વલસાડ : પારડી તાલુકાના હાઇવે પર આવેલી હોટલ ફાઉંટનમાં એક ખાનગી કંપની ડોનેશન હેલપિંગ દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 500થી વધુ વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. જેને લઇને ચાલી રહેલી કોવિડ-19ની ગાઈડ લાઈનનો ભંગ થયો હોવાથી આ કાર્યક્રમની જાણ પારડી પોલીસ ને થતા પારડી હોટલ ફાઉંટન પર દોડી આવી હતી.
મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકોને જોતા પોલીસ પણ આશ્ચર્યમાં પડી હતી. કાર્યક્રમને બંધ કરાવી લોકોને હોલની બહાર કાઢવાની ફરજ પડી હતી. કોરોનાનું સંક્રમણ વધવાની આશંકા તેમજ કોવિડ-19ની ગાઇડલાઈનના ભંગ કરવા બદલ હોટલના સંચાલક સહિત અન્ય 7 લોકો સામે ગુજરાત સરકારના જાહેરનામાનો ભંગ કરવા અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
- કોના વિરુદ્ધ દાખલ થયો ગુનો
1.મહેશ દાયલજી ગુસાઈ રહે. સુરત
2.હિતેશ હરીશ પટેલ રહે .આસમા
3.હીતેશ અશોક પટેલ રહે. અસમા
4.ઉમેશ મોહન પટેલ રહે. અભેટી
5. મીનેશ કલ્યાજી પટેલ રહે. વલસાડ ગવર્મેન્ટ કોલોની
6. હિતેશ જ્યંતી પટેલ રહે .કલવાડા
7. કેવિન જનક બ્રહ્મભટ્ટ
હાલ કોરોનાને લઈને 200થી વધુ લોકો એકત્ર થાય તો જિલ્લા કલેક્ટરમાંથી અથવા તો જેતે પોલીસ મથકમાંથી પરવાનગી લેવાની હોય છે. પરંતુ આ સેમિનાર બાબતે કોઈ પરવાનગી લેવામાં આવી નહોતી.