ETV Bharat / sukhibhava

આયુર્વેદમાં કેન્સરવિરોધી ઔષધિઓ - આયુર્વેદમાં કેન્સરના ઉપાયો

“કેન્સરની ગણના આધુનિક યુગની સૌથી ઘાતક બિમારીઓમાં થાય છે અને વિશ્વમાં નીપજતાં કુલ મોતમાંથી લગભગ 25 મોત કેન્સરના કારણે થાય છે,” તેમ આયુર્વેદના ઇતિહાસમાં PhD કરનારા અમારા નિષ્ણાત ડો. પી વી રંગનાયકુલુએ જણાવ્યું હતું. વર્ષો વીતવા સાથે દવા અને ટેકનોલોજીના ક્ષેત્રે ઘણી પ્રગતિ સધાઇ હોવા છતાં ડોક્ટરો અને આરોગ્ય નિષ્ણાતો કેન્સરની સારવારમાં સહાય માટે વૈકલ્પિક ઉપચારો, અને ખાસ કરીને આયુર્વેદનો માર્ગ સૂચવે છે. તાજેતરમાં જ વિશ્વ કેન્સર દિનની ઊજવણી કરવામાં આવી, ત્યારે ચાલો, કેન્સરની સારવારમાં આયુર્વેદ કેવી રીતે મદદરૂપ થઇ શકે, તે વિશે જાણકારી મેળવીએ.

આયુર્વેદ
આયુર્વેદ
author img

By

Published : Feb 12, 2021, 8:29 PM IST

Updated : Feb 12, 2021, 8:49 PM IST

ડો. રંગનાયકુલુ જણાવે છે કે, વિશ્વભરની આશરે 3000 જેટલી વનસ્પતિમાં એન્ટિકેન્સર ગુણો હોવાનું માલૂમ પડ્યું છે. આયુર્વેદના ગ્રંથોમાં કેન્સરનું દાહક (ઇન્ફ્લામેટરી) કે બિન-દાહક સોજા તરીકે વર્ણન કરવામાં આવ્યું છે, ગ્રંધી એ નાની રસોળી (સોજો, નિયોપ્લેઝમ) છે અને અર્બુદ એ મોટી રસોળી છે. આયુર્વેદમાં નિયોપ્લેઝમનું વર્ગીકરણ ત્રણ પ્રકારના સોજાના સદર્ભમાં વિવિધ પ્રકારનાં ચિકિત્સક લક્ષણો પર આધારિત છે. પ્રથમ જૂથમાં સ્પષ્ટપણે દૂષિતતા ધરાવતી હોય, તેવી બિમારીઓનો સમાવેશ થાય છે, જેમકે, મેલેનોમા (મામ્સ અર્બુદ), લ્યુકેમિયા (રક્ત અર્બુદ), મોંનું કેન્સર (મુખ અર્બુદ). બીજા જૂથમાં, જે બિમારીઓને કેન્સર તરીકે ગણી શકાય, તેમાં એબ્ડોમિનલ ટ્યૂમર (પેટ અને લિવરનું કેન્સર)નો સમાવેશ થાય છે. જ્યારે, ત્રીજા જૂથમાં અસાધ્ય કમળો, સાઇનસાઇટિસ અને એરિસિપેલાસ (વિસર્પ, ચામડી પર લાલ ચાઠાં થવાની બિમારી)નો સમાવેશ થાય છે.

દોષ, રક્ત, કોશો અને મેદો ધાતુ પર કેવી રીતે વિપરિત અસર પડે છે?

આયુર્વેદ કેન્સર થવાનાં કારણોને અલગ દ્રષ્ટિકોણથી જુએ છે. એપિથેલિયમ (ઉપકલા, રોહિણી), ત્વચાની સપાટીને ઇજા થવી, સ્નાયુઓની પેશી અને રક્તવાહિનીઓને રોગજનક ઇજા પહોંચવી, બિનઆરોગ્યપ્રદ ખોરાક, સ્વચ્છતા પ્રત્યે લાપરવાહી અને કુટેવોને કારણે વિકાર ઉત્પન્ન થાય છે.

