ઉમરગામ તાલુકાના મલાવગામમાં પારસીપાડામાં એક ઘરમાં અજાણ્યો યુવક ઘુસી જતા ઘરના માણસોએ બુમા બુમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. આ યુવકને ચોરી કરવા ઘુસ્યો હોવાનું માની લોકોએ માર માર્યો હતો.
યુવક ને એટલી હદે મૂંઢ માર મારવામાં આવ્યો હતો કે, તે અર્ધબેભાન બની ગયો હતો. તે બાદ પણ વિફરેલા ગામના યુવાનોએ તેને દોરડાથી એક જીપમાં બાંધી પોલીસને જાણ કરતા સંજાણ પોલીસ પણ ત્યાં દોડી ગઈ હતી
સંજાણ પોલીસ ચોકીમાં આ યુવકને લાવવામાં આવ્યો હતો જ્યાં આ યુવકની પુછપરછ કરવામાં આવી હતી. યુવક મહારાષ્ટ્ર્રના ગામનો હોવાનું જણાતા તેના ઘરના લોકોને જાણ કરવાની પોલીસે તજવીજ હાથ ધરી હતી. જેમાં પ્રાથમિક માહિતી મુજબ અજાણ્યો યુવક ભૂલ થી ગામમાં જઇ ચડેલો હતો. અને લોકોએ ચોર સમજી ઢીબી નાખ્યો હતો.