુટેવ અનેક બીમારીઓને બોલાવે છે
ભોપાલના વરિષ્ઠ આયુર્વેદ ચિકિત્સક ડો. રાજેશ શર્મા જણાવે છે કે, જે લોકો ખાલી પેટ દૂધવાળી ચા પીવે છે અથવા તો દિવસમાં વારંવાર ચા પીવાનું વ્યસન છે તો તેમના માટે એસિડિટીની સમસ્યા સામાન્ય બની ગઇ હોય છે. ઉલ્લેખનીય છે કે, જે લોકોને વારંવાર ચા કે બેડ ટીની ટેવ હોય છે. તેને જો એ ન મળે તો પોતે ગુસ્સે, ચીડિ-ચીડિયાપણું અથવા નર્વસનેસ જેવી સમસ્યાઓનો સામનો કરતા જોવા મળે છે.
જાણો શું કામ ચા ના પીવી જોઇએ
તેઓ જણાવે છે કે, જ્યારે કોઈ વ્યક્તિ સવારે ઉઠ્યા પછી તરત જ ચા પીવે છે, ત્યારે તેના મોઢામાં રાત્રે ઉત્પન્ન થતા બેક્ટેરિયા ચાની સાથે તેના પેટમાં જાય છે. આ સિવાય ચાની પત્તીમાં નિકોટિન, કેફીન વગેરેનું પ્રમાણ હોય છે, જે વ્યક્તિમાં ચાનું વ્યસન તો પેદા કરે જ છે, સાથો સાથ શરીરને પણ નુકસાન પહોંચાડે છે. આ સિવાય બીજી પણ ઘણી સમસ્યાઓનો જન્મ થાય છે, જેમાંથી કેટલીક નીચે દર્શાવામાં આવી છે.
ચા પીવાથી પેટમાં પિત્તનો રસ વધુ બને છે
સામાન્ય રીતે લોકોનો એવો મંતવ્ય છે કે ચા વ્યકિતનો થાક દૂર કરે છે, પરંતુ સત્ય એ છે કે ચા પીવાથી થાક દૂર થતો નથી, પરંતુ દિવસભર થાક રહે છે. સાથે જ લોકોમાં ચીડિયાપણું, ગુસ્સા જેવી અનેક સમસ્યાનો ઉદ્દભવ થાય છે. આ સિવાય સવારે ખાલી પેટે ચા પીવાથી પેટમાં પિત્તનો રસ વધુ બને છે, જેનાથી નર્વસનેસ, ઉબકા અને ઉલટી જેવા પ્રશ્નો ઉદ્ભવે છે. ચામાં ટેનીન જોવા મળે છે, જેના કારણે પેટ ફૂલે છે. ડૉ. રાજેશ જણાવે છે કે, સવારે ખાલી પેટે ચા પીવાથી અથવા વધારે માત્રામાં ચા પીવી એ પેટની અંદરની સપાટીને હાનિ પહોંચાડે છે. જેના કારણે અલ્સર અને હાઈપર એસિડિટીની સમસ્યાનું સર્જન થાય છે.
ચામાં ડાઈયુરેટીક તત્વોનો સમાવેશ
ડૉ. રાજેશ એ પણ સમજાવે છે કે, ચામાં ડાઈયુરેટીક તત્વોનો સમાવેશ હોય છે, જે વધુ પડતું મુત્રનું સર્જન કરે છે. ટૂંકમાં વાત કરીએ તો વધુ ચા પીવાથી મૂત્ર રચનાની પ્રક્રિયાને વેગ મળે છે. જેના કારણે લોકોને દિવસમાં વારંવાર યુરીન માટે જવાની જરૂર પડે છે. ઘણી વખત તેના લીધે શરીરમાં પાણીની ઉણપ દેખાય છે. ચામાં કેફીનનું પ્રમાણ વધુ હોવાથી શરીર પર કેફીનની નકારાત્મક અસર થાય છે. જેના લીધે બ્લડ પ્રેશર અને હાર્ટ હેલ્થ પર પણ અસર થવાની શક્યતા રહે છે. ડૉ. રાજેશ સૂચન કરે છે કે, દૂધવાળી ચાને બદલે બીજા ઘણા સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ છે જેનો ઉપયોગ કરી શકાય છે. જે સ્વાસ્થ્યને નુકસાન કરવાને બદલે ફાયદો આપશે. જેમ કે ગ્રીન ટી, હર્બલ ટી અને બ્લેક ટી વગેરે.
આ પણ વાંચો: Health Benefits Of Coffee: જાણો કોફીના નિયમિત સેવનના ફાયદા
જાણો હર્બલ ટી વિશેના ફાયદા વિશે
ખાસ કરીને હર્બલ ટી વિશે વાત કરીએ તો પ્રાકૃતિક ઘટકોની મદદથી બનેલી ચા વિવિધ પ્રકારના ચેપ અને અન્ય રોગો સામે રક્ષણ કરે છે. ખાસ કરીને હર્બલ ટીમાં કાળી ચા, તુલસી સાથેની ચા, લિરિસ અને તજની ચા, ફુદીનાની ચા અને જાસ્મીન અને કેમોમાઈલ જેવી ચા સ્વાસ્થને જાળવી રાખવામાં મદદ કરે છે. આ શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો (Increase immune system foods) કરવા સિવાય તેમાં રહેલા ઔષધીય ગુણો આપણા ચયાપચયને મજબૂત કરે છે. આ ઉપરાંત ચામાં આદુ, કાળા મરી અને લવિંગનો ઉપયોગ તેની અસરને ગરમ કરે છે, જેનાથી શરીરમાં કુદરતી ગરમી ઉત્પન્ન થાય છે.
જાણો કઇ ચા પીવી શ્રેષ્ઠ છે
કાશ્મીરની કહવા ચા અને વર્તમાનમાં ગોલ્ડન લાટેની પ્રખ્યાત હળદરની ચા પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે તેમાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટી ઇન્ફ્લેમેટરી, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ તત્વો રહેલા હોય છે.
આ પણ વાંચો: Decrease a dark circule: જાણો ડાર્ક સર્કલ ઓછા કરવાના ઉપાય વિશે
ડૉક્ટર રાજેશની સલાહ ચાની આદત ના છોડનારાઓ માટે
ડોક્ટર રાજેશ કહે છે કે, જે લોકો દૂધની ચા પીવાની આદત છોડી શકતા નથી, તેમણે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જેમ કે ક્યારેય ખાલી પેટ ચા ન પીવી. ચા પહેલાં અથવા તેની સાથે થોડા બિસ્કિટ અથવા હળવો નાસ્તો ખાઓ. ચા પીતા પહેલા, તમારે ઓછામાં ઓછું એક ગ્લાસ પાણી પીવું જોઈએ. અથવા ચા પીધા પછી તરત જ નાસ્તો કરો. આ સાથે નાસ્તો કર્યા પછી લગભગ એક કલાક બાદ ચા પીવી જોઈએ અને આખા દિવસમાં 2-3 કપ થી વધુ ચા ના પીઓ. આ સિવાય રાત્રે સૂતા પહેલા અથવા રાત્રિભોજન પછી પણ ચા પીવાનું ટાળવું જોઈએ.