ETV Bharat / state

વલસાડના ટ્રિપલ મર્ડરના ગુનાનો આરોપી પેરોલ જમ્પ કરી ફરાર, પોલીસે ઝડપી પાડ્યો - વડોદરાના સમાચાર

વલસાડમાં 2010 માં બનેલા ટ્રિપલ મર્ડર કેસમાં જીવનના અંતિમ શ્વાસ સુધી સજા પામેલો આરોપી પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયો હતો. જેને વલસાડ પોલીસે વડોદરાથી ઝડપી લીધો હતો.

ફરાર આરોપી ઝડપાયો
ફરાર આરોપી ઝડપાયો
author img

By

Published : Feb 3, 2021, 5:18 PM IST

  • બે વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર હતો આરોપી
  • વલસાડ સેસન્સ કોર્ટના લોકઅપમાંથી ભાગી છુટેલો આરોપી વડોદરાથી ઝડપાયો
  • ટ્રિપલ મર્ડરનો આરોપી બે વર્ષ થી પેરોલ જમ્પ કરી ફરાર હતો
    વલસાડ

વલસાડ : સિટી પોલીસ મથકમાં વર્ષ 2010માં ત્રિપલ મર્ડરના ગુનામાં નામદાર વલસાડ સેશન્સ કોર્ટ દ્વારા ગત 30 જાન્યુઆરી 2018 ના રોજ આરોપી મિલિન્દ રમણીકલાલને જીવનના અંતિમ શ્વાસ સુધી તથા રૂપિયા 1 લાખના દંડની સજા કરવામાં આવી હતી. જે સજા અન્વયે આરોપી મિલિન્દ રમણીકલાલ સુરતના લાજપોર મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી નંબર 1534 તરીકે સજા ભોગવી રહ્યો હતો. જે બાદ આરોપીને તારીખ 24 ઓક્ટોબર 2019 થી 14 દિવસની પેરોલ ફર્લો રજા મળી હતી.જોકે આરોપીને તારીખ 8 નવેમ્બર 2019 ના રોજ લાજપોર મધ્યસ્થ જેલમાં હાજર થવાનું હતું, પરંતુ તે જેલમાં પરત હાજર થયો ન હતો અને પેરોલ જમ્પ કરી છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો હતો.

વલસાડ SOGએ વડોદરાથી ઝડપી પાડ્યો

પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયેલા ટ્રિપલ મર્ડરનો આરોપી મિલિન્દ વિરુદ્ધ વલસાડ સિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ પોલીસને આરોપી વડોદરા રૂરલ વિસ્તારમાં હોવાની બાતમી મળી હત. જે બાદ પોલીસે તે જગ્યા પર પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરાઇ હતી.

આરોપી વલસાડ સેશન્સ કોર્ટના લોકઅપમાંથી ફરાર થયો હતો

આરોપી મિલિન્દ સુરતી અગાઉ પર વર્ષ 2015 માં નામદાર સેશન કોર્ટ વલસાડમાં ટ્રાયલ ચાલુ હતી. ત્યારે સેશન્સ કોર્ટમાં મુદ્દતે રજૂ કરવા માટે લાજપોર જેલમાંથી લાવવામાં આવ્યો હતો. ત્યારે તે વલસાડ સેશન્સ કોર્ટના પોલીસ લોકઅપમાંથી નાસી છૂટયો હતો.

શંકર જેવા લાંબા સમયથી નાસતા ફરતા વોન્ટેડ તથા પેરોલ પર છૂટી આરોપીઓ પર જેલમાં હાજર ન થયા હોય તેવા વોન્ટેડ આરોપીઓને પકડવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી હતી. તે અન્વયે વલસાડ એસ.ઓ.જી.એ વલસાડ સિટી પોલીસ સ્ટેશનના 2010ના ત્રિપલ મર્ડરના ગુનામાં અંતિમ શ્વાસ સુધીની સજા પામેલા અને બે વર્ષથી ફરાર આરોપીને વડોદરા ખાતેથી ઝડપી પાડયો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.