ETV Bharat / sukhibhava

આયુર્વેદિક ઉપાયોથી કરો ડાયાબિટીસને નિયંત્રિત

ડાયાબિટીસ પાચનને લાગતી બિમારીઓનું એક સમુહ છે. જો તેનો સમય પર ઉપચાર ન કરવામાં આવે તો આ વિભિન્ન પ્રકારની જટિલતાઓનું કારણ બની શકે છે. આયુર્વેદમાં ડાયાબિટીસ માટે વિભિન્ન પ્રકારના ઈલાજ છે.

આયુર્વેદિક ઉપાયોથી કરો ડાયાબિટીસને નિયંત્રિત
આયુર્વેદિક ઉપાયોથી કરો ડાયાબિટીસને નિયંત્રિત
author img

By

Published : Jul 18, 2021, 8:07 PM IST

આયુર્વેદમાં ડાયાબિટીસ(DIABETES )માટે અસંતુલિત જીવન શૈલી જેમ કે અનુચિત આહાર-વિહાર, વ્યાયામ ન કરવો, શારીરિક શ્રમ ઓછો કરવો, વધુ પડતો તણાવ વગેરે કારણોને જવાબદાર માનવામાં આવે છે. આયુર્વેદ સાથે જોડાયેલા શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે, આ બધા કારણોના લીધે વ્યક્તિના વાત, પીત્ત અને કફ અસંતુલિત થઈ જાય છે અને ડાયાબિટીસના (DIABETES )રોગને જન્મ આપે છે.

ડાયાબિટીસના કેટલાક સામાન્ય ઉપચાર અને ઔષધીઓ વિશે જાણો

આમ તો ડાયાબિટીસમાં ત્રણ દોષમાં અસંતુલન જોવા મળે છે, પરંતુ મુખ્ય કફ દોષમાં પ્રભાવને તેનું મૂળ કારણ માનવામાં આવે છે. આ ઉપરાંત ડાયાબિટીસ (DIABETES )ને આનુવંશિક વિકાર પણ માનવામાં આવે છે. આયુર્વેદ ડાયાબિટીસ અંગે વધુ જાણકારી મેળવવા માટે ETV Bharat સુખીભવ એ હૈદરાબાદના વરિષ્ઠ આયુર્વેદિક ચિકિત્સક ડૉ. પી.વી.રંગનાયકુલું સાથે વાત કરી અને ડાયાબિટીસ માટે કેટલાક સામાન્ય ઉપચારો અને ઔષધીયો વિશે પણ જાણકારી લીધી, જે આ રોગને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.

ડાયાબિટીસ થવાના કયા છે કારણ?

સ્વાદુપિંડમાં વિવિધ હોર્મોન્સનું નિર્માણ અને સ્ત્રાવ થાય છે, જે આપણા શરીરની પાચક સિસ્ટમનો મુખ્ય ભાગ માનવામાં આવે છે. આમાં મુખ્ય ઇન્સ્યુલિન અને ગ્લુકોન છે. ઇન્સ્યુલિન આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે, જે આપણા લોહીમાં ખાંડનું ઉત્પાદન અને નિયંત્રણ કરવા માટે કામ કરે છે.

આ પણ વાંચો : ગુજરાતમાં પણ ખેલા હોબે? AAP, AIMIM બાદ શું તૃણમૂલ કોંગ્રેસ ગુજરાતમાં આવી રહ્યું છે?

