ETV Bharat / sukhibhava

ભાઈબીજ પર ભાઈ બહેનને ત્યાં જમવા જાય એ પાછળનું કારણ મળ્યું, બેડો પાર થયો

ભાઈબીજ (Festival of Bhai Doo) ને લઈને હિંદુ ધર્મમાં ઘણી પૌરાણિક કથાઓ (Bhai Dooj Related Historical Stories) પ્રચલિત છે, પરંતુ ભાઈબીજના તહેવાર વિશે જે વાર્તા સૌથી વધુ પ્રચલિત છે તે મૃત્યુના સ્વામી યમરાજ અને તેની બહેન યમુના સાથે સંબંધિત છે. કારતક મહિનાના શુક્લ પક્ષના બીજા દિવસે લોકો યમુનામાં સ્નાન કરવા માટે મથુરા આવે છે અને આ દિવસે ઘણી ભીડ હોય છે.

author img

By

Published : Oct 20, 2022, 8:24 AM IST

Updated : Oct 20, 2022, 2:26 PM IST

Bhai Dooj 2022: જાણો ભાઈબીજ તહેવાર પર પૌરાણિક કથા અને મહત્ત્વ

ન્યૂઝ ડેસ્ક: વર્તમાન સમયમાં રક્ષાબંધનની જેમ ભાઈબીજનો તહેવાર (Festival of Bhai Doo) પણ લોકપ્રિય બની રહ્યો છે. બન્ને તહેવારો ભાઈ બહેનના સંબંધોને સમર્પિત છે. તેથી આજના સમયમાં ભાઈબીજના તહેવારની લોકપ્રિયતા ઓછી નથી. ઝડપી જીવન અને બદલાતા વાતાવરણમાં સમયની અછતને કારણે લોકો દરેક તહેવારની ઉજવણી કરવા માટે તેમના ઘર, પરિવાર અને સંબંધીઓ પાસે જઈ શકતા નથી. તેમ છતાં લોકો સંબંધોને જાળવી રાખવા માટે તમામ પ્રયાસો કરે છે. આજે પણ ઘણી જગ્યાએ આ દિવસે લોકો પોતાની બહેનોના ઘરે જઈને સિંદુર અને ચોખાનું તિલક (Bhai Dooj Related Historical Stories) કરાવે છે. તેથી જ આ પરંપરા આજે પણ જીવંત છે. કારતક મહિનાના શુક્લ પક્ષના બીજા દિવસે લોકો યમુનામાં સ્નાન કરવા માટે મથુરા આવે છે અને આ દિવસે ઘણી ભીડ હોય છે.

ભાઈ બહેનનો પ્રેમ: આપણા હિંદુ ધર્મમાં આ તહેવારને લઈને ઘણી પૌરાણિક અને ઐતિહાસિક કથાઓ પ્રચલિત છે, પરંતુ ભાઈબીજના તહેવારને લઈને જે વાર્તા સૌથી વધુ પ્રચલિત છે, તે મૃત્યુલોકના સ્વામી યમરાજ અને તેની બહેન યમુના સાથે સંબંધિત છે. આ બન્ને વાર્તાઓ ભાઈ બહેનનો પ્રેમ દર્શાવે છે.

ભાઈબીજની વાર્તા: એવું કહેવાય છે કે, સૂર્યની પત્ની સંજ્ઞાને બે બાળકો હતા. પુત્રનું નામ યમરાજ અને પુત્રીનું નામ યમુના હતું. જ્યારે યમે પોતાનું શહેર યમપુરી બનાવ્યું ત્યારે તેની બહેન યમુના પણ તેની સાથે રહેવા લાગી હતી. યમુના પોતાના ભાઈ યમને યમપુરીમાં પાપીઓને સજા કરતા જોઈને ખૂબ જ દુઃખી થતા. તેથી તે યમપુરી છોડીને ગોલોકમાં ગઈ. યમુનાજી પોતાના ભાઈ યમરાજને ખૂબ પ્રેમ કરતી હતી. તે અવારનવાર યમરાજને તેના ઘરે આવવા વિનંતી કરતી હતી, પરંતુ તેના કામમાં ખૂબ વ્યસ્ત હોવાને કારણે યમરાજ ક્યારેય તેની બહેનના ઘરે જઈ શક્યા નહોતા. એવું કહેવાય છે કે, એકવાર કારતક મહિનાના શુક્લ પક્ષની બીજી તારીખે યમુનાએ પોતાના ભાઈ યમરાજને ઘરે આવવાનું આમંત્રણ આપ્યું હતું અને પ્રતિજ્ઞા લીધી હતી. તેઓ પોતાની બહેનને આપેલું વચન પાળવા રાજી થઈ ગયા અને યમુનાના ઘરે જતા પહેલા તેમણે નરકમાં આવેલા તમામ જીવોને મુક્ત કર્યા હતા.

