ETV Bharat / state

પારડીમાં આવેલા ઐતિહાસિક કિલ્લાને બીજા ચરણમાં વિકસાવવાની કામગીરી હાથ ધરાઈ

author img

By

Published : Dec 19, 2020, 10:04 AM IST

પારડી ખાતે આવેલા ઐતિહાસિક કિલ્લાનું રીનોવેશન કરવા માટે પારડી પાલિકાના સત્તાધીશો અને કન્સલ્ટન્ટ સાથે કિલ્લા ઉપર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જોકે આ અગાઉ પણ કિલ્લાને રીનોવેટ કરવા પ્રથમ તબક્કામાં 84 લાખનો ખર્ચ કરવામાં આવી ચુક્યો છે. પરંતુ દેખરેખના અભાવે કિલ્લો ફરી જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે.

paradi
paradi
  • પારડીની ઓળખ એવા ઐતિહાસિક કિલ્લાને નગરજનો તેમજ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર
  • 2014માં 84 લાખને ખર્ચે અગાઉ પણ કિલ્લામાં રીનોવેશન કરવામાં આવ્યું હતું
  • દેખરેખને અભાવે કિલ્લો ફરી જર્જરિત બન્યો

વલસાડઃ પારડી ખાતે આવેલા ઐતિહાસિક કિલ્લાનું રીનોવેશન કરવા માટે પારડી પાલિકાના સત્તાધીશો અને કન્સલ્ટન્ટ સાથે કિલ્લા ઉપર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જોકે આ અગાઉ પણ કિલ્લાને રીનોવેટ કરવા પ્રથમ તબક્કામાં 84 લાખનો ખર્ચ કરવામાં આવી ચુક્યો છે. પરંતુ દેખરેખના અભાવે કિલ્લો ફરી જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે.

પારડીમાં પેશ્વાઇ સમયમાં બનેલો કિલ્લો દેખરેખના અભાવે ખન્ડેર થઈ ચૂક્યો છે. અહીં અંગ્રેજો સમયમાં કિલ્લામાં બનેલી જેલ પણ આજે હયાત છે. જ્યાં અગાઉ અનેક કેદીઓને રાખવામાં આવતા હતાં. આજે એ તમામ જેલની દીવાલો જર્જરિત બની છે, જુના કિલ્લાના બુરાજ પણ તૂટી જર્જરિત બન્યા છે.

પારડીમાં આવેલા ઐતિહાસિક કિલ્લાને બીજા ચરણમાં વિકસાવવાની કામગીરી હાથ ધરાઈ
2014માં કિલ્લામાં રીનોવેશન કરાયુ હતું અગાઉ 2014માં એક કરોડનું ઈ-ટેન્ડરીંગ કરી લગભગ ૮૪ લાખ ના ખર્ચે આ ઐતિહાસિક કિલ્લાનું રીનોવેશન કરી કિલ્લાને એક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનું કાર્ય કરવામાં આવ્યું હતું ઠેર ઠેર લાઇટીંગ , રંગરોગાન કરી તેમજ બાળકો માટે વીવીધ પ્રકારના ઝુલા સ્લાઇડ અને ફુવારો લગાવી કિલ્લાને નગરજનો તેમજ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બનાવવા આવ્યુ હતું પરંતુ જાળવણીના અભાવે લાખોના ખર્ચે રીનોવેશન કરાયેલો અને વિકસિત કરાયેલ કિલ્લો આજે ફરી જર્જરિત થયેલ દેખાઈ રહ્યો છે
Etv Bharat
ઐતિહાસિક કિલ્લાને બીજા ચરણમાં વિકસાવવાની કામગીરી હાથ ધરાઈ
ઐતિહાસિક ધરોહર બચાવવા જાગ્યુ તંત્ર પારડીમાં આવેલા ઐતિહાસિક કિલ્લા પર પાલિકાના ચીફ ઓફિસર પ્રાચી દોશી નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ રાઠોડ ઉપપ્રમુખ સંગીતાબેન પટેલ વોર્ડના સભ્યો અને કીલ્લાના રીનોવેશન માટે કલ્સન્ટન્ટ જોડે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નગરપાલિકા પ્રમુખના જણાવ્યા અનુસાર કિલ્લાનું અગાઉ પ્રથમ ચરણમાં આ કિલ્લાનું રીનોવેશન કરવામાં આવ્યુ હતુ અને હવે કીલ્લાને બીજા ચરણમાં વિકસાવવામાં આવશે એટલે કે પોસ્ટ ઓફિસ તરફથી અધ્યતન ગેટ તેમજ ઠેરઠેર લેન્ડસ્કેપ અને નગરપાલિકા પાછળથી કિલ્લા ઉપર જોવા માટે રસ્તો અને ઉપર કાર પાર્કિંગ કરી શકાય તેવી સુવિધાઓ કરવામાં આવશે. જે માટે નિરીક્ષણ કરી વ્યવસ્થિત પ્લાનિંગ કરી ઐતિહાસિક પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની તૈયારી હાથ ધરી છે.
ETv Bharat

જેથી પારડીની ઓળખ એવા કિલ્લાને ફરીથી જીવંત કરી શકાય એમ છે પારડીના નગર જનોને આ ઐતિહાસિક કિલ્લામાં પરિવાર સાથે ફરી શકશે. સાથે સાથે કિલ્લાની જાળવણી પણ થશે એવું માનવામાં આવી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.