ETV Bharat / state

વાપીમાં ટ્રાન્સપોર્ટરોની પીડા! 5 દાયકે પણ નથી બન્યું ટ્રાન્સપોર્ટ નગર - વાપી

1970થી અસ્તિત્વમાં આવેલા વાપી જીઆઇડીસીમાં 50 વર્ષે પણ ટ્રાન્સપોર્ટના વાહનો પાર્ક કરવા, ડ્રાઇવરોને બે ઘડી આરામ કરવા, નાહવા, શૌચક્રિયા કરવા માટે ટ્રાન્સપોર્ટ નગરની સુવિધા મળી નથી. અનેક રજૂઆત બાદ હાલમાં આ ગંભીર મુદ્દે ધારાસભ્ય કનુ દેસાઇએ સંકલનની બેઠકમાં રજૂઆત કરતાં ટ્રાન્સપોર્ટ નગરનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.

Vapi News
વાપીમાં 5 દાયકે પણ નથી બન્યું ટ્રાન્સપોર્ટ નગર
author img

By

Published : Dec 26, 2020, 11:55 AM IST

Updated : Dec 26, 2020, 12:16 PM IST

  • 5 દાયકાથી ટ્રાન્સપોર્ટ નગરની માગ
  • અગાઉ ફાળવેલી જમીન ઉદ્યોગોને આપી દીધી
  • ટ્રાન્સપોર્ટ નગરના અભાવે અનેક મુશ્કેલી વેઠવી પડે છે

વાપી: શહેરમાં વાપી ટ્રાન્સપોર્ટ એસોસિયેશનની ટ્રાન્સપોર્ટ નગર બનાવવાની અને તે માટે જમીન ફાળવવાની માગ વર્ષોથી ટલ્લે ચડતી આવી છે. જોકે હાલમાં આ અંગે ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ સંકલનની બેઠકમાં ટ્રાન્સપોર્ટ નગર બનાવવાની રજૂઆત કરતાં ટ્રાન્સપોર્ટ ઉધોગમાં ખુશીનું મોજુ પ્રસર્યુ છે.

વાપીમાં આવેલા 4000 જેટલા ઉદ્યોગોમાં માલ-સામાનની હેરફેર માટે 2500 જેટલી ટ્રાન્સપોર્ટ ઓફિસ છે. રોજના 4000 જેટલા માલ વાહનોની અવરજવર છે. તેમ છતાં વાપીમાં ટ્રક ડ્રાઈવરો માટે બે ઘડી આરામ કરવા કે નાહવા માટે સ્નાન ગ્રુહ, શૌચક્રિયા માટે શૌચાલયની સુવિધા નથી. આ અંગે 1970 થી વાપી ટ્રાન્સપોર્ટ એસોસિયેશન ટ્રાન્સપોર્ટ નગર બનાવવા જમીન ફાળવવાની રજૂઆત કરતું આવ્યું છે. જે હાલમાં 5 દાયકે ફળીભૂત થવાની આશા જાગી છે. ધારાસભ્ય કનુભાઇ દેસાઈ તરફથી સંકલનની બેઠકમાં ટ્રાન્સપોર્ટ નગર બનાવવાની રજૂઆત કરાઈ છે, ત્યારે ટ્રાન્સપોર્ટ નગર બનવાથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને કેટલો ફાયદો થશે તે અંગે ETV ભારતે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના પ્રમુખ ભરત ઠક્કરની પ્રતિક્રિયા સાંભળી હતી.

વાપીમાં 5 દાયકે પણ નથી બન્યું ટ્રાન્સપોર્ટ નગર

1970થી જમીન ફાળવવા માગ કરાઈ રહી છે

ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, જીઆઇડીસીમાં ટ્રાન્સપોર્ટ નગર અંગે વર્ષો પહેલા જમીન ફાળવણી થઇ હતી. પરંતુ તે બાદ તે જમીન અન્ય ઉદ્યોગકારોને ફાળવી દીધી છે. આ અંગે અમે કાયદાકીય લડત ચલાવી જીત્યા છીએ તેમ છતાં અમને જમીન મળી નથી. જો દમણ પ્રશાસનના ટ્રાન્સપોર્ટ નગર બનાવવા આગળ આવવું હોય તો વાપીમાં તંત્ર અને રાજકીય આગેવાનો કેમ આગળ આવતા નથી.

150 એકર જેટલી જમીન જોઈએ

ટ્રાન્સપોર્ટ નગરની વારંવારની રજૂઆત બાદ તંત્રએ આ અંગે વાપી નજીક ભિલાડમાં બંધ પડેલી સુગર ફેક્ટરીની જગ્યાએ ટ્રાન્સપોર્ટ નગર બનાવવાની તજવીજ હાથ ધરી હતી. જોકે ટ્રાન્સપોર્ટ એસોસિયેશનને વાપી નજીક કરમબેલા ખાતે જમીન ફાળવવા માગ કરી છે. ટ્રાન્સપોર્ટ એસોસિયેશનનું માનવું છે કે, ડ્રાઇવરો માટે આરામ કરવા આરામગૃહ, સ્નાન કરવા સ્નાનગૃહ, શૌચાલય સહિતની સુવિધાઓ અને પાર્કિંગની સગવડ માટે ઓછામાં ઓછી 150 એકરની જગ્યા જોઈએ જે હવે વાપીમાં બચી નથી.

ટ્રાન્સપોર્ટ નગરથી અનેક ફાયદા

આ અંગે સંકલનમાં રજૂઆત કરનારા ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ પણ ETV ભારત સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, વાપી ઔદ્યોગિક વસાહત એ ગુજરાતની સૌથી મોટી અને સૌથી જૂની વસાહત છે. ટ્રાન્સપોર્ટ નગર બને તો ટ્રાન્સપોર્ટરોને અને વાહનોના ડ્રાઈવરોને અનેક ફાયદા થઈ શકે છે. ટ્રાફિક સમસ્યા હળવી થઈ શકે છે. આ સાથે જ ટ્રકમાંથી માલસામાનની થતી ચોરીઓ પર રોક લાગી શકે છે.

ટ્રાફિક સમસ્યા હળવી થઈ શકે

કનુભાઇ દેસાઇએ આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, તે માટે વલસાડ કલેકટર, આદિજાતિ રાજ્ય પ્રધાને પણ ચિંતા વ્યક્ત કરી છે અને વહેલી તકે ટ્રાન્સપોર્ટ નગર માટે જમીન ફાળવવાની કાર્યવાહી હાથ ધરવા ખાતરી આપી છે.

ઓડ-ઇવન પાર્કિંગના નામે ડ્રાઈવરને કરાય છે પરેશાન

ઉલ્લેખનીય છે કે, વાપી જીઆઇડીસીમાં ટ્રાન્સપોર્ટ નગરના અભાવે ડ્રાઈવરોએ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ટ્રાન્સપોર્ટરો અને ઉદ્યોગકારોને ટ્રકમાંથી માલ સામાન ચોરી થવાનો કાયમી ડર સતાવે છે. એ ઉપરાંત પાર્કિંગ માટેના ઓડ-ઇવનના નિયમો હેઠળ કોન્ટ્રાક્ટર એજન્સીના માણસોની દાદાગીરી, ટ્રાફિકના નામે પોલીસ કાર્યવાહીનો સામનો કરવો પડી રહ્યો છે. આશા રાખીએ કે, કનુભાઈની રજૂઆતને તંત્ર કાને ધરે અને વહેલી તકે ટ્રાન્સપોર્ટ નગરનું સપનું સાકાર કરે.

Last Updated : Dec 26, 2020, 12:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.