ETV Bharat / state

વાપીમાં યોજાયું ઉમરગામ-વાપીના ભાજપ કાર્યકર્તાઓનું સ્નેહ મિલન - આદિજાતિ વિકાસ પ્રધાન રમણ પાટકર

વાપી: ભાજપ કાર્યકર્તાઓનું દિવાળી સ્નેહ મિલન યોજાયું હતું. વલસાડ જિલ્લા પ્રદેશ અધ્યક્ષની ગેરહાજરીમાં યોજાયેલ સ્નેહ મિલનમાં ઉમરગામ, વાપીના કાર્યકર્તાઓ તેમજ ધારાસભ્યો અને સાંસદ ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં વન અને આદિજાતિ વિકાસ પ્રધાન રમણ પાટકરે તમામને દિવાળીની શુભેચ્છા આપી પક્ષને વધુ મજબૂત બનાવવા હાંકલ કરી હતી.

વાપીમાં યોજાયું ઉમરગામ-વાપીના ભાજપ કાર્યકર્તાઓનું સ્નેહ મિલન
author img

By

Published : Nov 2, 2019, 11:38 PM IST

વાપીમાં રોફેલ કોલેજ ગ્રાઉન્ડ ખાતે શનિવારે ભાજપ કાર્યકરોનું દિવાળી સ્નેહમિલન યોજાયું હતું. સ્નેહ મિલન કાર્યક્રમ પહેલા જ કમોસમી વરસાદ પડી જતા શરૂઆતમાં મંડપમાં પાંખી હાજરી જોવા મળી હતી. જે બાદ ધીરે ધીરે મંડપની તમામ ખુરશીઓ ભરાઈ હતી.

કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ પ્રધાન રમણ પાટકર, વલસાડ ડાંગના સાંસદ ડૉ. ખાલપાભાઈ પટેલ, વલસાડ ધારાસભ્ય, ધરમપુર ધારાસભ્ય સહિતના મંડળના અગ્રણીઓ, તાલુકા પંચાયતના પ્રમુખો, નગરપાલિકાના પ્રમુખોનું સ્વાગત કરી ઉપસ્થિત સભ્યો, હોદ્દેદારો, કાર્યકરો સાથે વિકાસની ગાથા રજુ કરતી શોર્ટ ફિલ્મ માણી હતી. જે બાદ મુખ્ય નેતાઓએ કાર્યકરોને સંબોધન કર્યું હતું.

સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ કાર્યકરોને વન અને આદિજાતિ વિકાસ રાજ્યપ્રધાન રમણ પાટકરે દિવાળીની શુભેચ્છા પાઠવી કાર્યકર્તા થકી જ પાર્ટી હોવાનું જણાવી. ક્યારેય કોઈ કાર્યકર્તા નારાજ થાય તેવુ કામ કોઈ મોવડીઓએ ન કરવું જોઈએ તેવી અપીલ કરી હતી. આ પ્રસંગે તેમણે મહારાષ્ટ્રમાં જ્યાં જ્યાં વલસાડના નેતાઓ ચૂંટણી પ્રચાર માટે ગયા હતાં તેમાં મોટાભાગની સીટો પર ભાજપની કારમી હાર થઈ છે. આ અંગે પણ મનોમંથન કરવા જણાવ્યું હતું.

વધુમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે હાલમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોને જે પણ નુકસાની થઈ છે તે માટે સરકાર વળતર આપશે. આ અંગે પોતાના જિલ્લામાં થયેલા નુકસાન અંગે પણ રજુઆત કરવાની ખાતરી આપી હતી. કાર્યક્રમમાં આગામી દિવસોમાં વાવાઝોડાને લઈને પણ તંત્ર અને સરકાર સાબદા હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહેનાર વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ અને પારડીના ધારાસભ્ય કનુ દેસાઈ ગેરહાજર રહ્યા હતાં. જ્યારે વરસાદને કારણે ખાલી પડેલી ખુરશીઓ ધીરે ધીરે ભરાયા બાદ ફરી ખાલી જોવા મળી હતી. તમામ મહાનુભવોનું પ્રવચન સાંભળી સંગઠનની એકતાના શપથ લીધા હતા અને સમૂહ ભોજન કરી એકબીજાને દિવાળી શુભેચ્છા આપી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો.