આયુર્વેદ
આયુર્વેદ

વાત
કડવા, તીખા, જલદ અને કોરા ખોરાકનું વધુ પડતું સેવન કરવામાં આવે અને તેમાં તણાવની સ્થિતિનો ઉમેરો થાય, તો તેના કારણે શરીરમાં વાત વકરે છે.

પિત્ત
ખાટા, ખારા અને તળેલા ખાદ્ય પદાર્થોનું વધુ પડતું સેવન કરવામાં આવે અને વધુ પડતો ક્રોધ કરવામાં આવે, તો શરીરમાં પિત્ત વકરે છે.

કફ
ગળ્યા અને તેલયુક્ત ભોજનનું વધુ પડતું સેવન કરવામાં આવે અને તેની સાથે જો બેઠાડુ જીવનશૈલી હોય, તો તેના કારણે શરીરમાં કફ વકરે છે.

રક્ત
એસિડ કે આલ્કલીનું ઊંચું પ્રમાણ ધરાવતા ખાદ્ય પદાર્થો, તળેલી અને શેકેલી ચીજો, આલ્કોહોલિક પીણાં, ખાટાં ફળો વગેરેનું અતિશય સેવન કરવામાં આવે અને તેની સાથે સાંવેદનિક વ્યગ્રતા અનુભવાય, વધુ સમય સુધી તડકામાં રહેવામાં આવે, વગેરે સ્થિતિને કારણે રક્તનો વિકાર થાય છે.

સ્નાયુની પેશીઓ

માંસ, માછલી, દહીં, દૂધ, મલાઇ જેવા ઉદ્દીપક ખાદ્ય પદાર્થોના વધુ પડતા સેવન, દિવસના સમયે ઊંઘવું વગેરે પરિબળોને કારણે સ્નાયુની પેશીઓમાં અવ્યવસ્થા સર્જાય છે.

આયુર્વેદ
આયુર્વેદ

ફેટ ટિશ્યૂ

તેલયુક્ત પદાર્થો, મીઠાઇ, આલ્કોહોલ જેવા ખાદ્ય પદાર્થોનું અતિશય સેવન કરવાથી અને પ્રમાદી જીવનશૈલીને કારણે ફેટ ટિશ્યૂ (મેદો ધાતુ)માં વિકાર સર્જાય છે.

આયુર્વેદ
આયુર્વેદ

આયુર્વેદમાં કેન્સરનો ઉપચાર

ડો. રંગનાયકુલુ જણાવે છે કે, આયુર્વેદમાં કેન્સરની સારવારને ચાર શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવી છે, જે આ પ્રમાણે છેઃ આરોગ્યની જાળવણી, બિમારીનો ઉપચાર, સામાન્ય કાર્યોનું પુનઃસ્થાપન અને આધ્યાત્મિક અભિગમ. આ ઉપરાંત શુદ્ધિકરણની પ્રક્રિયા (શોધન ચિકિત્સા) પણ ઉપલબ્ધ છે, જે શરીરમાંથી કેન્સરનો નાશ કરે છે. જોકે, નબળી ઊર્જા કે રોગપ્રતિકારક શક્તિ ધરાવનારા લોકો પર તે ચિકિત્સા હાથ ધરવી બિનસલાહભર્યું છે. ઇમ્યૂનોથેરેપી (રસાયણ ચિકિત્સા) એ કાયાકલ્પ માટેની થેરેપીનું અન્ય એક સ્વરૂપ છે. આ ઉપરાંત, ચયાપચયની ક્રિયામાં રહેલી ખામીનો ઉપચાર કરવો, લક્ષણો ધરાવતી તકલીફોની સારવાર કરવી એ અન્ય અભિગમો છે. સર્જિકલ અભિગમ એ કેન્સરની સારવાર માટેનો છેલ્લો અભિગમ છે.