બહેનને આપ્યું વરદાન: એવું કહેવાય છે કે, તે પોતાની બહેનના ઘરે પહોંચતા જ તે દિવસે તેની બહેન યમુનાએ તિલક કરી અને ચંદન લગાવીને તેના ભાઈ યમરાજની પ્રથમ આરતી કરી હતી. તેમના ઘરે બેઠા પછી, તેમણે તેમના ભાઈની સામે અનેક પ્રકારની વાનગીઓ પીરસી હતી. યમરાજે તેની બહેન દ્વારા પીરસવામાં આવતી દરેક વસ્તુ ખૂબ જ ઉત્સાહથી ખાધી. પોતાની બહેનના આતિથ્યથી પ્રસન્ન થઈને યમરાજે પોતાની બહેનને વરદાન માંગવા કહ્યું. ત્યારે બહેન યમુનાએ કહ્યું કે, અરે ભાઈ તમે દર વર્ષે આ દિવસે મારા ઘરે આવજો અને મને આ રીતે તમારું સન્માન કરવાનો મોકો મળતો રહે. તેમજ એવું વરદાન આપો કે, કારતક માસના શુક્લ પક્ષની બીજી તિથિએ જે બહેન પોતાના ભાઈનું સન્માન કરે છે અને જે ભાઈ પોતાની બહેનનું આતિથ્ય સ્વીકારે છે, તે તમારાથી ક્યારેય ડરવું ન જોઈએ. આ વાતનો સ્વીકાર કરીને યમરાજ તથાસ્તુ કહીને યમલોક તરફ ગયા. ત્યારથી દર વર્ષે કારતક માસના શુક્લ પક્ષની બીજી તારીખે ભાઈબીજનો તહેવાર ઉજવવામાં આવે છે. કેટલાક લોકો તેને યમ દ્વિતિયા પણ કહે છે.

ભાઈબીજનું મહત્વ: એક રાજા તેના સાળા સાથે ચૌપડ રમત રમતા હતા. કહેવાય છે કે, આ રમતમાં તેનો સોળો હંમેશા જીતી જતો હતો. આના પર રાજાએ વિચાર્યું કે, તેનું કારણ જાણવું જોઈએ. ક્યાંક એવું તો નથી કે, આ ભાઈ ભાઈબીજ પર પોતાની બહેન પાસે તિલક કરાવવા આવે અને પોતાના પ્રતાપે જીતી જાય. આથી રાજાએ ભાઈબીજના દિવસે જ્યારે સાળાને ઘરે આવવાની ના પાડી દીધી. આ ઉપરાંત તેમના ઘરે ન આવે તે માટે તેમણે ચારે બાજુ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જેથી તેનો સાળો તેમની બહેનને મળવા અને ચાંદલો કરાવવા માટે છુપાઈને આવી ન શકે. પણ ભાઈ તેમની બહેન પાસે જવા માટે બેચેન હતા. પછી યમરાજની કૃપાથી તે કૂતરાનું રૂપ ધારણ કરીને પોતાની બહેન પાસે ચાંદલો કરાવવા માટે ગયા. કૂતરાને જોઈને રાજાની પત્નીએ તેના કપાળ પર ચાંદલાનો હાથ મૂક્યો અને કૂતરો પાછો જતો રહ્યો.

બહેનની પ્રાર્થના યમરાજે સ્વિકારી: આ પછી તે પાછો આવ્યો અને રાજાને કહ્યું કે, હે રાજન, હું ભાઈબીજનો તિલક કરાવીને આવ્યો છું, હવે ચાલો ચૌપડ રમીએ. તેમની આ વાત સાંભળીને રાજાને ખૂબ જ આશ્ચર્ય થયું. ત્યારબાદ તેના સાળાએ તેમને આ ઘટનાની આખી વાત કહી. તેમની વાત સાંભળીને રાજાએ તિલકનું મહત્વ સ્વીકાર્યું અને પોતાની બહેન પાસે તિલક કરાવવા ગયા. આ ઘટના સાંભળીને યમરાજ ચિંતિત થઈ ગયા અને વિચારવા લાગ્યા કે, આ રીતે યમપુરીનું અસ્તિત્વ ખતમ થઈ જશે. ભાઈને ચિંતિત જોઈને તેની બહેન યમુનાએ તેમને કહ્યું કે, ભાઈ તમે ચિંતા ન કરો. તમે મને આ વરદાન આપો કે, જે લોકો કારતક મહિનાના શુક્લ પક્ષની બીજી તિથિએ બહેનના ઘરે ભોજન લે છે અને મથુરા શહેરના વિશ્રામ ઘાટ પર સ્નાન કરે છે, તેમણે યમપુરી ન જવું પડે. જીવન અને મૃત્યુના આ બંધનમાંથી મુક્ત થઈને તે મોક્ષ પ્રાપ્ત કરે. યમરાજે તેમની પ્રાર્થના સ્વીકારી અને ત્યારથી ભાઈ બહેનના મિલનનો આ તહેવાર ભાઈબીજ તરીકે ઉજવવામાં આવ્યો અને આ દિવસે મથુરાના વિશ્રામ ઘાટ પર ભાઈ બહેનના સ્થાને સ્નાન કરવાની પરંપરા શરૂ થઈ.

Last Updated : Oct 20, 2022, 2:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.