ETV Bharat / state

વાંસદા તાલુકો વધુ 4 દિવસ, રવિવાર સુધી સંપૂર્ણ સ્વૈચ્છિક બંધ - Voluntary lockdown

નવસારી જિલ્લામાં કોરોના સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. જેમાં જિલ્લા અને રાજ્યની સરહદોને જોડતો વાંસદા તાલુકો સંક્રમણથી દૂર નથી. વાંસદામાં વધતા કોરોના સંક્રમણને જોતા ભાજપ અને કોંગ્રેસના આગેવાનોએ એક મંચ પર આવી 21 થી 28 એપ્રિલ સુધી વાંસદામાં સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યુ હતુ, જેને સારો પ્રતિસાદ મળ્યો છે. ત્યારે ફરી બંને પક્ષોના આગેવાનોએ ભેગા મળી વાંસદાને વધુ ચાર દિવસો માટે સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉનને વધાર્યુ છે.

lockdown
વાંસદા તાલુકો વધુ 4 દિવસ, રવિવાર સુધી સંપૂર્ણ સ્વૈચ્છિક બંધ
author img

By

Published : Apr 28, 2021, 7:55 AM IST

  • બુધવારે વાંસદામાં સંપૂર્ણ સુરક્ષિત લોકડાઉનનો અંતિમ દિવસ હતો
  • ભાજપ અને કોંગ્રેસના આગેવાનોએ ફરી બેઠક કરી કોરોના સંક્રમણને રોકવા લીધો નિર્ણય
  • જિલ્લામા ફક્ત એક જ તાલુકો સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન પાળી રહ્યો છે

નવસારી : જિલ્લાની સાથે હવે ગામડાઓમાં પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. જેમાં જિલ્લા અને મહારાષ્ટ્રની સરહદ સાથે જોડાયેલો નવસારીનો આદિવાસી પંથક એવો વાંસદા તાલુકો પણ કોરોના સંક્રમણ સામે ઝઝૂમી રહ્યો છે. વાંસદમાં કોરોના સંક્રમણની સાંકળને તોડવા માટે વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલ તેમજ કોંગી આગેવાનો અને ભાજપી આગેવાનોએ સાથે મળીને વાંસદાને કોરોના મુક્ત બનાવવા માટે ગત 21 એપ્રિલથી 28 એપ્રિલ સુધી સંપૂર્ણ વાંસદા તાલુકામાં સ્વૈચ્છિક લોકડાઉન લગાવ્યુ હતુ. જેને વાંસદાના 99 ગામોના લોકોએ સમર્થન આપી લોકડાઉનમાં બજારોને સજ્જડ બંધ રાખ્યા હતા. જોકે લોકડાઉન દરમિયાન આવશ્યક ચીજ-વસ્તુઓને છૂટછાટ આપવામાં આવી હતી.

3 જી મે સુધી લોકડાઉન

બુધવારે વાંસદામાં સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન પૂર્ણ થઈ રહ્યું છે, પરંતુ કોરોના છે કે સતત વધી રહ્યો છે. જેથી વાંસદાના કોંગ્રેસી અને ભાજપી આગેવાનોએ ફરી એક મંચ પર આવીને વાંસદામાં વધુ ચાર દિવસ એટલે કે રવિવાર સુધી સ્વેચ્છિક સંપૂર્ણ લોકડાઉનને વધાર્યુ છે. જેથી વાંસદામાં સતત 12 દિવસોનું સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન રહેશે. જેમાં સ્થાનિક વેપારીઓએ આર્થિક નુકસાન વેઠીને પણ જિંદગીને બચાવવા માટેનો પ્રયાસ કર્યો છે. જોકે વાંસદામાં 3 જી મે સોમવારથી બજારો રાબેતા મુજબ શરૂ થશે એવી જાહેરાત પણ કરવામાં આવી છે.

વાંસદા તાલુકો વધુ 4 દિવસ, રવિવાર સુધી સંપૂર્ણ સ્વૈચ્છિક બંધ

આ પણ વાંચો : સુરતમાં આંગડીયા પેઢીએ 10 દિવસ સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો

વાંસદાની તર્જ પર ચીખલીને પણ બંધ કરવાની જાહેરાત, પણ વેપારીઓનો વિરોધ

વાંસદા તાલુકાની તર્જ પર નજીકના ચીખલી તાલુકાના ગામડાઓને પણ 28 થી 5 મે સુધી સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ ચીખલી તાલુકાના વેપારીઓએ આ સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન સામે વિરોધ ઉઠાવ્યો છે અને ચીખલીમાં બપોરે 2 વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખવાની વાત કરી છે. બુધાવર ચીખલીમાં સ્વૈચ્છિક લોકડાઉન થાય છે કે કેમ એ જોવું રહ્યુ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.