- કપારાડાના યુવાનોની રમતગમતની પ્રતિભા બહાર લાવવા એક પ્રયાસ
- દિક્ષલ ગામમાં બિરસા મુંડા સ્ટેડિયમનું આજે કરાયું ખાતમુહૂર્ત
- સહ્યાદ્રી ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી કરવામાં આવ્યું ખાતમુહૂર્ત
વલસાડઃ કપરાડામાં રમતગમતમાં રસ ધરાવતા અનેક યુવાનો માટે સારા સમાચાર આવ્યા છે. કારણ કે, કપરાડાના દિક્ષલ ગામમાં બિરસા મુંડા સ્ટેડિયમનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ સ્ટેડિયમ તૈયાર થયા બાદ અનેક ખેલાડીઓ અહીં રમતની પ્રેક્ટિસ કરી શકશે.
આ પણ વાંચો- થરાદ રેફરલ હોસ્પિટલ ખાતે ગૌતમ અદાણીના સહયોગથી બનાવેલા ઓક્સિજન પ્લાન્ટનું જિલ્લા કલેક્ટરે ઉદ્ઘાટન કર્યુ
પ્રતિભાને બહાર લાવવા માટે સ્ટેડિયમ એક પ્લેટફોર્મ બનશે
સહ્યાદ્રી ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી તેમ જ 2 સ્થાનિક ખેડૂતો દ્વારા આપવામાં આવેલી યુવાનો માટેની પ્રતિભા વિકસાવવા જમીનને લીધે એક સ્ટેડિયમનું નિર્માણ થવા જઈ રહ્યું છે. અહીં ક્રિકેટપ્રેમી યુવાનો પોતાની પ્રતિભા પાથરી શકશે. અનેક અંતરિયાળ ગામોના યુવાનોમાં ખેલ અંગે પ્રતિભા છુપાયેલી છે. આવી પ્રતિભાને બહાર લાવવા માટે સ્ટેડિયમ એક પ્લેટફોર્મ બનશે.
સ્ટેડિયમનું નામ બિરસા મુંડા રાખી ખાતમુહૂર્ત કરાયું
આદિવાસી સમાજ દ્વારા જેમને ભગવાન તરીકે પૂજવામાં આવે છે. એવા બિરસા મુંડાના નામ પરથી સ્ટેડિયમનું નવામ રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે સમસ્ત આદિવાસી સમાજના અગ્રણીઓ ગામના યુવાનો તેમ જ સહ્યાદ્રી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ મંત્રી અને ટ્રસ્ટીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજરી આપી હતી.
આદિવાસી સમાજના અનેક અગ્રણીઓ હાજરી આપી ખાત મુહુર્ત કર્યું હતું
ખાતમુહૂર્તના આ પ્રસંગે આદિવાસી સમાજના પ્રમુખ બચુ ભગરિયા, આદિવાસી સામાજિક કાર્યકર જયેન્દ્ર ગાવિત, પ્રકૃતિ સેવા મંડળના પ્રમુખ ગમન ગાવિત, સમસ્ત આદિવાસી સમાજના સભ્ય કમલેશ થોરાત, ઘાટણ જિલ્લા પંચાયતના સભ્ય મિનાક્ષી ગાંગોડા, બિરસા મુંડા સ્ટેડિયમ માટે જેમણે જમીન આપી તે દાતા કાશીનાથ ગાંગોડા અને રમેશ ગાંગોડા, સહ્યાદ્રી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રમેશ જાદવ અને તમામ સમિતિ સભ્યો તેમ જ ગામના અગ્રણીની હાજરીમાં બિરસામુંડા સ્ટેડિયમનું ખાર્તમુહૂર્ત કરવામાં આવ્યું હતું.