- જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભાનું આયોજન
- સામાન્ય સભામાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી
- 2021ના અંદાજપત્રની આવક અને ખર્ચની વિગતનું પત્રક રજૂ કરાયું
વલસાડ : જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા ગઇકાલે શુક્રવારે વલસાડ જિલ્લા પંચાયત રાજીવ ગાંધીની સભા હોલ ખાતે યોજાઇ હતી. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અલકા શાહ, ઉપપ્રમુખ મનુ અને વલસાડ જિલ્લા TDOની અધ્યક્ષસ્થાને આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં પ્રથમ સૌને આવકારવામાં આવ્યા હતા. ત્યારબાદ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી.
કારોબારી સમિતિ
- ગુલાબ બાબન રાઉત
- કલ્પના રૂપેશ કુમાર પટેલ
- મુકેશ ભગુ પટેલ
- મિતેશકુમાર અમ્રત પટેલ
- ઉર્મિલા ગણેશ બિરારી
- અમૃત રમેશ પટેલ
સામાજિક ન્યાય સમિતિ
- ધવલ રમેશ પટેલ
- જીગ્નેશ ગજાનંદ મરોલી કર
- નિર્મળા કેશવ જાદવ
આ પણ વાંચો : આણંદ જિલ્લા પંચાયતની આજે શુક્રવારે પ્રથમ સામાન્ય સભા યોજાઇ
શિક્ષણ સમિતિ
- નિર્મળા કેશવ જાદવ
- રેશ્મા મિથુન હળપતિ
- શૈલેષ રઘુપટેલ
- મીનાક્ષી અંબા દાસ ગાંગડા
- કેતન ભગવાન પટેલ
- બ્રિજના ચિંતન પટેલ
જાહેર બાંધકામ સમિતિ
- મુકેશ ભગુ પટેલ
- કલ્પના રૂપેશ પટેલ
- ભરત બાવા જાદવ
- તેજલ બેન નવીન પટેલ
- ભગવાનભાઈ સોમાભાઈ બાતરી
આ પણ વાંચો : બોટાદ જિલ્લા પંચાયતની ચૂંટણી બાદ પ્રથમ સામાન્ય સભા મળી
જાહેર આરોગ્ય સમિતિ
- રંજન પ્રવીણ પટેલ
- મિત્તલ જીતેન્દ્ર પટેલ
- શર્મિષ્ઠા પંકજ ઘટાલ
- વિનય અરવિંદ ઘોડી
- આશા પ્રકાશ પટેલ
અપીલ સમિતિ
- અલકા હર્ષદ કુમાર શાહ
- મનહર ડાહ્યા પટેલ
- ગુલાબ બાબન રાઉત
- ભરત બાવા જાદવ
- દિવ્યા વિવેક કુમાર પટેલ
મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિ
- રંજન રાજેશ પટેલ
- બુધી ગણેશ ગોંડ
- રમીલા રમેશ પટેલ
ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ
- મુકેશ નાનુ પટેલ
- કાકડ ધાકલ ગાંવીત
- દક્ષા ચેન્દર ગાયકવાડ
- પ્રિયંકા રામા દળવી
- મહેશ મંગલ રાઠોડ
મનરેગા માટે ત્રણ ગણું બજેટ ફાળવવામાં આવ્યું
વલસાડ જિલ્લામાં કોરોના કાળમાં નોકરી ગુમાવી ચૂકેલા અનેક રોજમદારો અને ગ્રામ્ય કક્ષાના લોકો માટે રોજગારી મળી રહે તેવા હેતુથી વલસાડ જિલ્લા પંચાયત દ્વારા ગત વર્ષ કરતાં આ વર્ષે મનરેગા બજેટમાં ત્રણ ઘણો વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષના અંદાજપત્રમાં મનરેગા ગ્રાન્ટમાં કુલ 30 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. તેની સામે આ વર્ષે મનરેગા બજેટમાં રૂપિયા 90 કરોડ કરવામાં આવ્યું છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ત્રણ ગણું બજેટ વધારવામાં આવ્યું છે. જેથી ધરમપુર અને કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં લોકોને રોજગારી પોતાની ઘરબેઠા મળી શકશે.
સ્વભંડોળની જોગવાઈમાં જોઈએ તો,
- વિકાસના કામો માટે 300.00 લાખ
- તાકીદના પ્રસંગોમાં પહોંચી વળવા 25.00 લાખ
- શિક્ષણ ક્ષેત્રે 26.23 લાખ
- આરોગ્ય ક્ષેત્રે 14.13 લાખ
- સમાજ કલ્યાણ ક્ષેત્રે 25.44 લાખ
- બાંધકામ ક્ષેત્રે 40.40 લાખ
- સિંચાઈ ક્ષેત્રે 12.50 લાખ
- ખેતીવાડી ક્ષેત્રે 25.00 લાખ
- પશુપાલન ક્ષેત્રે 25.87 લાખ
- મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે 12.70 લાખ
- આંકડા અને સહકાર ક્ષેત્રે 1.05 લાખ