વલસાડઃ સીટી પોલીસની કોમ્બિગ નાઈટ હોવાથી પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન વલસાડના મોગરવાડી વિસ્તારમાં એક કારમાં નંબર Gj 21 AA 1356માં 6 યુવાનો મોટે મોટેથી મ્યુઝિક વગાડી રાત્રી દરમિયાન ફરી રહ્યા હતા.
આ યુવાનો પર પોલીસને શંકા જતા અટકાવી પૂછપરછ કરતા આ યુવકો યોગ્ય જવાબ આપી શક્યા નહીં. જેથી કારની તપાસ કરતા કારમાંથી ત્રણ ચપ્પુ એક પંચ જેવા ઘાતક હથિયાર રોકડ રૂપિયા 19,500 મળી આવ્યા હતા.
આ સંદર્ભે વલસાડ સીટી પોલીસે રાત્રી દરમિયાન આ 6 યુવકો કોઈ ગુનાને અંજામ આપવા અંગે તેમજ કલેક્ટરના જાહેરનામાના ભંગ અંગેની પોલીસ ફરિયાદ નોંધી છે. આ 6 યુવકો રમઝાન સિંધી, હુસેન વ્હોરા, ગૌતમ રાઠોડ, સુનિલ રાઠોડ, દિનેશ રાઠોડ, ફેની રાઠોડની પોલીસે ધરપકડ કરી કાર અને હથિયારો કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે.
![criminal in valsad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vld-02-6yungsterarestedpolicewithvepun-avb-7202749_17062020141943_1706f_01200_933.jpg)
મહત્વનું છે કે, લોકડાઉન દરમિયાન રાત્રે 9થી સવારના 5 કલાક સુધી કડકપણે કાયદાનો અમલ કરવામાં આવી રહ્યો છે અને કોઈ પણ કામ વગર કોઈપણ વ્યક્તિ બહાર ન નીકળે તે માટે પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. હાલ લોકડાઉન દરમિયાન પણ આ 6 યુવાનો હથિયાર સાથે કારમાં ફરી રહ્યા હોવાથી વલસાડ પોલીસે યુવાનોને ઝડપી પાડી જેલની હવા ખવડાવી છે.