- હેનરી ડ્યૂમેન્ટના પ્રયાસથી રેડક્રોસની થઇ હતી સ્થાપના
- વિશ્વના 210 દેશ રેડક્રોસ સાથે જોડાયેલા છે
- ભારતમાં 700થી વધારે શાખા અસ્તિત્વમાં
ન્યૂઝ ડેસ્ક: દુનિયાભરમાં શાંતિ અને સૌહાર્દના પ્રતિક તરીકે જાણિતી રેડક્રોસ સંસ્થાના સ્થાપના દિવસને "આંતરરાષ્ટ્રીય રેડક્રોસ દિવસ" તરીકે 8મી મેના રોજ ઉજવવામાં આવે છે. 1863માં બનાવવામાં આવેલી ઇન્ટરનેશનલ કમિટી ઑફ રેડક્રોસ (ICRC)ની સ્થાપના હેનરી ડ્યૂમેન્ટના પ્રયાસથી 1864નાં જિનીવા કરાર દરમિયાન આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ મૂવમેન્ટ અંતર્ગત થઇ છે. મહત્વનું છે કે હેનરી ડ્યુમેન્ટને પહેલો નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો. શરૂઆતમાં તેનો મુખ્ય ઉદ્દેશ્ય હિંસા અને યુદ્ધમાં પીડિત લોકો અને યુદ્ધ બંદીઓની દેખરેખ અને પુનર્વસન કરવાનું હતું. મહત્વનું છે કે સંસ્થાનું મુખ્યાલય જિનીવા, સ્વિત્ઝર્લેન્ડમાં હતું. આ સંસ્થાને દુનિયાભરની સરકાર અને નેશનલ રેડક્રોસ, રેડ ક્રિસેંટ સંસ્થાઓ પણ આર્થિક મદદ કરે છે.
સ્વયંસેવી રાહત સંસ્થા છે રેડક્રોસ
વર્ષ 1863ના ફેબ્રુઆરી માલમાં જિનીવા પબ્લિક વેલફેર સોસાયટી દ્વારા એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વિત્ઝરલેન્ડના પાંચ નાગરિકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કમિટીનો મુખ્ય ઉદ્દેશ્ય જનકલ્યાણ માટે હેનરીની સલાહ પર ચર્ચા કરતા હતા. આ પાંચ સભ્યોની ટીમમાં જનરલ ગ્યૂમે હેનરી દુફૂર, ગુસ્તાવે મોયનિયર, લુઈ એપિયા, થિઓડોર મૉનોઇર અને હેનરી ડિનોંટનો સમાવેશ થયો હતો. જેમાં ગ્યૂમે હેનરી દુફુરજોકિ સ્વિત્ઝરલેન્ડની સેનાના અધ્યક્ષ હતાં તેઓ એક વર્ષ માટે કમિટીના અધ્યક્ષ રહ્યાં હતાં અને પછી માનદ અધ્યક્ષ તરીકે પણ રહ્યાં હતાં. પાંચ સભ્યોની કમિટીને શરૂઆતમાં, "ઇંટરનેશનલ કમિટી ફૉર રિલીફ ટૂ વૉઉંડેડ" એવું નામ આપવામાં આવ્યું હતું બાદમાં તેનું નામ "ઇન્ટરનેશનલ કમિટી ઑફ રેડ ક્રોસ" રાખવામાં આવ્યું હતું.
વધુ વાંચો: વિશ્વ અસ્થમા દિવસ: કોરોના કાળમાં વધારે ધ્યાન રાખે અસ્થમાના દર્દીઓ
ભારતમાં 700થી વધારે શાખા અસ્તિત્વમાં
ઑક્ટોબર 1863માં આ કમિટીનું એક આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું. જેમાં 16 રાષ્ટ્રના પ્રતિનિધીઓનો સમાવેશ થાય છે. આ સંમેલનમાં અનેક જરૂરી પ્રસ્તાવો અને સિદ્ધાંતોને અપનાવવામાં આવ્યા હતાં. આ જ બેઠકમાં આંતરરાષ્ટ્રીય પ્રતીકની પસંદગી પણ કરવામાં આવી હતી. આ સાથે જ વિશ્વમાં આવા સ્વૈચ્છિક સંગઠનોની સ્થાપના માટે અપીલ કરવામાં આવી હતી. જે યુદ્ધના સમયે બિમાર અને ઘાયલ લોકોની સારવાર કરે. આ યુનિટને નેશનલ રેડક્રોસ સોસાયટી એવું નામ આપવામાં આવ્યું હતું. અત્યારે ભારતમાં 700થી વધારે રેડક્રોસ સોસાયટીની શાખાઓ આવેલી છે. જે આપત્તીના સમયે મદદ પહોંચાડે છે અને ગરીબ - જરૂરીયાત મંદ લોકોને મદદ પહોંચાડે છે.
રેડક્રોસ બ્લડ બેન્ક
રેડક્રોસ સોસાયટી દુનિયાભરમાં લોકોને કેન્સર, એનિમીયા, થેલેસીમિયા જેવી જીવલેણ બિમારીઓથી બચાવવા અંગે જાગૃત કરવાનો પ્રયત્ન પણ કરે છે. રેડક્રોસ સંસ્થા રક્તદાનના ક્ષેત્રમાં પણ અગ્રણી રીતે કાર્ય કરે છે. સંસ્થા દ્વારા દુનિયાભરમાં અગ્રણી રીતે કામ કરવામાં આવે છે અને લોકોને રક્તદાન માટે જાગૃત કરવામાં આવે છે. સંસ્થા દ્વારા શિબિર લગાવીને દર વર્ષે મોટા પ્રમાણમાં લોહી એકત્ર કરવામાં આવે છે. જેથી જરૂરતના સમયે લોહીની અછત ન સર્જાય.
વધુ વાંચો: આંતરડાનો રોગ છે 'ઇરિટેબલ બાઉલ સિંડ્રોમ'
રેડક્રોસ સાથે જોડાયેલા છે 210 દેશ
વર્ષ 1937માં રેડક્રોસ સંસ્થા દ્વારા વિશ્વની પહેલી બ્લડ બેન્ક અમેરિકામાં ખોલવામાં આવી હતી. એ પછી 1942માં કોલકાતાના કે ઑલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યૂટ ઑફ હાઇઝીન એન્ડ પબ્લિક હેલ્થ અંતર્ગત ભારતીય રેડ ક્રોસ સોસાયટીએ પહેલી બ્લડ બેન્ક સ્થાપિત કરી હતી. વર્ષ 1977માં ભારતીય રેડક્રોસ સોસાયટી હેડક્વાર્ટર દ્વારા પ્રત્યક્ષ રીતે બ્લડ બેંકનું સંચાલન થવા લાગ્યું અને વિભિન્ન રાજ્યોમાં તેની શાખાઓ પણ સ્થાપિત કરવામાં આવી હતી. અત્યારે વિશ્વમાં કુલ 210 દેશ રેડ ક્રોસ સોસાયટી સાથે જોડાયેલા છે. સંસ્થાના સભ્યો નિસ્વાર્થ ભાવે માનવસેવાનું કામ કરે છે. જરૂર પડે ત્યારે તેઓ ગામડા અને શહેરોમાં એમ્બ્યુલન્સ અને દવાઓ પહોંચાડવામાં આવે છે.