વલસાડઃ છેલ્લા ૨૪ કલાક દરમિયાન તાલુકાઓમાં 3.35 ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો. જેને લઈને સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. છેલ્લા ચાર દિવસથી સૂર્યનારાયણ અદ્રશ્ય થયા છે. તો નીચાણવાળા વિસ્તારોમાં ઠેરઠેર પાણી ભરાવવાની સમસ્યાઓ સર્જાય છે. જેને લઇને રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા
ઉમરગામ | 91મીમી |
કપરાડા | 83મીમી |
પારડી | 72મીમી |
વલસાડ | 119મીમી |
વાપી | 90મીમી |
તાલુકાઓમાં મોસમનો કુલ વરસાદના આંકડા
ઉમરગામ | 67.29 ઇંચ |
કપરાડા | 59.84 ઇંચ |
ધરમપુર | 53.03 |
પારડી | 45.16 |
વલસાડ | 64.29ઇં |
હવામાન વિભાગ દ્વારા તારીખ 22 અને 23 બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને વહીવટી તંત્ર પણ સજ્જ હોવાનું જાણવા મળી રહ્યું છે.