ETV Bharat / state

વલસાડની પાર નદીમાં ડૂબી જતાં બે વિદ્યાર્થીના મોત

વલસાડની પાર નદીમાં ડૂબી જતાં બે વિદ્યાર્થીઓના મોત (Two student died after drowning river in Valsad) થયા હતા. જ્યારે ચાર વિદ્યાર્થીઓનો બચાવ થયો હતો. 3 વિદ્યાર્થીઓ પાણીમાં ન્હાવા જતાં અચાનક એક વિદ્યાર્થીનો પગ લપસ્યો હતો. જેને બચાવવા જતાં અન્ય વિદ્યાર્થીઓ પણ ડૂબવા લાગ્યા હતા. તરવૈયાઓની મદદથી ચાર વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો. જે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (valsad news)

વલસાડની પાર નદીમાં ડૂબી જતાં બે વિદ્યાર્થીના મોત
વલસાડની પાર નદીમાં ડૂબી જતાં બે વિદ્યાર્થીના મોત
author img

By

Published : Jan 10, 2023, 10:35 PM IST

વલસાડની પાર નદીમાં ડૂબી જતાં બે વિદ્યાર્થીઓના મોત

વલસાડ: વલસાડની પાર નદીમાં ન્હાવા પડેલા બે વિદ્યાર્થીઓના મોત (Two student died after drowning river in Valsad) થયા હતા. 3 વિદ્યાર્થીઓ પાણીમાં ન્હાવા જતાં અચાનક એક વિદ્યાર્થીનો પગ લપસ્યો હતો. જેને બચાવવા જતાં અન્ય વિદ્યાર્થીઓ પણ ડૂબવા લાગ્યા હતા. (valsad news)

ફરવા જતાં સર્જાઈ ઘટના: પારડી નજીક પાર નદીમાં બપોરના સમયે 6 વિદ્યાર્થી મિત્રો ફરવા માટે આવ્યા હતા. બાદમાં 3 વિદ્યાર્થીઓ નાહવા માટે પાણીમાં ઉતર્યા હતા. આ દરમિયાન વિદ્યાર્થીઓ બંધ ઉપર પાણીમાં પગ બોળીને બેઠા હતા. ત્યારે અચાનક એક વિદ્યાર્થીનો પગ લપસ્યો હતો. જેથી તે ડૂબવા લાગતા તેને બચાવવા જતા અન્ય બે વિદ્યાર્થીઓ પણ ડુબવા લાગ્યા હતો. તે દરમ્યાન અચાનક બીજા વિદ્યાર્થીઓ ડૂબવા લાગતા અન્ય વિદ્યાર્થીઓ પણ તેઓને બચાવવા કૂદી પડ્યા હતા. ઘટના સમયે વિદ્યાર્થીઓમાં દોડભાગ થતા સ્થાનિક ચંદ્રપુરના તરવૈયાઓ નદીમાં બચાવવા કૂદી પડ્યા હતા.

આ પણ વાંચો: સુરતમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ હત્યાના બનાવો બન્યા

તરવૈયા દ્વારા વિદ્યાર્થીઓનો બચાવ: તરવૈયાઓએ વિદ્યાર્થીઓને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં 6 પૈકી 4 વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા હતા. જયારે 2 વિદ્યાર્થીઓમાં સાહિલ પટેલ અને અંકુર પરમાર બંને વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હતા. જ્યારે અન્ય નાહવા પડેલ 4 વિદ્યાર્થીઓને તરવૈયાઓ દ્વારા બચાવી લેવાયા હતા. ઘટનાની જાણ થતાં વલસાડ રૂરલ પોલીસ સ્થળ પર આવી પહોંચ્યા હતા. અને લાશને વલસાડ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી. અને બચી ગયેલ 4 યુવકોને વલસાડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

પંથકમાં શોકનો માહોલ: બે વિદ્યાર્થીઓનો મોતની જાણ તેમના પરિવારજનોને કરવામાં આવી હતી. આ વિદ્યાર્થીઓ વલસાડ ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કોલેજના હોવાનું જાણવા મળ્યું હતું. મોતના સમાચાર સાંભળીને પરિવાર અને મિત્ર વર્તુળમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

આ પણ વાંચો: સાબરમતીની પ્રદૂષિત પાણીને લઈને હાઈકોર્ટનું આકરૂં વલણ, દાખલ કરી સુઓમોટો

પોલીસે વધુ તપાસ હાથ ધરી: રૂરલ પોલીસ મથકના પી આઈ જે એન ગોસ્વામીના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓ અતુલ અને પારડી વચ્ચેથી વહેતી પાર નદી નજીક ફરવા ગયા હતા ત્યારે ઘટના બની હતી. જેમાં 2 યુવકોના મોત થયા છે જ્યારે અન્યને સ્થાનિકોએ બચાવી લીધા છે. હાલ પોલીસ સ્થળ સ્થળ ઉપર પહોંચી મૃતક યુવાનોના પીએમ માટેની તજવીજ હાથ ધરી છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.