ETV Bharat / state

વલસાડ પોલીસ થર્ટી ફર્સ્ટના આયોજન માટે સજ્જ, પીધેલાઓને પકડી કોરોના ગાઈડલાઈન્સ જાળવવા 8 હોલ બુક કર્યા - corona guidelines

31 ડિસેમ્બરને લઈને વલસાડ જિલ્લા પોલીસે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. સંઘપ્રદેશને અડીને આવેલી 18 જેટલી ચેકપોસ્ટ ઉપર એસઆરપીની ટીમના જવાનો ગોઠવાઈ ગયા છે, તો સાથે સાથે દારૂનો નશો કરીને પરત આવતા લોકોને પકડી પોલીસ સ્ટેશનમાં એક સાથે મૂકવામાં કોરોનાની ગાઈડલાઈન ભંગ થતો હોય જિલ્લા પોલીસે સમગ્ર જિલ્લામાં કુલ આઠ જેટલા મેરેજ હોલ ભાડે રાખ્યા છે અને જ્યાં મેરેજ હોલ ન હોય તેવા પોલીસ મથકોમાં મંડપ બનાવવામાં આવ્યા છે.

valsad
valsad
author img

By

Published : Dec 30, 2020, 7:50 AM IST

  • વલસાડ જિલ્લા પોલીસે આઠ જેટલા મેરેજ હોલ ભાડે રાખ્યા
  • પકડાયેલા લોકોના મેડિકલ કરવા માટે પોલીસ સ્ટેશનમાં જ મેડીકલની ટીમ હાજર રહેશે
  • કેટલાક પોલીસ મથકમાં પરિસરમાં મંડપ બનાવવામાં આવ્યા છે જ્યાં પકડાયેલા લોકોને રાખવામાં આવશે

    વલસાડઃ વલસાડ જિલ્લાના ડીએસપી રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે 31 ડિસેમ્બરના તહેવારને લઈને દારૂનો નશો કરી ગુજરાતમાં પ્રવેશતા લોકોને ઝડપી લેવા માટે છટકું ગોઠવવામાં આવ્યું છે. જો કોઈ દારૂ પીને પ્રવેશ કરશે તો દરેક પોસ્ટ ઉપર આવા લોકોને પકડીને લાવવા લઈ જવા જિલ્લામાં વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

    કોરોના ગાઈડલાઈનનો ભંગ ન થાય તે માટે આઠ મેરેજ હોલ નક્કી કર્યા

    31 ડિસેમ્બરના રોજ દારૂનો નશો કરી ગુજરાતમાં અનેક લોકો પ્રવેશતા હોય છે અને મોટી સંખ્યામાં પોલીસ આ દિવસે લોકોને પકડીને પોલીસ મથક સુધી લઈ જતી હોય છે. ગત વર્ષે પણ જિલ્લામાં 1500 થી વધુ કેસો નોંધાયા હતાં. ત્યારે આ વખતે પણ સેંકડોની સંખ્યામાં એક સાથે લોકો પકડાય તો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ન થાય તે માટે વલસાડ જિલ્લા પોલીસે સમગ્ર જિલ્લામાં એકસાથે સેંકડોની સંખ્યામાં દારૂના નશામાં પકડાયેલા લોકોને રાખવા માટે આઠ જેટલા મેરેજ હોલ ભાડે રાખ્યા છે.
    વલસાડ પોલીસ થર્ટી ફર્સ્ટના આયોજન માટે સજ્જ

    લોકોને પોલીસ સ્ટેશન સુધી લાવવા લઈ જવા બસની વ્યવસ્થા

    31 ડિસેમ્બરના રોજ રાત્રી દરમિયાન દારૂનો નશો કરીને ગુજરાતમાં પ્રવેશતા લોકોને પકડી લઇ તેની સામે પ્રોહિબિશનના ગુના દાખલ કરવામાં આવે છે. જેને અનુલક્ષીને ચેકપોસ્ટ ઉપરથી પકડાયેલા લોકોને જે તે પોલીસ મથકમાં લાવવા લઈ જવા માટે આ વખતે જિલ્લા પોલીસે 14 થી 15 જેટલી બસો નક્કી કરી છે અને તે જે તે ચેકપોસ્ટ ઉપર મુકવામાં આવશે.

    પકડાયેલા લોકોનું મેડીકલ પરીક્ષણ કરવા આરોગ્યની ટીમ પોલીસ મથક ઉપર રહેશે

દારૂનો નશો કરીને પકડાયેલા લોકોને દર વખતે આરોગ્ય પરીક્ષણ કરાવવા માટે સરકારી હોસ્પિટલ સુધી લઈ જવા પડતા હતાં. પરંતુ આ વખતે સેંકડોની સંખ્યામાં પકડાયેલા લોકોને એક જ સ્થળ ઉપર આરોગ્ય પરીક્ષણ કરી શકાય એવા હેતુથી વલસાડ જિલ્લા કલેકટરના નિર્દેશ અનુસાર પોલીસ મથકમાં જ આરોગ્યની વિશેષ ટીમ હાજર રહેશે અને તેમના દ્વારા તેનું પરીક્ષણ કરવામાં આવશે.

વલસાડ જિલ્લા પોલીસ દ્વારા 31 ડિસેમ્બરે દારૂનો નશો કરીને ગુજરાતમાં પ્રવેશતા લોકોને ઝડપી લેવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન સાથે તેઓને પોલીસ મથકમાં રાખી તેની સામે કાર્યવાહી કરવા માટે તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી ચૂક્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.