- પહેલ ચેરીટેબલ ટ્રસ્ટનું ઉદ્ધાટન કરવામાં આવ્યું
- પ્રોજેક્ટ અન્નપૂર્ણાને ચલાવવા માટે આર્થિક ઉપાર્જન માટે ટી સ્ટોલ ખોલવામાં આવ્યા
- જરૂરિયાતમંદ લોકોને એક સમય ભોજન મળી રહે તેવા હેતુથી પ્રોજેક્ટ અન્નપૂર્ણાનું આયોજન
વલસાડ : ધરમપુરમાં અનેક સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા પાયલ ચેરીટેબલ ટ્રસ્ટના કૌશિકભાઇ મસરાણી અને તેમના ધર્મપત્ની પૂર્વીબેન મસરાણી દ્વારા અનેક સમાજ ઉપયોગી કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ભૂખ્યાને ભોજન મળી રહે તેવા હેતુથી ધરમપુરના જલારામ મંદિરની સામે બજારમાં પ્રોજેક્ટ પૂર્ણ હેઠળ ભૂખ્યાને એક ટંક ભોજન આપવા માટે પહેલ ટી સ્ટોલનું શનિવારના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેના નફામાંથી પ્રોજેક્ટ અન્નપૂર્ણા અંતર્ગત જરૂરિયાત મંદ લોકોને એક સમયનું ભોજન નિઃશુલ્ક આપવામાં આવશે. શનિવારે ઉદ્ઘાટન પ્રસંગે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઇ પટેલે હાજરી આપી હતી અને પહેલ ચેરીટેબલ ટ્રસ્ટના નવદંપતીને તેમના ઉમદા કાર્ય માટે શુભેચ્છાઓ આપી હતી.
પહેલ ટી સ્ટોલનું ઉદ્ઘાટન 93 વર્ષના વયોવૃદ્ધ મહિલાના હસ્તે કરાયું
ધરમપુર બજારમાં શરૂ કરવામાં આવેલા પહેલ ટી સ્ટોલનું ઉદ્ઘાટન ધરમપુરના સૌથી વયોવૃદ્ધ એવા મહિલા ધન ગૌરીબેનના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમની ઉંમર 93 વર્ષની હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા હતા. તેમને પણ શરૂ કરવામાં આવેલી આ લોકગીતની કામગીરી માટે પહેલા ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક ઋષિત અને તેમના પત્નીને આશિર્વચન આપ્યા હતા.
પ્રોજેક્ટ તાન્દુલનો પણ આજથી પ્રારંભ
પહેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શનિવારે પ્રોજેક્ટ તાન્દુલનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં જરૂરિયાત મંદ લોકોને દર મહિને ચોખાની એક કીટ આપવામાં આવશે. ઉદ્ધાટન સમારોહમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવોના હસ્તે જરૂરિયાતમંદ મહિલાઓને ચોખાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ધરમપુરના ધારાસભ્યએ અરવિંદભાઈ પટેલ પણ હાજરી આપી
ધરમપુર બજારમાં શરૂ કરવામાં આવેલા પહેલ ટી સ્ટોલના ઉદ્ઘાટન પ્રસંગે શનિવારે ધરમપુરના ધારાસભ્યએ અરવિંદભાઇ પટેલે હાજરી આપી હતી અને તેમણે મસરાણી પરિવારનો સામાજિક કાર્યોમાં મહત્વનો ફાળો હોવાનું જણાવ્યું હતું. આ સાથે પરિવારની પરંપરાગત આ પ્રક્રિયાને ઋષિતભાઈ દ્વારા જાળવી રાખવા બદલ શુભેચ્છાઓ આપી હતી. તેમજ તેમની આ કામગીરીમાં તેમને સદા અગ્રેસર રહે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.
શિયાળામાં 10 હજારથી વધુ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું
મહત્વનું છે કે, પહેલે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના કાળમાં ધરમપુરના આસપાસના અનેક ગામોમાં ભોજન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. થોડા દિવસો અગાઉ જરૂરિયાત મંદ લોકોને શિયાળામાં 10 હજારથી વધુ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.