ETV Bharat / state

વાપી નગરપાલિકા 2.60 કરોડના ખર્ચે ત્રણ સોલાર પ્રોજેક્ટ સ્થાપી 440 KV સૌરઉર્જા મેળવશે - સોલાર પ્રોજેક્ટ

દેશ અને દુનિયામાં હાલ કુદરતી સ્ત્રોત એવા સૌર ઊર્જાને નાથવાની હરીફાઈ શરૂ થઈ છે. ઇલેક્ટ્રિસિટી સામે અનેક ગણી સસ્તી વીજળી મેળવવાના આ અભિયાનમાં વાપી નગરપાલિકા પણ સામેલ થઈ છે. વાપીમાં આગામી ત્રણેક મહિનામાં 2.60 કરોડના ખર્ચે ત્રણ સોલાર પ્રોજેક્ટ સ્થાપી 440 KV સૌરઉર્જા મેળવવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે.

વાપી નગરપાલિકા 2.60 કરોડના ખર્ચે ત્રણ સોલાર પ્રોજેક્ટ સ્થાપી 440 KV સૌરઉર્જા મેળવશે

author img

By

Published : Jan 8, 2021, 10:41 AM IST

Updated : Jan 8, 2021, 10:51 AM IST

  • વાપીમાં 2.60 કરોડના ખર્ચે ત્રણ સોલાર પ્રોજેક્ટ
  • 440 KV વીજળી મેળવવામાં આવશે
  • ફિલ્ટ્રેશન, સિવેઝ પ્લાન્ટ પર લાગશે સોલાર પેનલ

વાપી: નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા, ત્યારથી ગુજરાતના સોલાર બેઝ સૌરઉર્જા પ્લાન્ટનું સપનું સેવ્યું હતું. હાલમાં ગુજરાતમાં એશિયાનો સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ અમદાવાદ પાસે સરદાર સરોવર કેનાલ પર છે. એ ઉપરાંત પણ અનેક નાના મોટા સોલાર પ્લાન્ટ ગુજરાતમાં છે. આવો જ સોલાર પ્લાન્ટ હવે વાપીમાં પણ તૈયાર થવા જઈ રહ્યો છે.

વાપી નગરપાલિકા 2.60 કરોડના ખર્ચે ત્રણ સોલાર પ્રોજેક્ટ સ્થાપી 440 KV સૌરઉર્જા મેળવશે

વાપીમાં 2.60 કરોડના ખર્ચે ત્રણ સોલાર પ્રોજેક્ટ

વાપી નગરપાલિકામાં આગામી દિવસોમાં 2.60 કરોડના ખર્ચે ત્રણ સોલાર પ્રોજેક્ટ સ્થાપી 440 KV વીજળી મેળવવાની કામગીરી હાથ ધરાય છે. આ અંગે વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલ પટેલે વિગતો આપી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વર્તમાન મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પરિવર્તનશીલ, પારદર્શક અને પરિણામલક્ષી કાર્ય કરી નવી પહેલ કરી છે. તેમણે ફિલ્ટ્રેશન પ્લાન્ટ, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય તેવા સ્થળે સોલાર પ્લાન્ટ લગાવી તેમાંથી વીજળી ઉત્પન્ન કરી તે વીજળીનો પ્લાન્ટમાં વપરાશ કરી વીજ ખર્ચ પર કાપ મુકવાનું આયોજન હાથ ધર્યું છે.

મુખ્ય પ્રધાનના હસ્તે ઓનલાઈન ખાતમુહુર્ત કરાયું

આ યોજના અંતર્ગત વાપી ફિલ્ટ્રેશન પ્લાન્ટ ખાતે 134 કેવી અને વાપીના ચલા ખાતેના ડિસ્ટ્રીબ્યુશન અંડરગ્રાઉન્ડ, ઓવરહેડ ટેન્ક ખાતે 90 KV તેમજ નામધા રોફેલ કોલેજ નજીક નિર્માણાધીન સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે 216 કેવી એમ ત્રણ સ્થળો પર સોલાર પ્લાન્ટ સ્થાપવાનું આયોજન હાથ ધર્યું છે. આ યોજનાનું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ઓનલાઇન ખાતમુહુર્ત કર્યું છે. જે આગામી ત્રણેક મહિનામાં 2.60 કરોડના ખર્ચે તૈયાર થશે. જેના કારણે ફિલ્ટ્રેશન પ્લાન્ટ, ડિસ્ટ્રીબ્યુશન ટેન્ક, સિવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું જે વિજબીલ આવશે તેમાં ખૂબ જ રાહત મળશે.

સૌરઉર્જાના સ્ત્રોતનો લાભ મેળવો

વિઠ્ઠલ પટેલે વાપીના નગરજનોને અપીલ કરી હતી કે, આ વર્ષોનું સપનું છે જે, હવે સાકાર થવા જઇ રહ્યું છે, ત્યારે નગરજનો પણ પોતાના ઘરે સોલાર ઉર્જા જેવા કુદરતી સ્ત્રોતનો લાભ મેળવવા સરકાર તરફથી જે સોલાર પ્લેટ લગાવવાની સબસીડી સાથેની પહેલ છે. તેને અનુસરે જેનાથી GEB ના વીજબિલમાં અનેકગણી રાહત મેળવી શકે છે.

Last Updated : Jan 8, 2021, 10:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.