વલસાડ : વેકેશન દરમિયાન નાના બાળકોને એકલા રમતા છોડી દેતા માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પારડીના નાના વાઘછીપા ગામે દોઢ વર્ષીય બાળકી રમતા રમતા પાણી ભરેલી ડોલમાં ઊંઘી પડી જતા મૃત્યુ પામી છે. પારડી તાલુકાના નાનાવાઘછીપા ગામે રહેતા અને મૂળ મહારાષ્ટ્ર દહાણુના જયદેવ ગોરખના પરિવાર ઇટના ભઠ્ઠીમાં મજૂરી કામ કરવા આવ્યા છે. જયદેવ ભાઈને સંતાનમાં પાંચ પુત્રીઓ છે. તેમના ભરણપોષણ માટે તેઓ મજૂરી કામ કરતા હતા.
શું હતી સમગ્ર ઘટના : જેવો આજે સવારે 9:30 વાગ્યાના સુમારે નાના વાઘછીપા ખાતે તેમના ઘરે હાજર હતા. તે દરમિયાન તેની દોઢ વર્ષીય પુત્રી નક્ષત્રા જયદેવભાઈ ગોરખના રમી રહી હતી. તે દરમિયાન બાળકીના બાજુમાં પડેલી પ્લાસ્ટિકની ડોલમાં પાણી ભરેલું હતું. બાળકી નક્ષત્રા રમતા રમતા પાણી ભરેલી ડોલમાં ઊંધી પડી જતા તેનું માથું પાણીમાં અને પગ ઉપર રહી જતા શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. જેની જાણ પરિવારને થતા તાત્કાલિક પારડી મોહન દયાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે બાળકી નક્ષત્રાને મૃત જાહેર કરી હતી. ઘટના અંગે પારડી પોલીસમાં બાળકીના પિતા જયદેવભાઈએ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે હાલ આ ઘટનાને પગલે પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
વાઘછીપા ગામે શ્રમિક પરિવારની દોઢ વર્ષીય દીકરી પાણીમાં ડૂબી જતાં મોત થયું છે પરિજનોએ પોલીસનો સંપર્ક કર્યો છે અને હાલ પોલીસે અકસ્માત મોત અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. - PI વી.જે. સરવૈયા
કેવી રીતે ઘટના બની : શ્રમિકો ઈંટના ભઠ્ઠા પર કામ કરી રહ્યા હતા, જ્યારે બાળકો તેમની મસ્તીમાં રમી રહ્યા હતા. તેથી કોઈનું પણ ધ્યાન સમગ્ર ઘટના પર ગયું નહિ, પરંતુ ભોજનના સમયે બાળકી ન દેખાતા તેની શોધખોળ કરાઈ હતી. જે બાદ અન્ય બાળકોએ ડોલમાં પડી હોવાનું જણાવતા આખરે લોકો ભેગા થઈ ગયા હતા.
વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો : નાના બાળકોને પોતાના વાલીઓએ તેમની નજર સમક્ષ જ રમતા રાખવા જોઈએ, નહીં તો આવી ઘટનાઓ બની શકે છે. કારણ કે વાલીની નજર બહાર નાની વયનું બાળક ક્યાં કયા સ્થળે પહોંચી જાય એ કહેવું મુશ્કેલ છે, ત્યારે આજે બનેલી ઘટના વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો છે.
Surat News : રમાડતાં રમાડતાં પિતાએ દીકરીને હવામાં ઉછાળી, પંખાની પાંખ અથડાતા માસૂમનું મૃત્યુ
Dahod Rape Case: છ વર્ષની બાળકી પર કુકર્મ કરી હત્યાના કેસમાં આરોપીને મૃત્યુ દંડ અને આજીવન કેદ
Surat News : સુરતમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામનાર વેવાઈનો મૃતદેહ જોઈને વેવાણને પણ આવ્યો એટેક