ETV Bharat / sukhibhava

વાયુ પ્રદૂષણ બાળકોમાં ADHDનું જોખમ વધારી શકે છે: સંશોધન - બાળકો હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર

વધતું પ્રદૂષણ (Air Pollution) એ માત્ર પર્યાવરણ માટે જ ખતરારૂપ નથી, પરંતુ તમામ વયના લોકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે પણ એક સમસ્યા છે. તાજેતરમાં એક સંશોધનમાં પ્રકાશમાં આવ્યું છે કે, વધતા પ્રદૂષણના કારણે બાળકોમાં ADHD રોગનું જોખમ (Air Pollution Effects In childrens) પણ વધી રહ્યું છે.

વાયુ પ્રદૂષણ બાળકોમાં ADHDનું જોખમ વધારી શકે છે: સંશોધન

author img

By

Published : Mar 2, 2022, 11:55 AM IST

ન્યૂઝ ડેસ્ક: પ્રદૂષણ, ખાસ કરીને આબોહવામાં વધતુ પ્રદૂષણ (Air Pollution) , પુખ્ત વયના લોકો અને બાળકોમાં શારીરિક રોગો અને સમસ્યાઓનું (Air Pollution Effects In childrens) કારણ સાથે તેમના માનસિક સ્વાસ્થ્ય પર પણ ઉંડી અસર કરે છે. બાર્સિલોના ઇન્સ્ટિટ્યૂટ ફોર ગ્લોબલ હેલ્થે કરેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, વાયુ પ્રદૂષણને કારણે બાળકોમાં ADHD જેવી માનસિક સમસ્યાઓનું (ADHD Problem) જોખમ ઝડપથી વધી રહ્યું છે.

વધુ વાયુ પ્રદુષણવાળા વાતાવરણની ગંભીર અસર બાળકોમાં

સંશોધનમાં ઉલ્લેખ છે કે, વધુ વાયુ પ્રદુષણવાળા વાતાવરણમાં બાળકો હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર, ADHD અને હાયપરએક્ટિવ ડિસઓર્ડરનો શિકાર બને છે. સંશોધન દર્શાવે છે કે, હવામાં રહેલા પ્રદૂષણના નાના કણોને કારણે થતા ચેપના પ્રભાવ હેઠળના બાળકોમાં વર્તણૂકીય સમસ્યાઓ, ખાસ કરીને ADHD થવાનું જોખમ વધે છે. આ સંજોગોમાં જે બાળકો હરિયાળા અને ઓછા પ્રદૂષિત વિસ્તારોમાં રહે છે, તેમને આ સમસ્યાનું જોખમ 50 ટકા જેટલું ઓછું રહે છે.

જાણો આ સંશોઘન વિશે

'એનવાયરમેન્ટ ઈન્ટરનેશનલ' જર્નલમાં પ્રકાશિત સંશોધનમાં વર્ષ 2000થી 2001 દરમિયાન જન્મેલા બાળકોના સ્વાસ્થ્યનો અભ્યાસ કરાયો હતો. આ સંશોધનમાં, બાર્સિલોના ગ્લોબલ હેલ્થના મટિલ્ડા વાન ડેન બાશની અધ્યક્ષતામાં સંશોધકોએ કેનેડાના વૈન્કૂવરમાં 37 હજાર બાળકોના આરોગ્ય રેકોર્ડમાંથી ડેટાનું વિશ્લેષણ કર્યું હતું. જેમાંથી ADHDના 1,217 કેસ નોંધાયા હતા, જે કુલ અભ્યાસમાંથી બાળકોના લગભગ 4.2 ટકા હતા.

આ સંશોધનમાં કાયદાકિય ડેટાનો આધાર

સંશોધન માટે, સંશોધકોએ ADHD સંબંધિત કેસોનો ડેટા હોસ્પિટલના રેકોર્ડ્સ અને ડોકટરો પાસે નોંધાયેલા પ્રિસ્ક્રિપ્શનોમાંથી મેળવ્યો હતો. આ ઉપરાંત, પીડિત બાળકોના ઘરની આસપાસના વાતાવરણની માહિતી મેળવવા માટે સેટેલાઇટની તસવીરો તેમજ નાઇટ્રોજન ડાયોક્સાઈડ અને પીએમ 2.5 અને ધ્વનિ પ્રદૂષણને લગતા ડેટાનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. સંશોધનમાં, આ ત્રણ પર્યાવરણીય પ્રદૂષકો અને ADHD વચ્ચેના જોડાણ વિશે માહિતી મેળવવા માટે આંકડાકીય મોડલનો ઉપયોગ કરાયો હતો.