Intro:location :- વાપી

વાપી :- વાપીમાં ભાજપ કાર્યકર્તાઓનું દિવાળી સ્નેહ મિલન યોજાયું હતું. વલસાડ જિલ્લા પ્રદેશ અધ્યક્ષની ગેરહાજરીમાં યોજાયેલ સ્નેહ મિલનમાં ઉમરગામ, વાપીના કાર્યકર્તાઓ તેમજ ધારાસભ્યો અને સાંસદ ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં વન અને આદિજાતિ વિકાસપ્રધાન રમણ પાટકરે તમામને દિવાળીની શુભેચ્છા આપી પક્ષને વધુ મજબૂત બનાવવા હાકલ કરી હતી.

Body:વાપીમાં રોફેલ કોલેજ ગ્રાઉન્ડ ખાતે શનિવારે ભાજપ કાર્યકરોનું દિવાળી સ્નેહમિલન યોજાયું હતું. સ્નેહ મિલન કાર્યક્રમ પહેલા જ કમોસમી વરસાદ પડી જતા શરૂઆતમાં મંડપમાં પાંખી હાજરી જોવા મળી હતી. જે બાદ ધીરેધીરે મંડપની તમામ ખુરશીઓ ભરાઈ હતી.

કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ પ્રધાન રમણ પાટકર, વલસાડ ડાંગના સાંસદ ડૉ. ખાલપાભાઈ પટેલ, વલસાડ ધારાસભ્ય, ધરમપુર ધારાસભ્ય સહિતના મંડળના અગ્રણીઓ, તાલુકા પંચાયતના પ્રમુખો, નગરપાલિકાના પ્રમુખોનું સ્વાગત કરી ઉપસ્થિત સભ્યો, હોદ્દેદારો,કાર્યકરો સાથે વિકાસની ગાથા રજુ કરતી શોર્ટ ફિલ્મ માણી હતી. જે બાદ મુખ્ય નેતાઓએ કાર્યકરોને સંબોધન કર્યું હતું.

સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ કાર્યકરોને વન અને આદિજાતિ વિકાસ રાજ્યપ્રધાન રમણ પાટકરે દિવાળીની શુભેચ્છા પાઠવી કાર્યકર્તા થકી જ પાર્ટી હોવાનું જણાવી. ક્યારેય કોઈ કાર્યકર્તા નારાજ થાય તેવુ કામ કોઈ મોવડીઓએ ના કરવું જોઈએ તેવી અપીલ કરી હતી. આ પ્રસંગે તેમણે મહારાષ્ટ્રમાં જ્યાં જ્યાં વલસાડ ના નેતાઓ ચૂંટણી પ્રચાર માટે ગયા હતા તેમાં મોટાભાગની સીટો પર ભાજપની કારમી હાર થઈ છે. આ અંગે પણ મનોમંથન કરવા જણાવ્યું હતું.

વધુમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે હાલમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોને જે પણ નુકસાની થઈ છે તે માટે સરકાર વળતર આપશે. આ અંગે પોતાના જિલ્લામાં થયેલા નુકસાન અંગે પણ રજુઆત કરવાની ખાતરી આપી હતી. કાર્યક્રમમાં આગામી દિવસોમાં વાવાઝોડાને લઈને પણ તંત્ર અને સરકાર સાબદા હોવાનું જણાવ્યું હતું.

Conclusion:ઉલ્લેખનીય છે કે કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહેનાર વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ અને પારડી ના ધારાસભ્ય કનું દેસાઈ ગેરહાજર રહ્યા હતા. જ્યારે વરસાદને કારણે ખાલી પડેલી ખુરશીઓ ધીરેધીરે ભરાયા બાદ ફરી ખાલી જોવ મળી હતી. તમામ મહાનુભવોનું પ્રવચન સાંભળી સંગઠનની એકતાના શપથ લીધા હતા અને સમૂહ ભોજન કરી એકબીજાને દિવાળી શુભેચ્છા આપી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.