ETV Bharat / state

માતાના સરકારી નોકરીના સ્વપ્નને પુત્રએ પૂર્ણ કર્યું, પણ હવે મા જ બની સ્વપ્ન, માતાની બારમાની વિધિમાં પણ ન રહી શક્યો હાજર - valsad son

વલસાડના ઓઝર ગામે રહેતા એક સામાન્ય પરિવારના દીકરાએ માતાનું સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન પૂર્ણ કર્યું પણ સ્વપ્ન પૂર્ણ થયા બાદ કેન્સરની પીડિત માતા હયાત ન રહેતા પુત્ર તેમની માતાની બારમાની વિધિમાં પણ હાજર ન રહી શક્યો. કારણ કે તેની BSFની તાલીમ ચાલી રહી હતી. વાંચો સમગ્ર અહેવાલ...

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 22, 2023, 4:06 PM IST

માતાની બારમાની વિધિમાં પુત્ર ન રહી શક્યો હાજર

વલસાડ: દેશની રક્ષા અને સરકારી નોકરી બન્નેમાં જે સન્માન છે એવુ ક્યાંય નથી. સરકારી નોકરીનું મમ્મીનું સ્વપ્ન હતું એ પૂર્ણ તો કર્યું પણ હવે સારા દિવસો આવ્યા તો મમ્મી સાથે નથી રહ્યા, આ શબ્દો છે દીક્ષિતના...

માતાનું સ્વપ્ન કર્યું પૂર્ણ: દીક્ષિત BE સિવિલમાં ગ્રેજ્યુએટ થયા બાદ સરકારી નોકરી માટે પ્રયત્ન કરી રહ્યો હતો અને BSFની ભરતીમાં તેનો ચાન્સ લાગ્યો. જે બાદ તે તારીખ 21 ડિસેમ્બર 2022ના રોજ મધ્યપ્રદેશના ટેકનપુર ખાતે BSF કેમ્પમાં 11 માસની તાલીમ માટે પહોંચ્યો હતો. જ્યાં આકરી તાલીમમાં તે પાસ થયો અને તાલીમ દરમ્યાન 15 દિવસ મળતી રજામાં તે ઘરે આવ્યો. તે દરમ્યાન એના માતા મીરાબેન સુરતની મહાવીર હોસ્પિટલમાં મોત સામે ઝઝૂમી રહ્યા હતા.

બિમાર માતાનું અવસાન: ઓઝર ગામે ખાડી ફળિયામાં રહેતા મીરાબેન આયતાભાઈ પટેલને બે પુત્ર અને બે પુત્રી હતા. આયતાભાઈ સુરત SMCમાં નોકરી કરે છે. ત્યારે ચારે સંતાનોને મોટા કરનાર માતાનું એક જ સ્વપ્ન હતું કે તેમના સંતાનને એક સારી સરકારી નોકરી મળે. આજે એમના સૌથી નાના પુત્ર દીક્ષિતએ BSFમાં નોકરી મળી છે પણ કમનસીબી એ છે કે પુત્રની તાલીમના સમય દરમ્યાન જ માતા ગંભીર બીમારીમાં સપડાઈ અને અવસાન પામી.

માતાની બારમાની વિધિમાં ન રહી શક્યો હાજર: દેશની સેવા માટે જોડાયેલા BSFના જવાનોને પરિવારના સામાજિક કોઈ પણ પ્રશ્નો હોય એ પણ ત્યજીને ફરજ પર હાજર થવું પડે છે. તાલીમ દરમ્યાન મળેલી રજામાં ઘરે આવેલ દીક્ષિત માતાનું કેન્સર જેવી બીમારીને કારણે અવસાન થતાં ભાંગી પડ્યો હતો. એટલું જ નહીં પરિવારમાં સૌથી નાનો અને મમ્મીનો સૌથી લાડકો દીકરો દીક્ષિત મમ્મીના અચાનક અવસાનથી આઘાતમાં સરી પડ્યો હતો. તારીખ 11 જૂલાઈ 2023ના રોજ મીરબેનનું અવસાન થયું અને દીક્ષિતને ફરી તાલીમ માટે 16 નવેમ્બર 23ના રોજ મધ્યપ્રદેશ જવું પડ્યું અને માતાની બારમા અને તેરમાની વિધિમાં પણ હાજર ન રહી શક્યો.

