વલસાડ નગર પાલિકા જે સ્થળે થી પીવાનું પાણી સમગ્ર વલસાડ જિલ્લામાં પૂરું પાડે છે. અબ્રામા વોટરવર્ક્સ ડેમ આગળ એક ખાનગી કંપની દ્વારા પાઇપો નાખીને પાણી ચોરી કરવામાં આવતું જોવાનો વર્ષો થી આક્ષેપ વિપક્ષી સભ્યો કરી રહ્યા હતા. સાથે જ ડેમમાં પાણી ઘટી જવાનું મુખ્ય કારણ પણ આ કંપની દ્વારા પાણી બોહળા પ્રમાણમાં લેવામાં આવતું જોવાનું વિપક્ષો કહી રહ્યા હતા.
થોડા દિવસ અગાઉ ખાલી પડેલ ડેમમાં દમણગંગા નહેર વિભાગના સહયોગથી પાણી લાવવામાં આવ્યા બાદ ફરી થી આ કંપની દ્વારા ત્યાં પાણીના પાઇપ લાઈનો નાખી પાણી લેવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પાલિકા વોટરવર્ક્સ ચેરમેને સમગ્ર બાબતે જાણકારી મળતા તેમણે પાલિકા સીઓને સંપર્ક કર્યો હતો. શું કંપની દ્વારા પાલિકા પાસે થી કોઈ લેખિત પરવાનગી લીધી છે.
પાલિકાના પ્રમુખે કોઈ પરવાનગી નથી આપવામાં આવી તેવું જાણવ્યું હતું. જેને પગલે વલસાડ ના લોકોના શહેરી જનોના હિતમાં કંપનીના પાઇપોના કનેક્શન છુટા કરી દેવામાં આવ્યા હતા. જો કે, આ બાબતે કંપની સંચાલકોને પૂછ્યું હતું કે, ખરેખર તેમના દ્વારા કોઈ પરવાનગી લેવામાં આવી છે કે કેમ પરંતુ તેમણે માત્ર પરવાનગી લેવા માટે અરજી કરી હતી. પરવાનગી નથી આપવામાં આવી.
મંજૂરી વિના જ કંપની દ્વારા વોટરવર્ક્સ ડેમ પર પાઇપો અને મોટરો મૂકી દેવામાં આવી પાણીની ચોરી કરતા હતા.જો કે, અચાનક પાઇપો છૂટાં કરી દેવામાં આવતા કંપની દ્વારા પણ વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં એક અરજી કરવામાં આવી છે. જેમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા પાઇપો કાપી નાખ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.