ડાયાબિટીસના દર્દીને વારંવાર યુરિન માટે જવું પડે છે

પરંતુ જો કોઈ કારણથી ઇન્સ્યુલિનનું ઓછું નિર્માણ થવા લાગે તો કોશિકાઓની ઉર્જા ઓછી થવાના સાથે જ અલગ- અલગ મુશ્કેલીઓ થવા લાગે છે. આવી અવસ્થામાં સામાન્ય રીતે વ્યક્તિને ચકકર તથા ધબકારા વધવા જેવી સમસ્યાઓ મહેસુસ થવા લાગે છે. ઇન્સ્યુલિનનું ઓછું નિર્માણ થવાના કારણે લોહીમાં સુગરનું પ્રમાણ વધી જાય છે જે યુરિન દ્વારા શરીરમાંથી બહાર નીકળે છે. આ જ કારણથી ડાયાબિટીસના દર્દીને વારંવાર યુરિન આવે છે. ડાયાબિટીસ માટે વિભિન્ન કારણોને જવાબદાર માનવામાં આવે છે. જેમાંથી કેટલાક નીચે મુજબ છે.અનુવાંશિકતા: જો પરિવારના કોઈપણ સભ્ય માતા-પિતા, ભાઈ- બહેનમાંથી કોઈને પણ હોય તો ડાયાબિટીસ થવાનો ભય વધી જાય છે.

મોટાપો: મોટાપો પણ ડાયાબિટીસ માટે જવાબદાર હોય છે. સમય પર ભોજન ન લેવું અથવા વધુ જંકફૂડ અથવા અસંતુલિત અને અસ્વસ્થ ભોજન લેવાથી વજન વધી જાય છે. જેનાથી કેટલીય વાર હાઈબીપીની સમસ્યા પણ થઈ જાય છે અને લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર પણ વધી જાય છે. જે ડાયાબિટીસ થવાનું કારણ બની શકે છે.

બાળકોમાં પણ ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું છે

ડૉ. વી.પી.રંગનાયકુલું જણાવે છે કે, વર્તમાનમાં બાળકોમાં પણ ડાયાબિટીસ થવાની ઘટના ઘણી વધી રહી છે. જેનું મુખ્ય કારણ તેમની શરીરીકરૂપથી નિક્રિયતા, ભોજનમાં અસંતુલન, મોડા સુધી ટીવી અથવા વીડિયો ગેમ રમવામાં સમય વ્યતીત કરવા જેવી આદતોને માનવામાં આવે છે.

આ પણ વાંચો : કુદરતી સંકેતોના આધારે વરસાદની આગાહી, રાજ્યમાં એક સપ્તાહ સુધી સારા વરસાદના અણસાર

આયુર્વેદના આધારે ઘરેલુ ઉપચાર

ડૉ. પી.વી.રંગનાયકુલું જણાવે છે કે, ડાયાબિટીસના રોગી કોઈપણ ઉંમરના હોય તેમણે નિયમિત બ્લડ સુગરના સ્તરની તપાસ તથા તેનું ધ્યાન રાખવું જોઈએ. જો પીડિત ઇન્સ્યુલિન પર નિર્ભર કરતું નથી તો તે નિયમિત ઉપચાર સાથે નીચે આપેલા કેટલાક ઘરેલુ ઉપચારોનો ઉપયોગ કરી શકો છો.

1- લીમડાના પાનનું ચુર્ણ 1 ગ્રામ મધ સાથે દિવસમાં એક વાર લેવું.

2- લીમડાની ડાળખીનું 20 મિલીલીટર કાવો દિવસમાં એક વાર લેવો.

3- ગિલોયના એક નાના ટુકડાને પીસીને તેનો રસ કાઢવો, દિવસમાં એકવાર 2 ચમચી લેવો.

4- આમળાનું ચૂર્ણ હળદર સાથે મિક્ષ કરીને એક ચમચી દિવસમાં એકવાર પાણી સાથે લેવું.

5- જાંબુના ફળને સૂકવીને બી સાથે પાવડર બનાવી લેવો. 500mg દિવસમાં બે વાર પાણીની સાથે લેવું.

6- દિવસમાં બે વખત ભારતીય કિનો ટ્રી (બિજકા) ના 20 મિલીલીટરનો ઉકાળો લો.

આ ઘરેલુ ઉપચાર ડાયાબિટીસ માટે વ્યાપક ઉપચાર હોઈ ન શકે પરંતુ આ ઘરેલુ ઉપચાર રોગની ગંભીરતાને ઓછી કરી દેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.