ETV Bharat / state

વાહ...હવે ગુજરાતમાં સફરજનનું ઉત્પાદન! વલસાડના ખેડૂતે કર્યુ સાહસ

દક્ષિણ ગુજરાતની આબોહવા અને ભૌગોલિક પરિસ્થિતિ સફરજનના પાક માટે યોગ્ય નથી એવું ખેતીના જાણકાર જણાવે છે. પરંતુ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના એક નાનકડા ગામના ખેડૂતે સાહસ કરી સફરજનની સફળ ખેતી કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ ખેડૂતે આ તમામ જાણકારી માન્યતાને ખોટી સાબિત કરી છે.

wow-dot-dot-dot-now-apple-production-in-gujarat-an-adventure-by-a-farmer-in-valsad
વાહ...હવે ગુજરાતમાં સફરજનનું ઉત્પાદન! વલસાડમાં ખેડૂતે કર્યુ સાહસ
author img

By

Published : Jul 17, 2021, 1:59 PM IST

Updated : Jul 17, 2021, 2:10 PM IST

  • વલસાડમાં થાય છે સફરજનની ખેતી...!
  • ખેડૂતે સફરજનની સફળ ખેતી કરી
  • આસપાસના લોકો આવે છે જોવા

વલસાડ: સામાન્ય રીતે સફરજનની ખેતી કે ઠંડા પ્રદેશોમાં થતી હોય છે જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં સફરજનની સફળ ખેતી થાય છે. જો કે ગુજરાતની આબોહવા અને વાતાવરણ સફરજનની ખેતી માટે યોગ્ય નથી તેમ છતાં પણ ધરમપુર તાલુકાના એક નાનકડા ગામના ખેડૂતે સાહસ કરી સફરજનની સફળ ખેતી કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેમણે પોતાના ખેતરમાં 35 જેટલા નાનકડા વૃક્ષો સફરજનના વાવેતર કરી માત્ર 15 માસમાં ઉત્પાદન લેવાનું શરૂ કર્યું છે. તેમની આ આશ્ચર્યજનક ખેતીને જોવા માટે આસપાસના ગામોમાંથી ખેડૂતો આવી રહ્યા છે. તેમજ તેમની ખેતીની પદ્ધતિમાંથી વિવિધ સુચનો પણ મેળવી રહ્યા છે.

વાહ...હવે ગુજરાતમાં સફરજનનું ઉત્પાદન! વલસાડમાં ખેડૂતે કર્યુ સાહસ

નાનકડા ગામના ખેડૂતે કર્યુ સાહસ

ધરમપુરથી માત્ર સાત કિલોમીટરના અંતરે આવેલા ચીંચોઝર ગામના ખેડૂતે સફરજનની સફળ ખેતી કરીને અન્ય ખેડૂતોને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ સાથે જ ખેતીના જાણકારો કે જોઓ એવી માન્યતા ધરાવે છે કે, ગુજરાતનો પ્રદેશ અને આબોહવા સફરજનની ખેતી માટે યોગ્ય નથી. એ તમામની માન્યતા પણ ખોટી સાબિત કરી દીધી છે. માત્ર 15 માસમાં આ ખેડૂતે ઉત્પાદન મેળવવાનું શરૂ કરી દીધું છે, તેણે પોતાના ખેતરમાં નાખેલા 35 જેટલા સફરજનના નાનકડા વૃક્ષોના વાવેતર ઉપરથી ઉત્પાદન લીધું છે.

વ્યવસાયે નર્સરી અનુભવને આધારે સફરજનની ખેતી શરૂ કરી

ધરમપુર નજીકમાં આવેલા ચીચોઝર ગામના રોહિત અંબાલાલ પટેલ નામના ખેડૂતે જેઓ વ્યવસાયે નર્સરીની કામગીરી કરે છે. તેમની આ નર્સરીની કામગીરીની સાથે સાથે અનેક અનુભવોને આધારે તેમણે સફરજનની ખેતી કરવા માટેનું સાહસ ખેડ્યું હતું. તેમના સાહસમાં તેમને સફળતા મળી છે. તેમણે પ્રથમ તબક્કે પોતાના ખેતરમાં 35 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું હતું. તેની એક વર્ષ સુધી માવજત કર્યા બાદ 15 મહિના બાદ તેમના આ સફરજનના વૃક્ષ ઉપર ઉત્પાદન આવવાનું શરુ થયું હતું. હાલમાં પણ આ વૃક્ષો ઉપર નાનકડા સફરજન જોવા મળે છે. તેમની આ સફળ ખેતીને નિહાળવા અને તેમની પાસે વિવિધ પ્રકારની માહિતી લેવા માટે અનેક ગામના ખેડૂતો આવી રહ્યા છે.

ખેડૂતોએ તેમના ખેતરને બનાવવું જોઈએ ATM

સફરજનની સફળ ખેતી કરનારા રોહિત પટેલે ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું કે, દરેક ખેડૂતે અઢળક આવક મેળવવા માટે પોતાના ખેતરને ATM જેવું બનાવવું જોઈએ. એટલે કે દર ત્રણ માસે કે બે માસે કોઈપણ ફળ ફળાદીના વૃક્ષો પોતાનું ઉત્પાદન ખેડૂતને આપે અને તેનાથી ખેડૂતોને આવક મળે એ પ્રકારે વિવિધ ખેતીવાડીમાં ફળોના વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જેમકે સીતાફળ, ભેરુ, લીંબુ જેવા અનેક ફળ આપતા વૃક્ષોનું વાવેતર ખેડૂતોએ કરીને પોતાના ખેતરને ATM જેવું બનાવી લેવું જોઇએ અને તે માટે તેમણે વિશેષ પદ્ધતિ વિકસાવી છે અને આ ટિપ્સ દરેક ખેડૂતોને આપી રહ્યા છે.

આ પણ વાંચો: દેશને અમેરિકન મકાઈનો સ્વાદ ચખાડનારા વલ્લભ કુકડીયાનો કોરોનાએ ભોગ લીધો

આમ વલસાડ જિલ્લાના ધરમપુર નાનકડા ગામ ચીંચોઝર ખાતે રોહિત નામના ખેડૂતે પોતાની સાહસ અને મહેનતથી સફરજનની સફળ ખેતી કરીને અનેક માન્યતાઓને ખારીજ કરી દીધી છે. અન્ય ખેડૂતો માટે પણ તેઓ એક નવો દાખલો બેસાડયો છે.

Last Updated : Jul 17, 2021, 2:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.