આ પણ વાંચો: Reverse Walking Benefits: પીઠ અને ઘુંટણના દર્દથી પીડાવ છો, તો રિવર્સ વોકિંગ કરશે મદદ

પ્રદૂષણનું સ્તર પીએમ 2.5 કે તેથી વધુ હોય

આ સંશોધનમાં સામે આવ્યું હતું કે, જે બાળકો એવા વિસ્તારોમાં રહે છે, જ્યાં પ્રદૂષણનું સ્તર પીએમ 2.5 કે તેથી વધુ હોય, તેમને વર્તણૂકીય રોગ એટેન્શન ડેફિસિટ હાયપરએક્ટિવ ડિસઓર્ડર (ADHD) થવાનું જોખમ પ્રમાણમાં વધારે હોય છે. સંશોધન પરિણામોના આધારે સંશોધકોએ અનુમાન લગાવ્યું હતું કે, પીએમ 2.5 પ્રદૂષણના સ્તરમાં દર 2.1 માઇક્રોગ્રામ વધારો બાળકોમાં ADHDનું જોખમ 11 ટકા વધારી શકે છે.

ADHDએ ન્યુરોડેવલપમેન્ટલ ડિસઓર્ડર છે

ઉલ્લેખનીય છે કે, ADHDએ ન્યુરોડેવલપમેન્ટલ ડિસઓર્ડર છે, જે બાળકોમાં એકદમ સામાન્ય છે. આંકડા મુજબ, આ સમસ્યા લગભગ 5 થી 10 ટકા બાળકોને અસર કરે છે. મનોવૈજ્ઞાનિક ડૉ. રેણુકા શર્માએ જણાવ્યું હતુ કે, ADHD એટલે કે અટેન્શન ડેફિસિટ હાયપરએક્ટિવ ડિસઓર્ડર એ માનસિક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા છે. જેના કારણે વર્તનમાં હાયપરએક્ટિવિટી ઊભી થાય છે. ADHD એ મુખ્યત્વે બાળકોમાં જોવા મળે છે, પરંતુ તે ક્યારેક પુખ્ત વયના લોકોમાં પણ જોવા મળે છે. બીજી તરફ છોકરીઓ કરતાં છોકરાઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે.

જાણો આ બીમારીના લક્ષણો વિશે

આ સમસ્યાથી પીડિત બાળકો કોઈપણ કામમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી અને તેઓ હાયપરએક્ટિવ હોય છે. આવા બાળકો અભ્યાસ, અન્ય કોઈ કામ, સ્થિરતા સાથે આરામ પણ કરી શકતા નથી.

ADHDની ત્રણ શ્રેણીમાં વહેંચણી

લક્ષણોના આધારે, ADHDને ત્રણ શ્રેણીઓમાં વહેંચવામાં આવે છે - પ્રથમ શ્રેણીમાં, જે બાળકોમાં એકાગ્રતાનો અભાવ હોય છે, બીજી કેટેગરીમાં હાયપરએક્ટિવ બાળકો આવે છે, જેઓ એક ક્ષણ માટે પણ શાંત કે શાંતિથી બેસી શકતા નથી, ત્રીજી કેટેગરીમાં એવા બાળકો છે, જેમાં એટેન્શન ડેફિસિટ અને હાઈપરએક્ટિવિટી બન્નેના લક્ષણો એકસાથે જોવા મળે છે. સામાન્ય રીતે આ સમસ્યાથી પીડિત બાળકોમાં સૂચનાઓનું પાલન ન કરવું, એકાગ્રતાનો અભાવ, યાદશક્તિનો અભાવ, કોઈની વાત ન સાંભળવી, વારંવાર ભૂલ કરવી, હોમવર્ક કરવાનું ભૂલી જવું, સંયમનો અભાવ, ગુસ્સો કે બૂમો પાડવી અને વધુ પડતું બોલવું જેવા નાના લક્ષણો જોવા મળે છે.

આ પણ વાંચો: NATIONAL PROTEIN DAY 2022 : દિવસમાં કેટલું પ્રોટીન લેવું જોઈએ, આ રીતે આહારમાં કરો પ્રોટીનનો સમાવેશ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.