માના છેલ્લા શબ્દો: મીરાબેન જ્યારે મહાવીર હોસ્પિટલ માં સારવાર હેઠળ હતા. ત્યારે તાલીમ દરમ્યાન રજામાં આવેલ દીક્ષિત એની મમ્મી ને મળવા હોસ્પિટલ પહોંચ્યો ત્યારે એની મમ્મીએ કહેલા છેલ્લા શબ્દો "તને જોવાની બહુ ઈચ્છા હતી બસ તને જોઈ લીધો હવે કઈ નહિ.." આજે પણ આ શબ્દો દીક્ષિતના કાનમાં ગુંજે છે અને તેની આંખ ભરાઈ આવે છે.

દીક્ષિત પટેલે ઇટીવી સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું કે સરકારી નોકરી માટે મમ્મીએ બહુ સ્વપ્ન જોયા હતા કે તેમના દીકરાઓને સરકારી નોકરી મળે તો તેઓનું ભવિષ્ય ઉજ્જવળ બને અને આ સ્વપ્ન આજે મેં પૂર્ણ કર્યું છે. BSFમાં સિલેક્ટ થયો છું તો હવે અફસોસ કે મમ્મી હયાત નથી. કેવી કમનસીબી છે સારા દિવસો આવ્યા તો મમ્મી સાથે નથી.

દીક્ષિત માતાનું કેન્સર જેવી બીમારીને કારણે અવસાન થતાં ભાંગી પડ્યો

મીરાબેન છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા તેમ છતાં ઘરના તમામ એક મહિલા કરે એ તમામ કામો કરતા હતા અને એક સંતાન તરીકે મમ્મીને રસોઈ માટે ઉતાવળ કરવા કહેવું કે ગુસ્સામાં મમ્મીને બોલી દેવું. આજે જ્યારે પણ આ વાત યાદ આવે છે ત્યારે દીક્ષિતને એટલું દુઃખ થાય છે કે માતાની તબિયત સારી ન હોવા છતાં ઘરના કામો કર્યા અને ઉપરથી અમે જે બોલી જતાં તે પણ સાંભળી લઈને હંમેશા માતા તરીકે માત્રને માત્ર પ્રેમની લાગણી વરસાવતાં. ભલે એ હયાત નથી પણ એમની સાથે ગાળેલા સ્મરણો આજે પણ નજર સમક્ષ આવે તો આંખોએ ઝળઝળીયા આવી જાય છે.

ગ્રામજનો દ્વારા દીક્ષિતનું સન્માન: માતાના સ્વર્ગવાસ બાદ પરિવારનો દીકરો નહિ પણ ગામનો દીકરો પ્રથમ વાર BSFમાં નોકરી મેળવી હોય સ્થાનિક ગ્રામજનો અને અગ્રણીઓ દ્વારા દીક્ષિતનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો. ગામનો યુવક દેશની સેવા કાજે BSFમાં જોડાયો હોય અનેક લોકોએ એની સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. આમ જનેતાના સ્વપ્નને મહામહેનતે પૂર્ણ કર્યું પણ જ્યારે સ્વપ્ન પૂર્ણ થયું તો યુવક મુત્યુ પામેલ માતાની બારમાની વિધિમાં પણ હાજર રહી ન શક્યો. એટલું જ નહીં હવે સારા દિવસો આવ્યા ત્યારે માતા ન હોવાનો અફસોસ દીકરાને સાલી રહ્યો છે.

  1. ટીઆરબી જવાનોને છૂટા કરવાનો વિવાદ વધ્યો, અમદાવાદ કલેક્ટર કચેરીએ જઇ વિરોધ દર્શાવ્યો
  2. લીલી પરિક્રમા; જય ગિરનારીના નાદ સાથે 24 કલાક પૂર્વે ગિરનારની લીલી પરિક્રમા શરૂ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.