લખનૌ ઉત્તર પ્રદેશ સરકાર વારાણસીમાં તેનું પ્રથમ નેચરોપેથી સેન્ટર (1 st naturopathy center varanasi) ખોલવાની યોજના ધરાવે છે. રાજ્યના આયુષ વિભાગ (Ayush department) દ્વારા આ અંગેની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે અને ડ્રાફ્ટને મંજૂરી માટે કેન્દ્રને મોકલવામાં આવ્યો છે. આયુષ રાજ્ય મંત્રી દયા શંકર મિશ્રા દયાલુ (Minister shankar mishra dayalu) એ પત્રકારોને જણાવ્યું કે ચૌબેપુર નેચરોપેથી સેન્ટર (Naturopathy center chaubepur) માટે જમીનની ઓળખ કરી લેવામાં આવી છે.
આ પણ વાંચો શું આપ જોણો છો કાનના ફૂગના ચેપની કાળજી કેવી રીતે લેવી
500 કેન્દ્રોની સ્થાપના રાજ્ય સરકારે (Uttar pradesh government) રાજ્યમાં 12,500 આયુષ વેલનેસ સેન્ટર (AYUSH wellness center) ખોલવાનું લક્ષ્ય રાખ્યું છે અને 2025 સુધીમાં 1,600 ખોલવાની તૈયારી કરી રહી છે. તેમાંથી 500 કેન્દ્રોની સ્થાપના થઈ ચૂકી છે. મંત્રીએ (Minister of state fo ayush daya shankar) કહ્યું કે તેમના વિભાગે વારાણસી, અમેઠી, કાનપુર દેહાત, કાનપુર નગર સહિત વિવિધ જિલ્લાઓમાં નવ 50 પથારીની હોસ્પિટલો (Integrated hospitals in UP) શરૂ કરી છે. આ યુપીમાં એકીકૃત હોસ્પિટલો છે, જ્યાં આયુર્વેદ, હોમિયોપેથી અને યુનાની (Ayurveda homeopathy and unani) પદ્ધતિઓ દ્વારા સારવાર કરવામાં આવશે.
આ પણ વાચો રક્ષાબંધન પર તમારા ભાઈ માટે બનાવો આ સ્વાદીષ્ટ વાનગીઓ
ભુદાન માટે અપિલ આયુષ રાજ્ય મંત્રી (Daya shankar mishra dayalu) એ કહ્યું કે સરકાર (UP government) ઈચ્છે છે કે લોકો આયુષ હોસ્પિટલો ખોલવામાં મદદ કરવા આગળ આવે અને જેમની પાસે એક એકર કે તેથી ઓછી જમીન છે. તેઓ તેને હોસ્પિટલ બનાવવા માટે દાન કરે છે. મંત્રીએ કહ્યું કે રાજ્ય સરકાર જમીન માલિકોના માતા-પિતા અથવા દાદા-દાદીના નામે આવી હોસ્પિટલો ખોલશે. આ માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી લગભગ બે ડઝન જેટલી જમીનની દરખાસ્તો આવી ચૂકી છે, જેના પર આયુષ હોસ્પિટલ ખોલવા માટે વિચારણા ચાલી રહી છે.
આ પણ વાંચો લાંબા સમય સુધી કોવિડથી સંક્રમિત લોકો માટે કઈ સારવાર છે બેસ્ટ
આયુર્વેદનું મહત્વ મંત્રી દયા શંકર મિશ્રા દયાલુ (Minister daya shankar dayalu) એ કહ્યું કે આ પહેલેથી હોસ્પિટલો માટે જમીન ઉપલબ્ધ થશે અને જમીન આપનારાઓના પૂર્વજોના નામ પણ અમર થઈ જશે. મંત્રીએ એમ પણ કહ્યું કે લોકો રોગચાળા દરમિયાન આયુર્વેદનું મહત્વ સમજી ગયા છે અને હવે લોકો જીવનશૈલીના રોગોની સારવાર માટે તેનો આશ્રય લઈ રહ્યા છે.