ETV Bharat / state

વલસાડની આ શાળાના ઓરડાઓની બિસ્માર હાલત, તંત્રએ ધ્યાન ન આપતા સ્થાનિકોઓએ લોક સહયોગથીથી કરાવ્યું સમારકામ - class

વલસાડ: જિલ્લામાં આવેલા નાની તંબાડી ગામના બ્રાહ્મણ ફળિયામાં ધોરણ 1 થી 8 ભણાવતી પ્રાથમિક શાળા આવેલી છે. આ શાળામાં ત્રણ જેટલા વર્ગખંડો અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યાં છે. જેને પગલે શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને જીવના જોખમે શાળામાં અભ્યાસ કરવો પડી રહ્યો છે. તો આ શાળાનું જૂનું બાંધકામ ધરાવતી આ શાળાના વર્ગખંડો જર્જરિત બનતા સ્થાનિકો દ્વારા લોક સહયોગથી કેટલાકનું સમારકામ કરાવ્યું છે. જો કે નવા બનેલા ઓરડામાં પણ વરસાદી પાણી આવતા કૉમ્પ્યુટર્સ, કબાટ સહિતની અન્ય જરૂરી કાગળો પણ ભીંજાઈ જવાની ભય પણ વર્તાઈ રહ્યો છે.

વલસાડની નાની તંબાડી પ્રાથમિક શાળા
author img

By

Published : Jul 22, 2019, 2:49 AM IST

વલસાડ જિલ્લામાં આવેલા નાનીતંબાડી ગામના બ્રાહ્મણ ફળિયામાં આવેલી વલસાડ જિલ્લા પંચાયત સંચાલિત શાળા જેમાં ધોરણ 1 થી 8 શિક્ષણ આપવામાં આવે છે. આ શાળામાં 200થી પણ વધુ બાળકો અભ્યાસ કરી રહ્યાં છે. જો કે વર્ષો જૂના આ બિલ્ડીંગ જર્જરિત બનતા 5 જેટલા ઓરડાઓ તૂટી પડે એવી હાલતમાં પહોંચી ચૂક્યા હતા. તો મામલે સ્થાનિક વાલીઓએ તેમજ અગ્રણીઓ દ્વારા જિલ્લા પંચાયતમાં અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું ન હોતું. જેને પગલે આખરે બાળકોને બેસાડવા માટે સ્થાનિકોએ લોક સહયોગથી 2 જેટલા ઓરડાનું સમારકામ કરાવ્યું હતું. પરંતુ હજુ પણ 3 જેટલા ઓરડાઓ અત્યંત જર્જરિત હાલતમાં પડ્યા છે.

વલસાડની નાની તંબાડી પ્રાથમિક શાળા

તો આ શાળાના કોટ અને નડિયા પણ તૂટી ગયા છે. તો શાળા પરની છત પણ તૂટી પડી છે. તો શાળાની બારીના સળિયા પણ તૂટી ગયા છે. જો કે હાલમાં જર્જરિત વર્ગખંડોને પણ બંધ કરી દેવામાં આવ્યા છે. પરંતુ તેની બાજુના જ ઓરડામાં બેસીને વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તો બીજી તરફ એક નવા ઓરડાનું નિર્માણ સરકારે કરી આપ્યું છે. પરંતુ આ નવા બનેલા મકાનમાં પણ વરસાદી પાણી ભરાવવાથી શિક્ષકો અને વિદ્યાર્થીઓની સ્થિતિ કપરી બની છે. કારણ કે, નવા મકાનમાં મુકવામાં આવેલા કૉમ્પ્યુટર અને જરૂરી કાગળો અને દસ્તાવેજો મૂકતા કબાટમાં પણ વરસાદી પાણી ભરાઇ જતા હોય છે. જેના કારણે કબાટ પર પ્લાસ્ટિક બાંધીને હાલ કામચલાઉ રીતે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તો આ શાળાને લઇને સ્થાનિક લોકોની માંગ છે, કે અહીં સરકાર દ્વારા બાળકોને બેસવા માટે યોગ્ય હવા-ઉજાસ અને ગુણવત્તાવાળા વર્ગખંડો બનાવી આપવામાં આવે.

તો આ સમગ્ર મામલે નાની તંબાડી ગામના સ્થાનિક નગીનભાઈએ જણાવ્યું હતું કે, અનેકવાર તેઓના દ્વારા રજુઆતો કરવામાં આવી છે. તો સાથે જ PWD વિભાગ દ્વારા અહીં સર્વે કરવામાં આવ્યો છે. તો આ ઓરડા જોખમી હોવાનું જણાવવામાં પણ આવ્યું છે. પરંતુ આજદિન સુધી અહિયા નવા વર્ગખંડો બનાવવા માટે જિલ્લા પંચાયત દ્વારા કોઈ કામગીરી હાથ ધરાઇ નથી. તો બીજી તરફ આવેલા અન્ય બોર્ડ આજે જર્જરિત હતા. તેને સ્થાનિક લોકોએ સ્વખર્ચે સમારકામ કરાવ્યું છે. જેમાં હાલ બાળકો બેસીને અભ્યાસ કરે છે.

