ETV Bharat / state

વાપી પોલીસે 400 થી વધુ પીધેલાઓને ઝડપી પાડ્યા

લિકર ફ્રી પ્રદેશ કહેવાતા દમણ સેલવાસ અને મહારાષ્ટ્રમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં દારૂ પીને ગુજરાતમાં આવેલા 400 થી વધુ લોકોને વાપી ડિવિઝનના 6 પોલીસ મથકોના સ્ટાફ દ્વારા અટકાયત કરી થર્ટી ફર્સ્ટની ઉજવણી કરી હતી.

વાપી પોલીસે 400 થી વધુ દારૂડિયાઓને ઝડપી પાડ્યા

author img

By

Published : Jan 1, 2021, 11:36 AM IST

Updated : Jan 1, 2021, 11:43 AM IST

  • વાપી ડિવિઝન પોલીસે 400થી વધુ પીધેલાઓની અટક કરી
  • વાપી ટાઉન પોલીસે સર્વાધિક 200 ઉપરાંત પીધેલા પકડ્યા
  • દમણ, સેલવાસ, મહારાષ્ટ્રમાં દારૂ પાર્ટી કરીને આવેલાઓની 31st બગડી

વાપી: વલસાડ જિલ્લામાં થર્ટી ફર્સ્ટ ડીસેમ્બરે 80 ટકા પોલીસ સ્ટાફે પીધેલાઓને પકડવાની કામગીરી બજાવી હતી. વર્ષ 2020ના છેલ્લા દિવસે દમણ સેલવાસ મહારાષ્ટ્રમાં દારૂની મહેફિલ માણી પરત ગુજરાતમાં પ્રવેશેલા લોકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વર્ષ 2020 ના અંતિમ દિવસે એટલે કે, થર્ટી ફર્સ્ટ ડીસેમ્બરે પાર્ટીમાં નાચગાન સાથે દારૂની મહેફિલ માણવા હજારો લોકો દમણ, સેલવાસ અને મહારાષ્ટ્રમાં ધામા નાખે છે. આ પ્રદેશો લિકર ફ્રી હોવાથી ગુજરાતમાંથી સુરતીલાલાઓ, અમદાવાદીઓ અને અન્ય જિલ્લાના લોકો ખાસ થર્ટી ફર્સ્ટના દારૂની મહેફિલ માણવા આવે છે. જેવો દારૂ પાર્ટી કરી પરત ગુજરાતમાં આવે છે, ત્યારે આ સિલસિલાને રોકવા અને દારૂના દૂષણથી લોકોને દૂર રાખવા ગુજરાત પોલીસ ચુસ્ત બંદોબસ્ત સાથે પીધેલાઓને પકડી કાયદાનો પાઠ ભણાવે છે.

વાપી ટાઉને 202થી વધુ પીધેલા પકડ્યા

દર વર્ષે ગુજરાતમાં વલસાડ પોલીસ પીધેલાઓને પકડવાની કામગીરીમાં અવ્વલ નંબર મેળવતી હોય છે. વલસાડ જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લાના તમામ પોલીસ મથકના 80 ટકા કર્મચારીઓ વિવિધ ચેકપોસ્ટ પર ગોઠવાઈ ગયા હતા. જેમાં દમણથી દારૂ પીને ગુજરાતમાં પ્રવેશતા લોકોને ચલા ચેકપોસ્ટ, કચીગામ ચેકપોસ્ટ અને અન્ય ચેકપોસ્ટ પર બ્રેથ એનેલાઈઝર દ્વારા આલ્કોહોલ પ્રમાણ ચેક કરી અંદાજિત 202 જેટલા પીધેલાઓની અટક કરી હતી.

વાપી પોલીસે 400 થી વધુ પીધેલાઓને ઝડપી પાડ્યા

પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ અટકાયત કરી

જયારે સેલવાસમાંથી અને મહારાષ્ટ્રમાંથી દારૂ પીને નીકળેલા લોકોની ઉમરગામ, ભીલાડ પોલીસ સ્ટેશન તેમજ ડુંગરા પોલીસે અટક કરી હતી. જેમાં ઉમરગામમાં 80થી વધુ, ભિલાડમાં 86થી વધુ અને ડુંગરા પોલીસે 60 થી વધુ પીધેલા લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે જીઆઇડીસી પોલીસે પણ 60 જેટલા પીધેલાઓની અટકાયત કરી હતી.

દારૂ પીને પોલીસ સાથે રૌબ જમાવતા હતા

પોલીસની ચુસ્ત નાકા બંધી વખતે કેટલાક દારૂડિયાઓ પોતાનો રૌબ જમાવવાની કોશિશ કરી હતી. જ્યારે કેટલાક મહિલાઓ, બાળકો સાથે હોવા છતાં દારૂનું સેવન કરીને ગુજરાતમાં પ્રવેશ્યા હતા. જેમની પોલીસે અટક કર્યા બાદ સમાજમાં આબરૂ જવાની બીકે પોલીસ સામે આજીજી કરતા જોવા મળ્યા હતા.

પોલીસ સ્ટેશનમાં મંડપ ઉભા કરી કોવિડ ટેસ્ટ કર્યો

જોકે વલસાડ પોલીસે દર વર્ષની જેમ આ વર્ષે પણ પીધેલા પકડવાનો ટાર્ગેટ એચીવ કરવા કોઈની પણ શરમ રાખ્યા વિના ફરજને પ્રાધાન્ય આપ્યું હતું. આ વખતે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને પીધેલા લોકોને પોલીસ સ્ટેશન બહાર મંડપમાં તેમજ બુક કરેલા હોલમાં રખાયા હતા. જ્યાં તેમનો આરોગ્યની ટીમ દ્વારા કોવિડ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો.

દમણ વાપી માર્ગ પર ટ્રાફિકના દ્રશ્યો

દમણમાં કલેક્ટરે 10 કલાક બાદ બાર એન્ડ રેસ્ટોરન્ટને બંધ કરવાનું, પ્રવાસન સ્થળો જેવા કે બીચ, ગાર્ડનમાં કોઈપણ વ્યક્તિને પ્રવેશ નહીં આપવાનું ફરમાન બહાર પાડ્યું હોવાથી 10 કલાક પહેલા જ મોટી સંખ્યામાં લોકો ગુજરાતમાં પરત આવ્યા હતા. જેને કારણે દમણ વાપી માર્ગ પર ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા.

Last Updated : Jan 1, 2021, 11:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.