વલસાડઃ કોરોના જેવી ગંભીર બિમારીથી બચવા માટે વારંવાર હાથ ધોવા અને સ્વચ્છતા જાળવવીએ ખૂબ જરૂરી હોય છે. જોકે સ્વચ્છતા અને પહોંચી વળવા માટે વલસાડ શહેર નગરપાલિકા દ્વારા પણ વલસાડ શહેરના વિવિધ માર્ગોને સેનિટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
વલસાડ શહેરના તિથલ રોડ તેમજ મુખ્ય બજારના વિવિધ માર્ગો ટાવર રોડ એમ.જી.રોડ જેવા અનેક માર્ગો ઉપર પાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા એન્ટી બેક્ટેરિયલ સ્પ્રે દવાઓનો છંટકાવ તેમજ સાફ-સફાઈની વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. વલસાડ શહેરના તિથલ રોડ ઉપર પાલિકાની ટીમ દ્વારા રોડનું સેનિટેશન કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, વલસાડ શહેરમાં હજુ સુધી એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો નથી. જો કે બહારથી આવનારા અનેક લોકોને home for corentin કરવામાં આવ્યા છે.