વાપી: 17 વર્ષીય કિશોરીએ રાત્રે પોતાના રૂમમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા પરિવારમાં આક્રંદ છવાયો હતો. કિશોરી લોકડાઉનને કારણે શાળામાં ઓનલાઈન અભ્યાસક્રમથી માનસિક તણાવમાં હતી. જેના કારણે આત્મહત્યા કરી હોવાનુ અનુમાન લગાવવામાં આવે છે તો, અન્ય એક ઘટના વાપી ટાઉનમાં બની હતી. જેમાં કબ્રસ્તાન રોડ પર સોનામહલ એપાર્ટમેન્ટમાં રહેતા સુરેન્દ્ર બાબુ ઔઝા નામના યુવકનો તેની પત્ની સાથે ઝઘડો થતા યુવકે પંખા સાથે લટકી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેને સમયસર નીચે ઉતારી ચલા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો. જ્યાંથી વધુ સારવાર માટે વલસાડ સિવિલમાં રીફર કરવામાં આવ્યો હતો.
ઉપરોક્ત બન્ને ઘટનામાં આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ લોકડાઉનને કારણે માનસિક હતાશામાં આ પગલું ભર્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, લોકડાઉન બાદના દિવસોમાં વાપીમાં આત્મહત્યાની આ ત્રીજી ઘટના છે. આ પહેલા ગીતાનાગરમાં પણ એક મુસ્લિમ મહિલાએ ઘરેલુ ઝગડામાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.