ETV Bharat / state

વાપીનો યુવક એક સમયે ભૂખથી ટળવળતો નિરાધાર હતો, લોકડાઉનમાં હજારો લોકો માટે 1.11 કરોડ ખર્ચી બન્યો આધાર

ભૂખની પીડા મેં જોઈ છે. એક સમયે ભૂખ્યો સુઇને દિવસો કાઢ્યા છે. આજે ખૂબ પૈસા છે અને જ્યાં સુધી છે, ત્યાં સુધી કોઈને ભૂખ્યો સુવા નહિ દઉં, એ માટે મારે રસ્તા પર સૂવું પડશે તો સુઇસ પણ જ્યાં સુધી શરીરમાં લોહી વહે છે ત્યાં સુધી આ લોકડાઉનમાં ગરીબ નિરાધાર ને મદદ કરીશ તેમની ભૂખ ભાંગીશ. આ શબ્દો કોઈ ફિલ્મી હીરોના નહીં પરંતુ વાપીમાં લોકડાઉન દરમિયાન 1.11 કરોડનું રાશન આપનારા નસરૂલ્લાહ ખાન નામના એક યુવકના છે. વાંચો વિશેષ અહેવાલ...

ETV BHARAT
વાપીનો યુવક એક સમયે ભૂખથી ટળવળતો નિરાધાર હતો, લોકડાઉનમાં હજારો લોકો માટે 1.11 કરોડ ખર્ચી બન્યો આધાર
author img

By

Published : May 3, 2020, 11:41 AM IST

Updated : May 3, 2020, 12:36 PM IST

વાપી: કોરોના મહામારી અને તે બાદ લાગૂ કરાયેલી લોકડાઉનમાં હજારો સમાજસેવી સંસ્થાઓ સેવાની સરવાણી વહાવી રહી છે. વાપીમાં વાપી સેવા સમિતિએ આ માટે વિશેષ આયોજન કરી જરૂરિયાતમંદ લોકોને ઘરેઘરે કીટ વંહેંચવાનું શરૂ કર્યું હતું. આ સમયમાં વાપીના આઈડિયલ ટેકનોલોજીના નામે પેનલ બનાવતા તેમજ સ્ક્રેપનો વેપાર કરતા નસરૂલ્લાહ ખાન નામના યુવકે જોયું કે, લોકો ભૂખ માટે પોતાના બાળકોને મારતા હતા, લોકડાઉન તોડતા હતાં. આ દ્રશ્યો જોઈ મનમાં કઈંક કરવાનું મન થયું અને તાત્કાલિક લોકડાઉનના દિવસોમાં લોકો ભૂખ્યા ના રહે તે માટે પોતાના મિત્રો અને વાપી સેવા સમિતિના યુસુફ ઘાંચી સાથે તેમજ નગરસેવક શેખ મોહંમદ ઇસા સાથે મળી 25 ટન ચોખા, 25 ટન લોટ, તેલ, દાળ, મીઠું, મસાલો, કાંદા સહિત 67 લાખ રૂપિયાની સામગ્રી લાવી વાપી, કપરાડા, ધરમપુરમાં ઘરેઘરે લોકોને વિતરણ કરી ભૂખ ભાંગી છે.

વાપીનો યુવક એક સમયે ભૂખથી ટળવળતો નિરાધાર હતો, લોકડાઉનમાં હજારો લોકો માટે 1.11 કરોડ ખર્ચી બન્યો આધાર

આ સેવાની સરવાણી વહાવી દાનવીરોના દાનવીર તરીકે અને સાચા હીરો તરીકે ઉભરી આવેલા નસરૂલ્લાહ ખાને જણાવ્યું હતું કે, તે પોતે એક સમયે ભૂખ્યા પેટે સૂતેલો છે. ગરીબી અને અને ભૂખ તેણે ખૂબ નજીકથી જોઈ છે. આજે તેમની પાસે ખૂબ પૈસા છે. એટલે લોકોને આ લોકડાઉનમાં ભૂખ્યા નહીં રહેવા દેવાનો નિર્ધાર કર્યો છે. એ માટે કદાચ ધંધો જશે તો ચાલશે, રોડ પર સૂવું પડશે તો ચાલશે પણ જ્યાં સુધી શરીરમાં લોહી વહે છે, ત્યાં સુધી કોઈને ભૂખ્યો નહીં સુવા દઉં. અત્યાર સુધીમાં નસરૂલ્લાહ ખાને 1.11 કરોડ રૂપિયાનું રાશન ગરીબોમાં વહેચ્યું છે.

ETV BHARAT
વાપીના યુવકે 1.11 કરોડના રાશન કીટનું વિતરણ કર્યું

આ કામગીરીમાં વાપી વોર્ડ નંબર 7ના નગરસેવક શેખ મોહમ્મદ ઈસા પણ મદદરૂપ બન્યા હતાં. તેમણે 7 લાખ રૂપિયાનું અનુદાન આપી બનતી મદદ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, તેમની સાથે પોલીસ અને વહીવટીતંત્રે પણ ઉમદા કામગીરી બતાવી સતત બનતી મદદ કરી છે. આ ઉપરાંત સાથે રહીને લોકોના ઘર ઘર સુધી રાશન કીટ પહોંચાડી છે. આ લોકડાઉનમાં જીવનની અમૂલ્ય તક મળી છે. પહેલી વાર એહસાસ થયો કે, લોકોએ કોઈની મદદ કરવી હોય તો મંદિર-મસ્જિદ માટે નહીં પરંતુ પેટની ભૂખ ભાંગવા માટેની મદદ કરવી જોઈએ. જે સૌથી મોટી ઇન્સાનિયત અને સેવાનું આ કામ છે.

નસરૂલ્લાહ ખાને પણ પોતાના આ કાર્યમાં પોલીસ અને વહીવટીતંત્રનો ખૂબ આભાર માન્યો હતો. તેમના સહકારથી જ હજારો લોકોને રાશન કીટની મદદ પહોંચાડી શકાય તેવું તેમણે જણાવ્યિં હતું. ત્યારબાદ તેમણે દુઃખ વ્યક્ત કરી કહ્યું હતું કે, વાપીમાં અન્ય કેટલાય ઉદ્યોગપતિઓ છે. સામાજિક સંસ્થાઓ છે. જેમણે આ સમયે લોકોને મદદરૂપ થવાને બદલે ટાંટિયાખેંચ હરીફાઈ શરૂ કરી છે. જો આવા લોકો પણ નિઃસ્વાર્થભાવે સેવામાં આગળ આવે તો જિલ્લા સહિત સમગ્ર દેશનો એકપણ નાગરિક ભૂખ્યો નહીં સુવે.

ઉલ્લેખનીય છે કે, નસરૂલ્લાહ ખાને વલસાડ જિલ્લાના વાપી, કપરાડા, ધરમપુર તાલુકામાં અત્યાર સુધીમાં 21,500 કીટ વંહેંચી છે. આ ઉપરાંત 50 લાખની બીજી રાશન સામગ્રી મંગાવી આગામી દિવસોમાં લોકડાઉન જ્યાં સુધી રહેશે ત્યાં સુધી લોકોને મદદરૂપ થવાનો નિર્ધાર સેવ્યો છે. જેમાં વાપી સેવા સમિતિ અને અન્ય સંસ્થાઓનો સતત સહયોગ મળી રહ્યો છે. એક સમયે એકલા હાથે ઉપડેલા આ ભગીરથ કાર્ય માટે વાપી પંથકમાં રીઅલ વોરિયર્સનું બિરુદ તેમને મળ્યું છે.

Last Updated : May 3, 2020, 12:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.