કેન્સરનો નાશ કરવા માટેના સહાયક ગુણો ધરાવનારી ઘણી ઔષધિઓ પૈકીની અત્યંત મહત્વની ઔષધિઓ અમારા નિષ્ણાત દ્વારા જણાવવામાં આવી, તે નીચે મુજબ છેઃ

ગ્રીન ચિરેટ્ટા (ચિરાયતા) એન્ડ્રોગ્રાફિસ પેનિક્યુલેટા)

સીતાફળની વેરાયટી (એન્નોના એટિમોયા)

ચેમ્બર બિટ્ટર (ફિલેન્થસ નિરૂરી)

પીપળી (પિપર લોંગમ)

મેએપ્પલ (પોડોફિલમ હેક્ઝાન્ડ્રમ)

હાર્ટલિફ મૂનસીડ (ટિનોસ્પોરો કોર્ડિફોલિયા)

માર્કિંગ નટ (સેમીકાર્પસ એનાકાર્ડિયમ)

આ સિવાય અન્ય કેટલીક ઔષધિઓ પણ કેન્સરના ઉપચારમાં ઉપયોગી છે. તે ઔષધિ કઇ છે, તેનું ઔષધીય નામ શું છે અને કયા પ્રકારના કેન્સરમાં તે સહાયરૂપ થાય છે, તેની વિગતો નીચે પ્રમાણે છેઃ