સ્કૂલમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીએ જણાવ્યું કે, ચોમાસા દરમિયાન પાણી નિકળતું હોય ત્યારે તેઓને બેસવાની સ્થિતી ખૂબ ગંભીર બને છે. તો દર વખતે તેમણે બેન્ચ ખસેડીને બેસવું પડે છે. જેનું મુખ્ય કારણ જર્જરિત બનેલા ઓરડાઓ છે.

Intro:વલસાડ જિલ્લાના નાની તંબાડી ગામે આવેલા બ્રાહ્મણ ફળિયામાં ધોરણ 1 થી 8 ની સ્કૂલમાં અંદાજિત ત્રણ જેટલા કોરડા અત્યંત જર્જરિત બનતા અહીં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને જીવના જોખમે સ્કૂલમાં અભ્યાસ કરવો પડી રહ્યો છે જુના મકાન ના હોન્ડા જર્જરિત બનતા સ્થાનિકોએ લોક સહયોગથી કેટલાક નું સમારકામ કરાવ્યું છે નવા બનેલા ઓરડામાં વરસાદી પાણી ગાળતા કોમ્પ્યુટર કબાટ અને અન્ય જરૂરી કાગળો પણ ભીંજાઈ જવાની દહેશત વર્તાઈ રહી છે

Body:વલસાડ જિલ્લાના નાનીતંબાડી ગામે આવેલા બ્રાહ્મણ ફળિયામાં વલસાડ જિલ્લા પંચાયત સંચાલિત ધોરણ એક થી આઠ પ્રાથમિક શાળા આવેલી છે જેની અંદર 200 થી વધુ બાળકો અભ્યાસ કરે છે જોકે વર્ષો જૂના આ બિલ્ડીંગ જર્જરિત બનતા પાંચ જેટલા ઓરડા તૂટી પડે એવી હાલત માં પહોંચી ચૂક્યા હતા આ અંગે સ્થાનિક વાલીઓએ તેમજ અગ્રણીઓએ જિલ્લા પંચાયતમાં અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નહીં અને આખરે બાળકોને બેસાડવા માટે સ્થાનિકોએ લોકોના સહયોગથી બે જેટલા ઓરડાનું સમારકામ કરાવ્યું પરંતુ હજુ પણ ત્રણ જેટલા ઓરડાઓ અત્યંત જર્જરિત હાલતમાં પડ્યા છે એ કોટડા ને તો નડિયાદ તૂટી ગયા છે ઉપરની છત તૂટી પડી છે બારીના સળિયા તૂટી ગયા છે અને આ ઓરડો ગમે ત્યારે તૂટી પડે એવી દહેશત બની રહી છે જોકે હાલ તેને બંધ કરી દેવાયો છે પરંતુ તેની બાજુના જ ઓરડામાં બેસીને વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તો બીજી તરફ એક નવા ઓરડાનું નિર્માણ સરકારે કરી આપ્યું છે પરંતુ આ નવા બનેલા મકાનમાં વરસાદી પાણી ઉપરથી ઘટતું હોય શિક્ષકો અને વિદ્યાર્થીઓ ની સ્થિતિ બકરું કાઢતા ઊંટ પેઠું જેવી બની છે કારણકે નવા મકાનમાં મુકવામાં આવેલા કોમ્પ્યુટર અને જરૂરી કાગળો અને દસ્તાવેજો મૂકતા કબાટમાં પણ વરસાદી પાણી ઘટતું હોય તેની ઉપર પ્લાસ્ટિક બાંધીને હાલ કામચલાઉ રીતે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરાઈ છે સ્થાનિક લોકોની માંગ છે કે અહીં સરકાર દ્વારા બાળકોને બેસવા માટે યોગ્ય હવા-ઉજાસ અને ગુણવત્તાવાળા ઓરડાઓ બનાવી આપવામાં આવે

Conclusion:નાની તંબાડી ગામના સ્થાનિક નગીનભાઈ એ જણાવ્યું કે અનેકવાર તેઓના દ્વારા રજુઆતો કરવામાં આવી તેમજ પીડબલ્યુડી વિભાગ દ્વારા અહીં સર્વે કરવામાં આવ્યો અને આ ઓરડા જોખમી હોવાનું જણાવવામાં પણ આવ્યું પરંતુ આજદિન સુધી હોન્ડા નવા બનાવવા માટે જિલ્લા પંચાયત દ્વારા કોઈ કામગીરી કરાઇ નથી અને તેની બાજુના અન્ય બોર્ડ આજે જર્જરિત હતા તેને સ્થાનિક લોકોએ સ્વખર્ચે સમારકામ કરાવ્યું છે જેમાં હાલ બાળકો બેસીને અભ્યાસ કરે છે

સ્કૂલમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીએ જણાવ્યું કે ચોમાસા દરમિયાન પાણી નીકળતું હોય ત્યારે તેઓને બેસવાની સ્થિતી ખૂબ ગંભીર બને છે અને દર વખતે તેમણે બેન્ચ ખસેડીને બેસવું પડી રહ્યું છે જેનું મુખ્ય કારણ જર્જરિત બનેલા ઓરડા છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.