ETV Bharat / state

વારોલી તલાટ ગામે લગ્નના ત્રણ વર્ષ બાદ પરિણીતાએ જીવન ટૂંકાવ્યું, હત્યા કરાઈ હોવાનો પિતાનો આક્ષેપ

author img

By

Published : Jun 8, 2021, 1:08 PM IST

કપરાડા તાલુકામાં 26 વર્ષીય પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. પરણિતાના શરીર ઉપર માર માર્યો હોય એવી ઇજાના નિશાનો દેખાયાં હતાં જેથી પિયર પક્ષે સાસરિયાં ઉપર પુત્રીની હત્યા કરી હોવાના આક્ષેપો લગાવ્યાં છે.

વારોલી તલાટ ગામે લગ્નના ત્રણ વર્ષ બાદ પરિણીતાએ જીવન ટૂંકાવ્યું, હત્યા કરાઈ હોવાનો પિતાનો આક્ષેપ
વારોલી તલાટ ગામે લગ્નના ત્રણ વર્ષ બાદ પરિણીતાએ જીવન ટૂંકાવ્યું, હત્યા કરાઈ હોવાનો પિતાનો આક્ષેપ
  • લગ્નના ત્રણ વર્ષ બાદ પરિણીતાએ કર્યો આપઘાત
  • મૃતક પરિણીતાના પરિવારજનોએ સાસરી પક્ષ ઉપર લગાવ્યો હત્યાનો આક્ષેપ
  • પોલીસે માત્ર અકસ્માત મોત નોધી તપાસ હાથ ધરી

વલસાડ: કપરાડા તાલુકામાં 26 વર્ષીય પરણીતાએ કોઈ અગમ્ય કારણોસર ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું. જે અંગે સાસરિયા પક્ષોએ પરિણીતાની બોડી નીચે ઉતારીને પિયર પક્ષનાને જણાવ્યું હતું કે તમારી પુત્રી રાત્રેન સૂઈ ગઈ હતી જે હજુ ઉઠતી નથીનું જુઠાણું ચલાવ્યું હતું. જ્યારે પરણિતાના શરીર ઉપર માર માર્યો હોય એવી ઇજાના નિશાનો દેખાતાં પિયર પક્ષે સાસરિયાં ઉપર પુત્રીની હત્યા કરી હોવાના આક્ષેપો લગાવ્યા છે જેની ફરિયાદ નોંધાઇ છે.

આ પણ વાંચોઃ દહેજના ત્રાસથી આત્મહત્યા કરનારી પરિણિતાના કેસમાં 4.5 વર્ષે ચુકાદો, સાસરિયાઓને 3 વર્ષની કેદ

મૃતક પરિણીતાના શરીરે હાથ અને કમરના ભાગે મારના નિશાનો હોવાના આક્ષેપ

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ.કપરાડા તાલુકાના વરવઠ ગામે ચિચપાડા ફળિયામાં રહેતા પરસુભાઈ બુધિયાભાઈ ભોયાની દીકરીના મમતાના લગ્ન વારોલી તલાટ ફળીયામા રહેતા ઈશ્વરભાઈના પુત્ર કેતનભાઈ રાઉત સાથે થયા હતાં. બંનેની દોઢ વર્ષની પુત્રી છે. બંનેના લગ્નગાળા સારી રીતના ચાલતો હતો અને થોડા સમય બાદ પતિપત્ની વચ્ચે ઝઘડો ચાલુ થઈ ગયો હતો. જેમાં પત્ની મમતાએ કોઈ અગમ્ય કારણોસર સાસરીમાં ઘરની પાછળ પેઝારીમાં લાકડાંના ડાંડાની સાથે સાંજે દુપટ્ટા ગળામાં બાંધીને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.

ઘટના અંગે પિયર પક્ષને માહિતી ન અપાઈ અને મૃતદેહ નીચે ઉતારી લીધો

સાસરા પક્ષનાએ આ ઘટનાની અંગે કોઈને પણ કશું કહ્યા વિના મૃતદેહ નીચે ઉતારી જમીન ઉપર મૂક્યો હતો.. મમતાના પરિવારને જણાવ્યું હતું કે તમારી પુત્રી મમતા રાત્રે ખાઈને સૂઈ ગઈ હતી તે હજુ સુધી ઊઠતી નથી. જ્યારે મમતાના પરિવારજનો મમતાના ઘરે આવતા મમતા નીચે પડેલી હતી અને મૃત અવસ્થામાં હતી ડાબી બાજુના હાથમાં ઈજા જોવા મળી.મારના ઢીંબા પણ સ્પષ્ટપણે દેખાતાં હતાં.

પિયર પક્ષ દ્વારા પોલીસને જાણ કરાઇ
પિયર પક્ષે તાત્કાલિક પોલીસને ફોન કરીને બોલાવી હતી અને મમતાની બોડીને નાનાપોંઢા સીએચસીમાં પીએમ કરવા મોકલી આપી હતી. એફએસએલને પણ બોલાવી જરૂરી કાર્યવાહી કરી હતી. જ્યારે મમતાના પરિવારજનોએ સાસરીયા પક્ષ ઉપર પુત્રીની હત્યા કરાઈ હોવાના આક્ષેપો લગાવ્યા હતાં. હાલમાં નાનાપોંઢા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે

આ પણ વાંચોઃ અજીબ ઘટના: ડાંગના ચીંચલી ગામનાં ઘાટ માર્ગમાં ચાલુ બસમાંથી મહિલા ફેંકાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.