રોઝરી પી (એબ્રુસ પ્રિકેટોરિયસ) – ફાઇબ્રો સારકોમા

લેબ્બિક ટ્રી (આલ્બિઝઇયા લેબ્બેક) – સારકોમા

લસણ (એલિયમ સેટિવમ) – સારકોમા

એલોવેરા (ઇન્ડિયન એલો) – લિવર કેન્સર, ન્યૂરોએક્ટોડર્મલ ટ્યૂમર

ડિટા બાર્ક, ડેવિલ્સ ટ્રી (એલ્સ્ટોનિયા સ્કોલારીસ) – પેટનું કેન્સર

રોહિતક (એમારા રોહિતક) – લ્યુકેમિયા

કાજૂ (એનેકાર્ડિયમ ઓકિડેન્ટેલ) – લિવર કેન્સર

એસ્પરાગસ (એસ્પરાગસ રેકેમોસસ) – એપિડર્મોઇડ કાર્સિનોમા

થાઇમ લિવ્ડ ગ્રેટિઓલા (બાકોપા મોન્નિરી) – કાર્સિનો સારકોમા

ઇન્ડિયન બરબેરી / ટ્રી ટર્મરિક (બર્બેરીસ એરિસ્ટેટા) – નાક અને ગળાનું કેન્સર

ઇન્ડિયન ફ્રેન્કિસેન્સ (બોસ્વેલિયા સેર્રેટા) – લ્યુકેમિયા અને બ્રેઇન ટ્યૂમર

મેડાર ટ્રી (કેલોટ્રોપિસ જિજેન્ટિયા) – નાક અ ગળાનું કેન્સર

હળદર (કાર્ક્યૂમા લોંગા) – ફાઇબ્રોસારકોમા

વ્હાઇટ થોર્ન એપલ (ડેટુરા મેટેલ) – નાક અને ગળાનું કેન્સર

કોરાલ ટ્રી (એરિથ્રિના સ્યૂબેરોસા) - સારકોમા

અસ્થમા પ્લાન્ટ (યુફોર્બિયા હિર્ટા) – લ્યુકેમિયા

સ્પાઇડરવિસ્પ (ગાઇનેન્ડ્રોપ્સિસ પેન્ટેફિલા) – લિવર કેન્સર

ઇન્ડિયન ટર્નસોલ (હેલિયોટ્રોફિયમ ઇન્ડિકમ) – લિમ્ફેટિક લ્યુકેમિયા

સ્ટારથોર્ન / લોંગ લિવ્ડ બર્લેરિયા (હાઇગ્રોફાઇલ સ્પિનોસા) – ડેલ્ટન્સ લિમ્ફોમા

વેવી-લિફ ઇક્ઝોરા (ઇક્ઝોરા અન્ડ્યુલેટા) – લ્યુકેમિયા

બ્લેક જ્યુનિપર (જ્યુનિપેરૂસ ઇન્ડિકા) - નાક અને ગળાનું કેન્સર

ગલકાં (લ્યુફ્પા સિલિન્ડ્રિકા) – લ્યુકેમિયા

લીમડો (મેલિયા અઝેડેરાક) - વોકર કારસિનો સારકોમા

સરગવાનું વૃક્ષ (સિઘરુ) – લિમ્ફ (લસિકા) અને બ્લડ કેન્સર

ઓલિએન્ડર (નેરિયમ ઇન્ડિકમ / નેરિયમ ઉન્ડ્યુલેટા) – એર્લિચ એસાઇટેસ કેન્સર

કાળું જીરૂ (નિગેલ્લા સેટ્ટિવા) – ફેફસાં અને આંતરડાનું કેન્સર

હોલિ બેસિલ (ઓસિમમ સેન્ક્ટમ) – ચામડી અને લિવરનું કેન્સર

સ્ટિન્કવાઇન (પેડેરિયા ફોટિડા) – નાક અને ગળાનું કેન્સર

હેલેબોર (પિક્રોરિઝા કુરોઆ) – લિવર કેન્સર

ડોક્ટરબુશ/ લિડવોર્ટ (પ્લમ્બેગો ઝિલેનિકા) – લિવરનું કેન્સર

ઇન્ડિયન મેડર (રૂબિયા કોર્ડિફોલિયા) – મેલાનોમા, આંતરડાનું કેન્સર, સ્તન કેન્સર.

ઇંગ્લિશ યૂ (ટેક્સસ બક્કેટા) – વિવિધ પ્રકારનાં ટ્યૂમર

બારમાસી (વિન્કા રોસી) – સ્તન કેન્સર, સર્વિક્સ, કિડની, ફેફસાં અને અંડાશયનું કેન્સર

અશ્વગંધા / વિન્ટર ચેરી (વેથેનિયા સોમ્નીફેરા) – વિવિધ પ્રકારનાં ટ્યૂમર

આ ઉપરાંત, કંચનારા ગુગળ, ચ્યવનપ્રાશ લેહ્યમ અને વર્ધમાન પીપળી (ચોક્કસ સમયગાળા માટે વધતી અને ઓછી થતી જતી માત્રામાં પીપળીનું સેવન કરવું) તે પણ ઉપચારનો એક ભાગ છે. આયુર્વેદના ગ્રંથમાં કેન્સરના ઉપચારમાં ઉપયોગી હોય, તેવી વિવિધ પ્રકારની વનસ્પતિ અંગેની વિગતો ઠાંસી-ઠાંસીને ભરી છે. જોકે, ફિઝિશિયનોએ દર્દીની સ્થિતિ અને કેન્સરનો તબક્કો (સ્ટેજ)નું મૂલ્યાંકન કરવું જરૂરી છે અને ત્યાર બાદ તે કેન્સરથી પીડાતા દર્દી માટે જરૂરી ઔષધિઓ તથા વૈકલ્પિક સારવાર માટેનો નિર્ણય લે છે. સાથે જ, એ પણ ધ્યાનમાં રાખવું જોઇએ કે, આ ઉપચારો વ્યક્તિગત સમજ અનુસાર શરૂ ન કરવા જોઇએ. કેન્સરનો ઉપચાર શરૂ કરતાં પહેલાં આયુર્વેદિક નિષ્ણાત કે ફિઝિશિયનની સલાહ લેવી અત્યંત જરૂરી છે, અન્યથા બિમારી વકરી શકે છે.

Last Updated : Feb 12, 2021, 8:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.