ETV Bharat / state

વલસાડ : નારગોલ બંદરને ગ્રીનફિલ્ડ પોર્ટ તરીકે વિકસાવવામાં આવશે - Greenfield Port

રાજ્યમાં આવેલા 1600 કિલોમીટર લાંબા દરીયા કિનારાને કારણે અનેક વ્યાપારની તક મળી રહે છે. વલસાડના નારગોલ બંદરને વિકસાવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી છે.નારગોલને ગ્રીનફિલ્ડ પોર્ટ તરીકે વિકસાવામાં આવશે.

xx
વલસાડ : નારગોલ બંદરને ગ્રીનફિલ્ડ પોર્ટ તરીકે વિકસાવવામાં આવશે
author img

By

Published : Jun 24, 2021, 11:01 AM IST

  • વલસાડના નારગોલ બંદરને વિકસાવામાં આવશે
  • નારગોલને ગ્રીનફિલ્ડ પોર્ટ તરીકે વિકસાવવાની મળી સૈદ્ધાંતિક મંજુરી
  • પ્રથમ તબક્કે 3800 કરોડનું રોકાણ કરવામાં આવશે

ગાંધીનગર : ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયાકિનારા પર અનેક પ્રકારની તક હોય છે જે તકનો લાભ લઈને ગુજરાત(Gujarat) દિવસે દિવસે વિશ્વમાં પ્રખ્યાત થઈ રહ્યું છે. હાલમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વલસાડ(valsad) જિલ્લાના નારગોલને ગ્રીનફિલ્ડ પોર્ટ તરીકે વિકસાવવાની સૈદ્ધાંતિક મંજુરી સીએમ રૂપાણી(Chief Vijay Rupani)એ આપી છે.

PPP ધોરણે બંદરનો વિકાસ થશે

આ પોર્ટને પીપીપી મોડલ પર BOOT (બિલ્ડ, ઑન, ઓપરેટ, ટ્રાન્સફર) ધોરણે વિકસાવામાં આવશે, જે માટે ગ્લોબલ બિડીંગ પ્રોસેસ દ્વારા પારદર્શી અને ફ્લેક્સીબલ પ્રક્રિયાથી પોર્ટ ડેવલપરની પસંદગી કરવામાં આવશે. રાજ્યમાં પોર્ટ લેડ ડેવલપમેન્ટ અન્વયે આવા મોટા પ્રોજેકટના કિસ્સામાં પ્રોજેકટ કાર્યરત કરવામાં લાંબા સમયને ધ્યાને રાખીને નારગોલ ગ્રીનફિલ્ડ પોર્ટ ડેવલપમેન્ટ માટે 30 ને બદલે 50 વર્ષનો BOOT પિરિયડ રાખવાનો ઊદ્યોગ સાનૂકુલ અભિગમ અપનાવ્યો છે. ગુજરાત સરકારના આ અભિગમને પરિણામે વિશ્વકક્ષાના ડેવલપર્સ પણ આ પોર્ટ ડેવલપમેન્ટ માટેના બિડીંગ પ્રોસેસમાં આકર્ષિત થશે તેવી સંભાવનાઓ પણ છે.

આ પણ વાંચો : નવલખી બંદર પર 485 મીટરની નવી જેટી નિર્માણ પામશે, ક્ષમતા 8 મિલિયન મેટ્રિક ટનથી 16થી 20 મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ થશે

પ્રથમ તબક્કામાં 3800 કરોડનું રોકાણ

નારગોલ ગ્રિનફિલ્ડ પોર્ટમાં પ્રથમ ફેઇઝમાં રૂપિયા 3800 કરોડના સંભવિત રોકાણ સાથે આ પોર્ટ મલ્ટીફંકશનલ પોર્ટ તરીકે કાર્યરત થશે અને સોલીડ, લીકવીડ તેમજ કન્ટેઇનર કાર્ગો હેન્ડલીંગ માટે સક્ષમ બનશે, આ પ્રથમ ફેઇઝમાં અંદાજે 40 મિલીયન ટન કાર્ગો હેન્ડલીંગ ક્ષમતા આ પોર્ટ પર વિકસાવવાનું આયોજન છે.

દિલ્હી મુંબઈ કોરિડોર માટે મહત્વની જગ્યા

નારગોલ પોર્ટ(બંદર) દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર (DMIC) અને ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર-ડી.એફ.આઇ.સી.ના રૂટ પરનું એક વ્યૂહાત્મક પોર્ટ છે, તેનો લાભ પણ લાંબાગાળે આ ગ્રીનફિલ્ડ પોર્ટને મળશે. ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોરના કેચમેન્ટ વિસ્તારનો 38 ટકા ગુજરાતમાં આવે છે. દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર DMICથી રાજ્યનો 62 ટકા વિસ્તાર લાભાન્વિત થવાનો છે. આ ગ્રીનફિલ્ડ પોર્ટની સુવિધાઓનો વિકાસ થતાં આ પ્રોજેકટસના પરિણામે ઉભી થનારી કાર્ગો પરિવહન સંભાવનાઓ અને બંદર કાર્ગો પરિવહનની વધારાની માંગ સંતોષી શકાશે.

આ પણ વાંચો : મુખ્યપ્રધાન રૂપાણીએ માછીમારોને અનુકુળ જગ્યાએ બંદર બનાવી આપવાની આપી ખાત્રી

કાર્ગો પરિવાહનમાં ગુજરાતનો હિસ્સો 40 ટકા

દેશના કાર્ગો પરિવહનમાં ગુજરાતનો હાલનો 40 ટકાનો શેર છે તેમાં પણ ઉત્તરોત્તર વધારો થશે. કેમિકલ અને ટેક્સ્ટાઈલ ક્ષેત્રની અનેક મોટી કંપનીઓના એકમ આ વિસ્તારમાં આવેલા છે, તેમજ વાપી અને પારડી બે મહત્વના ઔદ્યોગિક ક્ષેત્રોના પરિણામે આ પોર્ટના વિકાસ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસને પણ વેગ મળશે. દક્ષિણ ગુજરાતમાં આવેલી પેપર અને સુગર મિલ્સના લીધે નારગોલ માટે આયાત-નિકાસનો ટ્રાફિક હેન્ડલ કરવાની વધારાની તકો પણ ઉભી થશે.

વેપારી જરુરીયાતો

વર્ષ 2025 સુધીમાં મુંબઈના જવાહરલાલ નહેરું પોર્ટની કન્ટેઈનર હેન્ડલિંગ કેપેસિટીનો પૂર્ણ ઉપયોગ થઈ જવાની સંભાવના છે, પરિણામે આ નારગોલ ગ્રીનફિલ્ડ પોર્ટ દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ઉદ્યોગગૃહોની દરિયાઈ વેપારની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકશે તેવા વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી આ ગ્રીનફિલ્ડ પોર્ટ ડેવલપ કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.