- વલસાડ, વલસાડ રૂરલ, વાપી, નાનાપોઢા, ડુંગરા, ભિલાડ મળી કુલ 7 ડોક્ટરોની ધરપકડ
- ઇન્ડિયન મેડીકલ કાઉન્સિલ મેડીકલ પ્રેક્ટીસ અંગે કોઈ પણ પરવાનગી વિના ચાલતું હતું કામકાજ
- એલોપેથી દવાઓ, યુનાની દવાઓ મળી દરેક પાસે મુદ્દામાલ ઝડપાયો
વલસાડઃ કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે સમાન્ય શરદી, ખાસી, તાવ હોય તો પણ અનેક લોકો નજીકના દવાખાને પહોંચી જતા હોય છે. ત્યારે આવા સંજોગોમાં આજે પણ ઝોલાછાપ ડોક્ટરો ખૂણે ખાંચરે કોઈ પણ પ્રકારની પરવાનગી વિના લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આવ્યા છે.
આ પણ વાંચોઃ ધાનેરાના મોટી ડુગડોલ ગામે ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા બોગસ તબીબ સહિત મોટી માત્રામાં નશાની દવાઓનો જથ્થો ઝડપાયો
રેડ પાડી કુલ 7 જેટલા બોગસ ડોક્ટરો ઝડપી પાડ્યા છે
ત્યારે આવા ઝોલાછાપ ડોક્ટરને પાઠ ભણાવવા માટે વલસાડ પોલીસે વિશેષ ડ્રાઈવ હાથ ધરી અને તાલુકાના અલગ-અલગ વિસ્તારમાં રેડ પાડી કુલ 7 જેટલા બોગસ ડોક્ટરો ઝડપી પાડ્યા છે. જેમની પાસે સારવાર આપવા માટેની કોઈ પણ ડીગ્રી નથી. તેઓ લોકોના આરોગ્ય સાથે સીધી રીતે ચેડા કરતા હતા.
યુનાની અને એલોપેથી દવાઓ મળી કુલ 3,3,77નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો
વલસાડ પોલીસે બોગસ ડોક્ટરોને ઝડપી લેવા માટે વિશેષ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. અનેક સ્થળે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં વલસાડ રૂરલ વિસ્તારમાં આવેલા ગુંદલાવ ઉજ્જવળ નગરમાં ક્લીનીક ચલાવતા પપ્પુરામ કિશોર પ્રજાપતિને ત્યાં રેડ કરી ઝડપી લીધો હતો. જેની પાસેથી યુનાની દવાઓ અને એલોપેથી દવાઓ મળી કુલ 3,3,77નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.
3846ની દવા સહીતનો મુદ્દામાલ પોલીસે ઝડપી લીધો
વલસાડ સીટી પોલીસ મથકના હદ વિસ્તારમાં આવેલા ધોડિયા તળાવ વિસ્તારમાં ઋષભ ક્લીનીક ચાલવતા ત્રિભુવનદાસ રામબોધ તિવારીને ત્યાં રેડ કરતા 3846ની દવા સહીતનો મુદ્દામાલ પોલીસે ઝડપી લીધો હતો.
કપરાડા તાલુકાના કરચોડમાં પણ બોગસ તબીબ ઝડપાયો
કપરાડા તાલુકાના કરચોડ ગામે અજીતભાઈની રૂમમાં ક્લીનીક ચાલવતા મૂળ બંગાળના રતન કુમાર નેપાલ ચંદડે, જે છેલ્લા કેટલાક સમયથી કપરાડાના અંતરિયાળ ગામની આદિવાસી પ્રજાને સારવારના નામે કોઈ પણ પ્રકારની પરવાનગી વિના સારવાર અને દવા ગોળીઓ આપતો હતો.
આ પણ વાંચોઃ માધવપુરના પાતા ગામેથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ તબીબ ઝડપાયો
લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર અનેક ઝોલાછાપ તબીબોમાં ફફડાટ ફેલાયો
પોલીસે રેડ પાડતા તેની પાસેથી યુનાની અડવો અને એલોપેથીક દવાનો જથ્થો મળી કુલ 2,98,276નો મુદ્દામાલ નાનાપોઢાં પોલીસે કબ્જે કર્યો છે. આ સાથે પોલીસે વાપી ટાઉનમાં 2, ડુંગરામાં 1, ભીલાડમાં 1 મળી 7 જેટલા બોગસ તીબીબો સામે જિલ્લામાં એક સાથે કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી કરતા લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર અનેક ઝોલાછાપ તબીબોમાં ફફડાટ ફેલાયો છે