ETV Bharat / state

વલસાડ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડની આરોગ્ય પ્રધાને મુલાકાત લીધી - Valsad Civil Hospital

સમગ્ર રાજ્‍ય સહિત વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને અનુલક્ષીને જિલ્લા પ્રભારી તેમજ આરોગ્‍ય રાજ્‍યપ્રધાન કુમાર કાનાણીએ વલસાડ જિલ્લાની સિવિલ હોસ્‍પિટલના કોવિડ વોર્ડની મુલાકાત લીધી હતી. કોરોનાની બીજી લહેરને પ્રધાને કુદરતી આપત્તિ ગણાવી હતી.

hospital
વલસાડ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડની આરોગ્ય પ્રધાને મુલાકાત લીધી
author img

By

Published : May 2, 2021, 11:02 AM IST

  • કુદરતી આપત્તિ સામે માનવી ટૂંકો પડતો હોવાનું તેમણે જણાવ્યું
  • સરકારે કરેલી વ્યવસ્થા અંગે જાણકારી આપી
  • લોકોના જીવ બચે એ પ્રાથમિકતા હોવાનું તેમણે જણાવ્યું

વલસાડ : આરોગ્‍ય પ્રધાન કુમારભાઇ કાનાણી શનિવારે વલસાડ જિલ્લાની મુલાકાત લીધી હતી. તેઓ વલસાડ જિલ્લાના પ્રભારી તરીકે શનિવારે વલસાડ જિલ્લા કલેકટર તેમજ ધારાસભ્ય સહિતની સાથે એક વિશેષ બેઠક યોજી સમગ્ર આરોગ્યની તેમજ કોવિડ 19 અંગે એક સમીક્ષા બેઠક યોજી હતી જેમાં તમામ પાસાઓની ચકાસણી કરી હતી. તેમજ જિલ્લાના દર્દીઓના આંકડાની પણ જાણકારી મેળવી હતી.

વલસાડ સિવિલ હોસ્પિટલની પણ તેમણે મુલાકાત લીધી

સિવિલ હોસ્‍પિટલ ખાતે તબીબી અધિક્ષક સાથે મુલાકાત સાથે સિવિલ હોસ્‍પિટલની કામગીરીની સમીક્ષા કરી હતી. આરોગ્ય પ્રધાને કોવિડ વેન્‍ટીલેટર વોર્ડમાં સારવાર લઇ રહેલા દર્દીઓની રૂબરૂ મુલાકાત કરી તેમના ખબર અંતર પૂછયા હતા. અહીં મળતી સુવિધા અને સારવાર અંગે પણ માહિતી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન સિવિલ હોસ્‍પિટલના તબીબી અધિક્ષક ડૉ.અમિત શાહે ઉપસ્‍થિત રહી જાણકારી આપી હતી.

આ પણ વાંચો: મેઘરજના ઇસરી કોવિડ કેર હોસ્પિટલમાં ઓક્સિજન ન મળતા દર્દી મોતને ભેટ્યો

કોરોનાની પ્રથમ લહેરમાં સરકારે કરેલી વ્યવસ્થા અને હાલની સ્થિતિ અંગે જાણકારી આપી

વલસાડની મુલાકાતે આવેલા આરોગ્યપ્રધાન કુમાર કાનાણીએ જણાવ્યું કે ગુજરાત સરકારે કોરોનાની પહેલી લહેરમાં અનેક વ્યવસ્થાઓ કરી હતી જેમાં 42 હજાર જેટલા બેડો બનાવવામાં આવ્યા હતા જેની સામે આ વખતે એક લાખથી વધુ બેડની વ્યવસ્થા કરી છે. ગત વખતે 16000 ICU ઉભા કરવામાં આવ્યા હતા જેની સામે આ વખતે 57000 ICU બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં ગુજરાતમાં પાંચ લાખ 54 હજાર જેટલા રેમડેસીવીર ઇન્જેક્શન લોકોને નિ:શુલ્ક આપવામાં આવ્યા છે.

વલસાડ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડની આરોગ્ય પ્રધાને મુલાકાત લીધી
બીજી લહેર માં સરકારે નવી 175 જેટલી 108 એબ્યુલન્સ સેવા માં મૂકી કોરોના જેવી મહામારીમાં લોકો માટે સંજીવની બની રહેલી 108 એમ્બ્યુલન્સ અંગે પણ જાણકારી આપતા પ્રધાને જણાવ્યું કે ગુજરાત સરકારે છેલ્લા આઠ દિવસમાં 175 જેટલી નવી 108 એમ્બ્યુલન્સ લોકો માટે સેવા માં મૂકી છે જેનાથી અનેક લોકોના જીવ બચ્યા છે.

આ પણ વાંચો: મહેસાણાની સાંઇ ક્રિષ્ના કોવિડ હોસ્પિટલમાં આવતા લોકો સાથે સત્તાધિશોનું ગેરવર્તન

ઓક્સિજનની તાતી જરૂર

કોરોનાના દર્દી ને મોટાભાગે ઓક્સિજન ની કમી થવાને કારણે મૃત્યું થતું હોય છે. ઓક્સિજન લેવલ ઓછું થતાની સાથે તેને ઓક્સીજનની જરૂરિયાત ઊભી થતી હોય છે. જેના કારણે મેડિકલ ઓક્સિજનની ગુજરાતમાં ખૂબ તાતી જરૂરિયાત ઉભી થઈ છે. 155 મેટ્રિક ટન એક દિવસમાં મેડિકલ ઓક્સીજનની જરૂરિયાત ઊભી થતી હતી પરંતુ આ વખતે હાલમાં 1170 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર ઉભી થઈ રહી છે અને જેને પહોંચી વળવા ગુજરાત સરકારે કમર કસી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.