ETV Bharat / state

વાપીમાં બે દિવસીય વૉલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ગુજરાતની 40 ટીમોએ લીધો ભાગ - સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ

વલસાડ: 30 ઓક્ટોબરે રાજ્ય કક્ષાના વન અને આદિજાતિ વિકાસ પ્રધાન રમણભાઈ પાટકરના અધ્યક્ષ સ્થાને વાપી ખાતે વલસાડ જિલ્લા વૉલીબોલ એસોસિયેશન દ્વારા 28મી મીની ગુજરાત રાજ્ય વૉલીબોલ ચેમ્પિયનશીપ-2019 ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બે દિવસીય આ ટુર્નામેન્ટમાં સમગ્ર રાજયમાંથી કુલ 40 જેટલી ટીમોના છોકરા-છોકરીઓએ ભાગ લીધો છે. જેમાં વિજેતા ટીમ રાષ્ટ્રીયક્ષેત્રે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

Volleyball tournament in valsad
author img

By

Published : Oct 31, 2019, 3:31 AM IST

વાપીમાં સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ ખાતે તારીખ 30મી અને 31મી ઓક્ટોબરના બે દિવસીય અંડર 14 વૉલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ વૉલીબોલ ટુર્નામેન્ટનાં ખૂબ જ સુંદર આયોજન સાથે પ્રાસંગીક પ્રવચન મોહનભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનોનું એસોસિયેશન દ્વારા સ્વાગત કરવામાં આવ્યા હતું. મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા વન અને આદિજાતિ વિકાસ પ્રધાન રમણ પાટકરે સિક્કો ઉછાળી વૉલીબોલ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમજ તમામ સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી.

વાપીમાં બે દિવસીય વૉલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ

આ પ્રસંગે વલસાડ જિલ્લા વૉલીબોલ એસોસિયેશનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી રાજ્ય લેવલની ટુર્નામેન્ટ યોજવા બદલ અને સુંદર આયોજન કરવા બદલ સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલનાં આચાર્ય અને મેનેજમેન્ટ ટીમને અભિનંદન પાઠવી, પાટકરે જિલ્લામાંથી રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે ખેલાડીઓ સારું પ્રદર્શન કરી ભાગ લે તેવી શુભેચ્છા પાઠવી હતી.

સરકાર દ્વારા વિવિધ રમતો માટે ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવે છે , ખેલ મહાકુંભ તેનું ઉત્તમ ઉદાહરણ છે, તેવું જણાવતા પાટકરે સરકાર દ્વારા પણ ગુજરાત રમત - ગમત ક્ષેત્રમાં આગવું સ્થાન પ્રાપ્ત કરે તેવા ભગીરથ પ્રયત્નો કરવામાં આવતા હોવાનું જણાવ્યું હતું.

આ બે દિવસીય ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતમાંથી અંડર 14ની 20 ટીમ છોકરાની અને 20 ટીમ છોકરીની છે. જેમાંથી જે ટીમ વિજેતા બનશે તે ટીમ આગામી દિવસોમાં રાષ્ટ્રીય લેવલે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. પ્રથમ દિવસે વલસાડ અને બરોડા ટીમ વચ્ચે મુકાબલો જામ્યો હતો.

Intro:Location :- વાપી

વાપી :- 30 ઓક્ટોબરે રાજ્ય કક્ષાનાં વન અને આદિજાતિ વિકાસ પ્રધાન રમણભાઈ પાટકરનાં અધ્યક્ષ સ્થાને વલસાડ જીલ્લા વોલીબોલ એસોસિયેશન દ્વારા 28મી મીની ગુજરાત રાજ્ય વોલીબોલ ચેમ્પિયનશીપ - 2019 ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બેદિવસિય આ ટુર્નામેન્ટમાં સમગ્ર રાજયમાંથી 40 જેટલી ટીમોના છોકરા-છોકરીઓએ ભાગ લીધો છે. જેમાં વિજેતા ટીમ રાષ્ટ્રિયક્ષેત્રે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

Body:વાપીમાં સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ ખાતે તારીખ 30મી અને 31મી ઓક્ટોબરના બે દિવસીય અંડર 14 વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ વોલીબોલ ટુર્નામેન્ટનાં ખૂબ જ સુંદર આયોજન સાથે પ્રાસંગીક પ્રવચન મોહન ભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનોનુ એસોસિયેશન દ્વારા સ્વાગત કરવામાં કરાયા બાદ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા વન અને આદિજાતિ વિકાસ પ્રધાન રમણ પાટકરે સિક્કો ઉછાળી વોલીબોલ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમજ તમામ સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે વલસાડ જિલ્લા વોલીબોલ એસોસિયેશનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી  રાજ્ય લેવલની ટુર્નામેન્ટ યોજવા બદલ અને સુંદર આયોજન કરવા બદલ સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલનાં આચાર્ય અને તેમના મેનેજમેન્ટને અભિનંદન પાઠવી, પાટકરે જિલ્લામાંથી રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે ખેલાડીઓ સારું પ્રદર્શન કરી ભાગ લે તેવી શુભેચ્છા પાઠવી હતી. 

સરકાર દ્વારા વિવિધ રમતો માટે ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવે છે , ખેલ મહાકુંભ આનુ ઉદાહરણ છે તેવું જણાવતા પાટકરે સરકાર દ્વારા પણ ગુજરાત રમત - ગમત ક્ષેત્રમાં આગવુ સ્થાન પ્રાપ્ત કરે તેવા ભગીરથ પ્રયત્નો કરવામાં આવતા હોવાનું જણાવ્યું હતું.

Conclusion:આ બેદિવસિય ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતમાંથી અંડર 14ની 20 ટીમ બોયઝની અને 20 ટીમ ગર્લ્સની છે. જેમાંથી જે ટીમ વિજેતા બનશે તે ટીમ આગામી દિવસોમાં  રાષ્ટ્રીય લેવલે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. આજના પ્રથમ દિવસે વલસાડ અને બરોડા ટીમ વચ્ચે મુકાબલો જામ્યો હતો. 

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.