ETV Bharat / state

નાણાકીય વર્ષ 2020-21માં વાપી નગરપાલિકાનો 96 ટકા મિલકત વેરાનો લક્ષ્યાંક - નાણાકીય વર્ષ 2020-21

વાપી નગરપાલિકા સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ મિલકત વેરો વસુલાતી નગરપાલિકામાં સ્થાન ધરાવે છે. ત્યારે આ પ્રતિષ્ઠાને જાળવવા નાણાકીય વર્ષ 2020-21માં પણ તૈયારી શરૂ કરી છે. વાપી નગરપાલિકાએ 5 જાન્યુઆરી 2021 સુધીમાં જ 90 ટકા જેવો મિલકત વેરો વસૂલી માર્ચ એન્ડિંગ સુધીમાં 96 ટકા વેરો વસુલવાનો લક્ષ્યાંક સેવ્યો છે.

vapi
vapi
author img

By

Published : Jan 8, 2021, 10:52 AM IST

  • વાપી નગરપાલિકાએ માર્ચ એન્ડિંગ પહેલા જ 90 ટકા વસુલી કરી
  • 12.80 કરોડની વસુલાત સામે 11,22,86,449 રૂપિયાની વસુલાત
  • માર્ચ એન્ડિંગ સુધીમાં 96 ટકાનો લક્ષ્યાંક

    વાપીઃ મિલકત વેરો વસુલવામાં અગ્રેસર રહેતી વાપી નગરપાલિકાએ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 96 ટકા વસુલાતનો લક્ષ્યાંક સેવ્યો છે. પાલિકાની અંદાજીત 12.80 કરોડની વસુલાત સામે વર્ષ 2021ના જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધીમાં જ 90 ટકા વસુલાત સાથે કુલ 11 કરોડ 22 લાખ કરતા પણ વધારે રૂપિયા મિલકત વેરા પેટે રિકવર કર્યા છે.

    મિલકત વેરો સમયસર ભરવા આભાર

    આ અંગે વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલ પટેલે જણાવ્યું હતું કે, વાપી નગરપાલિકાના મિલકતધારકોએ કોરોના મહામારી દરમિયાન પણ હાઉસ ટેક્સ અને કોમર્શિયલ ટેક્સનો 15 ટકાનો લાભ લઇ જાન્યુઆરી 2021ના પ્રથમ સપ્તાહ સુધીમાં જ 89 ટકા જેટલો મિલકત વેરો ભરી પાલિકાની તિજોરી છલકાવી છે. જે માટે વાપીના તમામ નગરજનોનો આભાર માનીએ છીએ.
    નાણાકીય વર્ષ 2020-21માં વાપી નગરપાલિકાનો 96 ટકા મિલકત વેરાનો લક્ષ્યાંક

    નોટિસ-વોરન્ટ બજાવી વસુલાત કરી

    પ્રમુખના જણાવ્યા મુજબ ચાલુ નાણાકીય વર્ષ 2020-21 અંતર્ગત અત્યાર સુધીમાં પાલિકાને ટેક્સ પેટે 11,22,86,449 જેવી માતબર રકમ મળી ચુકી છે. વાપી નગરપાલિકામાં મિલકત વેરા પેટે કુલ 12.80 કરોડ ની રકમ સામે આ વર્ષે 96 ટકા આસપાસ રિકવરી કરવાનો લક્ષ્યાંક છે. જે માટે વર્ષોથી હાઉસ ટેક્સ, કોમર્શિયલ ટેક્સ નહિ ભરનારા મિલકત ધારકો સામે નોટિસ અને વોરંટ બજાવી વસુલાત કરવાની કામગીરી હાથ ધરી છે.

    ગ્રીન વ્યુ હોટેલના 34 લાખ બાકી

    નગરપાલિકાએ ગ્રીન વ્યુ હોટેલ સહિત અનેક જુના મિલ્કતધારકો કે જેઓનો વાર્ષિક ટેક્સ 34 લાખ આસપાસ પહોંચી ગયો છે. તેવા જુના અને વર્ષોથી ટેક્સ નહીં ભરતા મિલકત ધારકોને નોટિસ અને વોરન્ટ બજાવી મિલકત વેરો ભરપાઈ કરવા તાકીદ કરી છે.

    દર વર્ષે 90 ટકાથી વધુ વસુલાત

    ઉલ્લેખનીય છે કે વાપી નગરપાલિકામાં દર વર્ષે 90 ટકા ઉપરાંતની વેરા વસુલાત કરવામાં આવે છે. જે અંતર્ગત આ વખતે પણ પાલિકાનો 96 ટકાનો નિર્ધારિત લક્ષ્યાંક પાલિકા પૂરો કરી શકે તે માટે વર્ષો જુના બાકી વેરા વસુલવાની કામગીરી પાલિકા દ્વારા હાથ ધરાતા મિલકત ધારકોમાં પણ ફફડાટ ફેલાયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.