- ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર સિંહ યાદવની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ
- પેજ કમિટીના કાર્યક્રમમાં સેંકડો લોકો 6 ગજની દૂરી રાખી બેસવાનું વિસરી ગયા
- પારડી તાલુકાના સુખેશ ગામે યોજાયેલા કાર્યક્રમમાં કલેક્ટરના જાહેર નામાનો ભંગ
ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી દિવસમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે અત્યારથી જ પેજ કમિટી સુધી કાર્યકર્તા નીમવા માટેની કામગીરી કરી રહી છે. ત્યારે શનિવારના રોજ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીમાં પેજ કમિટીના કાર્યક્રમમાં બેઠક વ્યવસ્થામાં સેંકડો કાર્યકર્તા ઉમટી પડ્યા હતા. જ્યાં સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું ભાન ભૂલ્યા હતા. આ સાથે જ કાર્યક્રમ દરમિયાન રાખવામાં આવેલા ભોજન સમારોહ દરમિયાન મહિલાઓ અને બાળકો થાળી લઇને રીતસર પડાપડી કરતા જોવા મળ્યા હતા. જ્યાં કોરોના પ્રુફ બની ગયા હોય તેમ એક જ સ્થળ પર 30થી વધુ લોકો એક બીજાને અડીને લગોલગ ઉભા જોવા મળ્યા હતા.
કાર્યક્રમમાં ભોજન વ્યવસ્થા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજગરા
સુખેશ ગામ ખાતે પેજ કમિટી દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભારતીય જાણતા પાર્ટીના અનેક કાર્યકરો હાજરી આપી હતી. તેમ છતાં કોઈને એ સમયે કોરોના અને સોશિયલ ડિસ્ટન્સ યાદ ન આવ્યા એટલું જ નહીં, કાર્યક્રમ દરમિયાન આયોજન કરવામાં આવેલા ભોજન સમારંભમાં મહિલા અને બાળકો એક સાથે હાથમાં થાળી લઇ ભોજન લેવા માટે રીતસર પડાપડી કરતા જોવા મળ્યા હતા .
કાર્યકર્તાઓ અને રાજકારણી માટે કોઈ નિયમ નહીં?
સ્થાનિક લોકોમાં આવી ચર્ચાઓ ઉઠી હતી કે, જ્યારે પણ કોઈ તહેવાર આવે કે અન્ય કાર્યક્રમ હોય કે લગ્ન પ્રસંગ હોય ત્યારે સામાન્ય જનતા માટે કોરોનાના નિયમોની ગાઇડલાઇન જ્યારે રાજકીય કાર્યકરો અને રાજકારણની માટે કોઈ નિયમ નહીં?