ETV Bharat / state

લાકડમાળ ખાતેથી SOGએ પકડેલા બાયો ડીઝલ કૌભાંડમાં વોન્ટેડ આરોપી ઝડપાયો

ધરમપુરના લાકડમાળ ગામે બેઝ ઓઈલ માંથી કોઈ પણ પરવાનગી વગર બાયો ડીઝલ બનાવવાની ચાલતી કામગીરી સ્થળે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે છાપો મારી 37 લાખનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. જે કેસમાં વોન્ટેડ એક આરોપીની પોલીસે કચ્છથી ધરપકડ કરી હતી. આજે ધરમપુર કોર્ટમાં રજૂ કરવામાં આવતા નામદાર કોર્ટે 2 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.

લાકડમાળ ખાતેથી SOGએ પકડેલા બાયો ડીઝલ કૌભાંડમાં વોન્ટેડ આરોપી ઝડપાયો
લાકડમાળ ખાતેથી SOGએ પકડેલા બાયો ડીઝલ કૌભાંડમાં વોન્ટેડ આરોપી ઝડપાયો
author img

By

Published : Jun 1, 2021, 1:32 PM IST

  • SOGએ કાકડકુવા નજીક વગર પાસ પરમીટે બાયો ડીઝલ ભરી જતું ટેન્કર ઝડપી લીધું હતું
  • બેજ ઓઈલ ને વિવિધ કેમિકલ ઉપયોગ કરી ગેર્ક્યાડે બાયો ડીઝલ બનાવી અન્ય રાજ્ય માં વેચાણ કરતા હતા
  • લાકડમાલ ગામે પતરાના શેડ બનાવવામાં આવતું હતું બાયો ડીઝલ

વલસાડ: ધરમપુરના લાકડમાળ ગામે બેઝ ઓઈલમાંથી કોઈપણ પરવાનગી વગર બાયો ડીઝલ બનાવવાની ચાલતી કામગીરી સ્થળે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે છાપો મારી 37 લાખનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. એક આરોપીની પોલીસે કચ્છથી ધરપકડ કરી હતી. આજે ધરમપુર કોર્ટમાં રજૂ કરવામાં આવતા નામદાર કોર્ટે 2 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.

લાકડમાળમાં બાયોડીઝલ નો વોન્ટેડ આરોપી કચ્છથી પોલીસે કરી ધરપકડ

લાકડમાળ ગામેથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે છાપો મારી બેઝ ઓઈલમાંથી બાયો ડીઝલ બનાવવાનું વિના કોઈ પરવાનગીએ ચાલતું કૌભાંડ ઝડપી લીધું હતુ. જેમાં વોન્ટેડ આરોપી ઇમરાન મેમણની પોલીસે કચ્છ તેના નિવાસ્થાનેથી ધરપકડ કરી વાપી લઇ આવી હતી. જે બાદ આજે તેને ધરમપુર કોર્ટમાં રજૂ કરવામાં આવતા ધરમપુર નામદાર કોર્ટે આરોપી ઇમરાન મેમણના બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.

આ પણ વાંચો: બનાસકાંઠા : બાયો ડીઝલના નામે ચાલતો કાળો કારોબાર ઝડપાયો, 2300 લીટર ડીઝલ સહિત 1.33 લાખનો મુદ્દામાલ સાથે એકની અટકાયત

કોઈ પણ પ્રકારના આધાર પુરાવા વિના ચાલતો હતો કારોબાર

લાકડ માળ ગામે ચાલતો હતો પતરાના શેડમાં બાયો ડીઝલ બનાવવાનો કારોબાર પોલીસે તેની પાસે બાયોડીઝલ બનાવવા અંગે આધાર પુરાવા તથા ગ્રામ પંચાયત અથવા અન્ય કોઈ સત્તાધિકારીના પાસ પરમીટ માંગતા નહીં હોવાનું જણાવ્યું હતું. જેથી SOG પોલીસે રૂપિયા દસ લાખની કિંમતના ટેન્કર સહિત સ્થળ પરથી બાયો ડીઝલ બનાવવાના મળી આવેલા આધાર પુરાવા, બિલ વગરના રૂપિયા 37,22,885 લાખના મુદ્દામાલ જપ્ત કરીને પકડાયેલા બંને શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો: સુરતની એક કંપનીનું 60 કરોડ રૂપિયાની ડ્યૂટી ચોરીનું ઝડપાયું કૌભાંડ

પોલીસે કેટલો સ્થળ ઉપર થી મુદ્દામાલ જપ્ત કર્યો હતો

પોલીસે સ્થળ પરથી જ્વલનશીલ પ્રવાહી તથા એસિડિક પ્રવાહી કુલ 31,831 લીટર જેની કિંમત રૂપિયા 11,22,635 જયારે ક્રીમ કલરનો કેમિકલ પાઉડર, 175 કિલો જેની કિંમત રૂપિયા 5,250 ટેન્કર કિંમત 10 લાખ, અલગ-અલગ પ્રકારના ફિલ્ટર તથા હિટીંગ મશીન નંગ 5 કિંમત રૂપિયા 10,50,000, લોખંડના ટાંકા નંગ 3 કિંમત રૂપિયા 3 લાખ, જનરેટર મશીન તથા ઇલેક્ટ્રિક મોટર નંગ 4 કિંમત 2,25,000, મોબાઈલ નંગ 2 કિંમત રૂપિયા 10 હજાર મળી કુલ રૂપિયા 37,22,885નો મુદ્દામાલ કબજે કર્યો છે. SOGએ પકડેલા વોન્ટેડ આરોપીને આજે ધરમપુર કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેને બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.